________________
પ્રથમદાર
૫૫
દ્વારા અનુમાન વડે અલોક સ્વરૂપ અથવા લોકસ્વરૂપ આદિ પૂછેલ બાહ્ય અર્થને જાણે છે. કહ્યું છે કે, ‘બાહ્ય અર્થને અનુમાન દ્વારા જાણે છે.' આ પ્રમાણે યોગવાળા કેવળજ્ઞાની મહારાજનું જે ગુણસ્થાન, તે સયોગી કેવળી ગુણસ્થાન કહેવાય છે. અંતર્મુહૂર્ત આયુ બાકી રહે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષમાં જાય, તેઓ આશ્રયી સયોગી કેવળીગુણસ્થાનકનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત છે, અને પૂર્વકોડી વર્ષના આયુવાળા ગર્ભમાં સાત માસ રહી જન્મ થયા પછી આઠ વરસની ઉંમર થયા બાદ કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન કરે તેઓ આશ્રયી દેશોન પૂર્વકોટી પ્રમાણ ઉત્કૃષ્ટ કાળ છે. તથા સઘળા સયોગી કેવળીઓ સમુદ્દાત કરતાં પહેલાં આયોજિકાકરણનો આરંભ કરે છે. તેથી કેવળીસમુદ્દાતની પ્રક્રિયા કહેવા ઇચ્છતા સમુદ્દાત શબ્દની વ્યાખ્યા કહેવા પૂર્વક આયોજિકાકરણનો અર્થ કહે છે. ‘તેમાં પોતાનું જેટલું આયુ અવશેષ છે, તેનાથી અધિક સ્થિતિવાળા વેદનીયાદિ કર્મોને સમ કરવાનો આત્માનો જે પ્રયત્ન તે સમુદ્દાત કહેવાય છે. તે કરવાની ઇચ્છાવાળા સઘળા કેવળીઓ પહેલા આયોજિકાકરણ કરે છે.' હવે આયોજિકાકરણનો શબ્દાર્થ શું છે ? તે કહે છે—આ-મર્યાદા. યોજિકા-વ્યાપારકરણ-ક્રિયા. એટલે કે કેવળીની દૃષ્ટિરૂપ મર્યાદા વડે અત્યંત પ્રશસ્ત મન, વચન અને કાયાનો વ્યાપાર તે આયોજિકાકરણ કહેવાય છે. જોકે કેવળીમહારાજના યોગનો વ્યાપાર પ્રશસ્ત જ હોય છે, છતાં અહીં એવી વિશિષ્ટ યોગપ્રવૃત્તિ થાય છે, કે જેની પછી સમુદ્દાત અથવા યોગના નિરોધરૂપ ક્રિયાઓ થાય છે. કેટલાએક આચાર્યો આવર્જિતકરણ એવું નામ કહે છે. તેનો અર્થ આ પ્રમાણે છે : તથાભવ્યત્વરૂપ પરિણામ વડે મોક્ષગમન પ્રત્યે સન્મુખ કરાયેલ આત્માનો અત્યંત પ્રશસ્ત જે યોગવ્યાપારે તે આવર્જિતકરણ કહેવાય છે. બીજા કેટલાએક આચાર્યો આવશ્યકકરણ એવું નામ કહે છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે : જે ક્રિયા અવશ્ય કરવા યોગ્ય હોય તે આવશ્યકકરણ કહેવાય છે. અત્યંત પ્રશસ્ત મન, વચન અને કાયાના વ્યાપારરૂપ ક્રિયા અવશ્ય કરવા યોગ્ય છે, માટે તે આવશ્યકકરણ કહેવાય છે. તે આ પ્રમાણે—સમુદ્દાત કંઈ સઘળા કેવળીઓ કરતા નથી, કેટલાએક કરે છે, અને કેટલાએક નથી પણ કરતા. પરંતુ આ આવશ્યકકરણ તો સઘળા કેવળીઓ કરે જ છે. આ પ્રમાણે આયોજિકાકરણ • કર્યા પછી જે કેવળીમહારાજને પોતાનું આયુ જેટલું બાકી છે, તેનાથી વેદનીયાદિ કર્મો દીર્ઘ સ્થિતિવાળાં હોય તે કર્મોને સમ ક૨વા માટે સમુદ્દાત કરે છે. પરંતુ જે કેવળીમહારાજને આયુ સાથે જ પૂર્ણ થઈ જાય એવાં અન્ય કર્મો હોય તો તેઓ સમુદ્દાત કરતાં નથી. કહ્યું છે કે, ‘સ્થિતિના વત્તાઓછાપણાને લઈને આયુ પૂર્ણ થતાં જો શેષ કર્મોની સંપૂર્ણતા ન થાય તો સમુદ્દાત કરે છે. ૧. અંતર્મુહૂર્ત આયુ બાકી હોય ત્યારે સ્થિતિ અને કર્માણુ વડે અધિક વેદનીયાદિ કર્મોને સમ કરવા માટે સમુદ્દાત કરે છે.' ૨. સમુદ્દાતમાં વેદનીયાદિ કર્મોની વધારાની સ્થિતિ અને પરમાણુઓનો નાશ કરી અવશિષ્ટ આયુ સાથે જ તેઓ ભોગવાઈ જાય એમ કરે છે. આ સમુદ્દાત અંતર્મુહૂર્ત આયુ બાકી હોય ત્યારે જ થાય છે.
:
મન:પર્યવજ્ઞાનીઓને તે આકારોનું નિશ્ચિત જ્ઞાન હોય છે. એટલે કેવળી મહારાજની પરિણામ પામેલી મનોવર્ગણા દ્વારા એવું અનુમાન કરે કે મનોવર્ગણાનો અમુક જાતનો આકાર થયો છે માટે પ્રભુએ મને અમુક ઉત્તર આપ્યો છે. આ પ્રમાણે અનુમાન દ્વારા બાહ્ય અર્થને જાણે છે. અનુમાન કરવાનું કારણ મનઃપર્યવજ્ઞાની માત્ર મનોવર્ગણાનો સાક્ષાત્કાર કરે છે, ચિંતનીય વિષયનો સાક્ષાત્કાર કરતો નથી.