________________
૫૪
પંચસંગ્રહ-૧
સમાન કરે. સર્વાપવર્તન વડે સ્થિતિની અપવર્નના થયા પછી પણ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકનો. અંતર્મુહૂર્તકાળ બાકી છે. અહીંથી આરંભી મોહનીયકર્મમાં સ્થિતિઘાતાદિ થતા નથી, બીજા કર્મમાં તો થાય છે. લોભની અપવર્તિત સ્થિતિને ઉદય ઉદીરણા વડે ભોગવતો ત્યાં સુધી જાય કે દશમા ગુણસ્થાનકનો સમયાધિક આવલિકાકાળ બાકી રહે, ત્યારપછીના સમયથી ઉદીરણા પણ ન થાય. માત્ર ઉદય વડે જ તેને ચરમસમય પર્વત અનુભવે. ચરમ સમયે જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક, યશ-કીર્તિ, ઉચૈર્ગોત્ર, અને અંતરાયપંચકરૂપ સોળ કર્મપ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય, અને મોહનીયની ઉદય અને સત્તાનો વિચ્છેદ થાય. ત્યારપછીના સમયે આત્મા ક્ષીણકષાય થાય છે એટલે કે ક્ષીણમોહ ગુણસ્થાનકે જાય છે. તે ગુણસ્થાનકે બાકીના કર્મમાં પૂર્વની જેમ સ્થિતિઘાતાદિ ત્યાં સુધી પ્રવર્તે કે તે ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે. તે એક ભાગ બાકી રહે ત્યારે જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક, દર્શનાવરણચતુષ્ક, અને નિદ્રાદિકરૂપ સોળ કર્મપ્રકૃતિઓની સત્તાગત સ્થિતિને સર્વાપવર્તના વડે અપવર્તીને હવે જેટલો ક્ષીણમોહગુણસ્થાનકનો કાળ શેષ છે, તેટલી રાખે છે. માત્ર નિદ્રાહિકની સ્થિતિ સ્વસ્વરૂપની અપેક્ષાએ સમયજૂન રાખે છે, સામાન્યથી કર્મસ્વરૂપે તો તુલ્ય છે. કારણ કે દ્વિચરમ સમયે તેની સ્વરૂપસત્તાનો નાશ થાય છે, પરંતુ જેની અંદર સ્તિબુક સંક્રમ વડે સંક્રમે છે તે રૂપે છેલ્લે સમયે તેની સત્તા હોય છે. ક્ષીણકષાય ગુણસ્થાનકનો કાળ હજી પણ અંતર્મુહૂર્ત બાકી છે. અહીંથી આરંભી પૂર્વોક્ત ઘાતિકર્મની પ્રકૃતિઓમાં સ્થિતિઘાતાદિ થતા નથી. શેષ કર્મોમાં થાય છે. નિદ્રાદિક હીન તે સોળ કર્મ પ્રકૃતિઓને ઉદય-ઉદીરણા વડે ભોગવતો ભોગવતો ત્યાં સુધી જાય કે તેઓની માત્ર સમયાધિક પ્રમાણ સ્થિતિ શેષ રહે. ત્યારપછીના સમયે ઉદીરણા પણ બંધ થાય, માત્ર ઉદયાવલિકા જ શેષ રહે. તેને ઉદય વડે જ અનુભવતો ક્ષણમોહ ગુણસ્થાનકના કિચરમ સમય પર્યત જાય. દ્વિચરમ સમયે નિદ્રાદ્ધિકનો સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય થાય, અને ચૌદ પ્રકૃતિઓનો ચરમ સમયે ક્ષય થાય. ત્યારપછીના સમયે ચારે ઘાતિ કર્મનો સર્વથા ક્ષય થયો હોવાથી કેવલી થાય.
સયોગી કેવળીગુણસ્થાનક ચોગ વીર્યપરિશ્ચંદ એ પર્યાયવાચક શબ્દો છે. મન, વચન અને કાયા વડે જેઓના વીર્યની પ્રવૃત્તિ થતી હોય તેઓ સયોગી કહેવાય છે. આ ગુણસ્થાનકે ઘાતકર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે, પરંતુ તેઓને મન, વચન અને કાયા વડે વીર્યપ્રવૃત્તિ હોવાથી તેઓ સયોગી કેવળી કહેવાય છે. તેમાં તે ભગવાનને કાયયોગ વિહાર અને નિમેષ-ઉન્મેષાદિમાં પ્રવર્તે છે, વચનયોગ દેશનાદિ કાળે પ્રવર્તે છે, અને મનોયોગ મન:પર્યવજ્ઞાની અથવા અનુત્તરસુરાદિ વડે મન દ્વારા જ પુછાયેલા પ્રશ્નોનો જ્યારે મન વડે જ ઉત્તર આપે ત્યારે પ્રવર્તે છે. અન્ય ક્ષેત્રમાં રહેલા મન:પર્યવજ્ઞાની અથવા અનુત્તર સુરાદિ
જ્યારે મન દ્વારા પ્રશ્ન કરે ત્યારે પ્રભુ તે પ્રશ્નને કેવળજ્ઞાન દ્વારા જાણી તેનો જે જવાબ આપવાનો હોય, તેને અનુરૂપ મનોવર્ગણા પરિણાવે છે. પરિણામ પામેલી તે મનોવર્ગણાઓને મન:પર્યવજ્ઞાની અથવા અવધિજ્ઞાની પોતાના જ્ઞાન વડે જુએ છે. જોઈને તે મનોવર્ગણાના આકાર
૧, આદિ શબ્દથી રસઘાત અને ગુણશ્રેણિ ગ્રહણ કરવાં એમ લાગે છે. ૨. ભિન્ન ભિન્ન પદાર્થોને વિચાર કરતી વખતે મનોવર્ગણાના ભિન્ન ભિન્ન આકારો રચાય છે.