________________
પંચસંગ્રહ-૧
પ્રશ્ન—દીર્ઘ સ્થિતિવાળા વેદનીયાદિ કર્મોને આયુ સાથે સમ કરવા માટે સમુદ્દાતનો આરંભ યુક્તિયુક્ત નથી. કારણ કે મૃતનાશાદિ દોષનો પ્રસંગ આવે છે. કઈ રીતે કૃતનાશાદિ દોષનો પ્રસંગ આવે તે કહે છે—ઘણા કાળ સુધી ભોગવાઈ શકે એવા વેદનીયાદિ કર્મોને એકદમ નાશ કરવાથી કૃતનાશ દોષ આવે છે. કારણ કે કર્મબંધ કરતી વખતે અમુક વખત સુધી ફળ આપે એ રીતે જે નિયત કરેલ છે, તે ફળને કર્મનો એકદમ નાશ કરવાથી અનુભવતો નથી. અને તેથી કરેલા કર્મના ફળનો પોતે જ નાશ કરે છે, માટે કૃતનાશ દોષ પ્રાપ્ત થાય છે. અને જો એમ થાય તો પોતે જે કર્મનો સર્વથા ક્ષય કર્યો છે તેના નાશનો પણ સંભવ થાય—ફરી કર્મબંધ થાય, અને તેથી મોક્ષમાં પણ અવિશ્વાસનો પ્રસંગ પ્રાપ્ત થાય.
૫૬
ઉત્તર—તમે જે કહ્યું તે ખોટું છે, કારણ કે મૃતનાશ આદિ દોષનો પ્રસંગ જ પ્રાપ્ત થતો નથી. તે આ પ્રમાણે : જેમ કોઈએ હંમેશાં એક સેતિકા-(માપ વિશેષ) પ્રમાણ આહારને ખાવાના હિસાબે સો વરસમાં ખાવા માટે નિશ્ચિત કરેલા આહારને ભસ્મકવ્યાધિના સામર્થ્યથી થોડા જ દિવસોમાં સંપૂર્ણપણે ખાઈ જવાથી કૃતનાશ દોષ પ્રાપ્ત થતો નથી. કારણ કે ખાવા માટે જે આહારને નિશ્ચિત કરેલો છે, તે ખાઈ જાય છે. જોકે વધારે વખતમાં ખાઈ શકાય એ રીતે નિશ્ચિત કરેલા આહારને થોડા વખતમાં ખાય છે એ વાત ખરી છે, પરંતુ ખાય છે તો ખરો જ, ખાધા વિના ફેંકી દેતો નથી એટલે કૃતનાશ દોષ ન આવે. ખાધા વિના જ ફેંકી દેતો હોય તો કૃતનાશ દોષ આવે. તેમ ઘણા કાળ સુધી ફળ આપે એ રીતે નિશ્ચિત કરેલા વેદનીયાદિ કર્મને પણ તથાપ્રકારના વિશુદ્ધ અધ્યવસાયરૂપ ઉપક્રમ વડે—કર્મક્ષયના હેતુ વડે સંપૂર્ણપણે જલદીથી ભોગવી લેવાથી કૃતનાશ દોષ પ્રાપ્ત થતો નથી. કર્મને ભોગવ્યા વિના જ નાશ કરે તો કૃતનાશ દોષ આવે, પરંતુ અહીં તો જલદીથી ભોગવીને જ દૂર કરે છે માટે જ કૃતનાશ દોષ આવતો નથી. કર્મનો અનુભવ બે રીતે થાય છે. પ્રદેશોદય વડે, ૨સોદય' વડે, તેમાં પ્રદેશોદય વડે સંપૂર્ણ કર્મ-સઘળાં કર્મો અનુભવાય છે. એવું કોઈ કર્મ નથી, કે જે પ્રદેશોદય વડે અનુભવાયા છતાં ક્ષય ન થાય. જો પ્રદેશોદય વડે ભોગવાઈને પણ કર્મનો ક્ષય થાય છે, તો કૃતનાશ દોષ કઈ રીતે પ્રાપ્ત થાય ? વિપાકોદય વડે તો કોઈ કર્મ અનુભવાય છે અનેં કોઈ નથી પણ અનુભવાતું. વિપાકોદય વડે અનુભવવાથી જ જો કર્મનો ક્ષય થતો હોય તો મોક્ષના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય—કોઈ મોક્ષમાં જ ન જાય. કારણ કે જો રસોદય વડે અનુભવવાથી જ સઘળાં કર્મોનો ક્ષય થાય, એવો નિયમ હોય તો અસંખ્યાતા ભવોમાં તથાપ્રકારના વિચિત્ર અધ્યવસાયો વડે નરકગતિ આદિ અનેક ગતિઓનાં જે કર્મો ઉપાર્જન કર્યાં છે, તે સઘળાંનો કોઈ એક મનુષ્ય
૧. કરેલા કર્મનો ફળ આપ્યા સિવાય નાશ થવો તે કૃતનાશદોષ કહેવાય છે.
૨. ઘણું ખાવા છતાં તૃપ્તિ ન થાય એ જાતના એક વ્યાધિનું નામ ભસ્મક વ્યાધિ છે. જેમ ભસ્મક વ્યાધિથી જલદી અન્ન ખાઈ જાય છે તેમ વિશુદ્ધ અધ્યવસાયરૂપ ભસ્મકવ્યાધિથી કર્મોને એકદમ ભોગવી ખાલી કરે છે, ભોગવ્યા વિના ખાલી કરતો નથી.
૩. પરરૂપે જે અનુભવ કરવો તે પ્રદેશોદય કહેવાય છે. સ્તિબુકસંક્રમ અને પ્રદેશોદય એ બંને એક જ અર્થવાળા છે.
૪. સ્વસ્વરૂપે જે અનુભવ કરવો તે ૨સોદય કહેવાય છે.