________________
૭૭૨
પંચસંગ્રહ-૧
સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદિ દેવપ્રાયોગ્ય અઠ્ઠાવીસ પ્રકૃતિ બાંધતાં દેવદ્રિક, વૈક્રિયદ્વિક, શુભ વિહાયોગતિ, સમચતુરગ્ન સંસ્થાન અને સૌભાગ્યત્રિક એ નવનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે, અને વૈક્રિયદ્રિકનો નરક પ્રાયોગ્ય ૨૮નો બંધક મિથ્યાષ્ટિ પણ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે.
શેષ નામકર્મની ત્રેપન પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મિથ્યાદષ્ટિ કરે છે.
ત્યાં એકેન્દ્રિયજાતિ, તિર્યચઢિક, હુંડક સંસ્થાન, ઔદારિક શરીર, બાદર, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, પ્રત્યક, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ, તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, અને વર્ણચતુષ્ક–આ પચીસ પ્રકૃતિઓનો અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રેવીસનો બંધક, પર્યાપ્ત, પરાઘાત અને ઉદ્ઘાસ એ ત્રણનો પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય પચીસનો બંધક, બેઈન્દ્રિયાદિ ચાર જાતિ, મનુષ્યદ્ધિક, ઔદારિક અંગોપાંગ, સેવા સંહનન અને ત્રસ આ નવનો યથાસંભવ અપર્યાપ્ત બેઈન્દ્રિયાદિ પ્રાયોગ્ય પચીસનો બંધક, આતપ તથા ઉદ્યોતનો પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીસનો બંધક, નરકદ્ધિક, અશુભવિહાયોગતિ અને દુઃસ્વર આ ચારનો નરકમાયોગ્ય અઠ્ઠાવીસનો બંધક, મધ્યમ ચાર સંહનન, અને મધ્યમ ચાર સંસ્થાન એ આઠનો તિર્યંચ અથવા મનુષ્ય પ્રાયોગ્ય ઓગણત્રીસનો બંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે.
સ્થિર તથા શુભનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ બન્ને ટીકાઓમાં દેવ પ્રાયોગ્ય અઠ્ઠાવીસના બંધ કહેલ છે. પરંતુ પંચકર્મગ્રંથ ગા૯રની ટીકામાં તથા બંધશતકમાં પણ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય પચીસના બંધ કહેલ છે. અને વિચાર કરતાં તે જ વધુ ઠીક લાગે છે.
સર્વથી અલ્પ વિર્યવાળો, લબ્ધિ અપર્યાપ્ત, સૂક્ષ્મ નિગોદિયો જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે મૂળ સાતકર્મનો અને તે જ જીવ પોતાના ચાલુ ભવના આયુષ્યના બે ભાગ ગયા પછી અનંતર સમયે આયુષ્ય બંધ કરે ત્યારે પ્રથમ સમયે આયુષ્યનો જઘન્ય પ્રદેશબંધ કરે છે. પણ અનુભૂયમાન આયુષ્યના બે ભાગ ગયા પછી આયુષ્યનો તરત જ જો બંધ ન કરે તો અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિસમયે અસંખ્ય ગુણ યોગવૃદ્ધિ થતી હોવાથી જઘન્ય પ્રદેશબંધ થતો નથી.
અષ્ટવિધ બંધક, અપ્રમત્તયતિ, દેવપ્રાયોગ્ય એકત્રીસ પ્રકૃતિ બાંધતાં આહારકદ્વિકનો જઘન્ય પ્રદેશબંધ કરે છે.
સ્વપ્રાયોગ્ય જઘન્યયોગે વર્તમાન પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય દેવ તથા નરકાયુનો અને આયુબંધ કાલે નરકમાયોગ્ય અઠ્ઠાવીસ પ્રકૃતિ બાંધતાં નરકદ્વિકનો જઘન્ય પ્રદેશબંધ કરે છે. કારણ કે પર્યાપ્ત અસંજ્ઞી કરતાં અપર્યાપ્ત અસંજ્ઞી તથા અપર્યાપ્ત સંજ્ઞીને યોગ અસંખ્યગુણ હીન હોય છે, પરંતુ તેઓ આ ચાર પ્રકૃતિઓ બાંધતા જ નથી અને પર્યાપ્ત-સંજ્ઞીને યોગ અસંખ્યગુણ હોવાથી તેઓ પણ જઘન્ય પ્રદેશબંધ કરતા નથી.
જિનનામની સત્તાવાળો જીવ દેવ કે નરકમાંથી આવી મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ઓગણત્રીસના બંધે દેવદ્ધિક અને વૈક્રિયદ્વિકનો જઘન્ય પ્રદેશબંધ કરે છે, પર્યાપ્ત અસંજ્ઞી કરતાં અપર્યાપ્ત સંજ્ઞીને ભવના પ્રથમ સમયે યોગ અસંખ્યગુણહીન હોય છે. માટે “ભવાદ્યસમયે મનુષ્ય જ કરે’ એમ કહેલ છે.
જિનનામની સત્તાવાળો મનુષ્ય કાળ કરી દેવામાં જાય ત્યાં ભવના પ્રથમ સમયે જિનનામ