________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૭૧
કરે છે.
| દશમ ગુણસ્થાનકવર્તી આત્મા પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, સાતવેદનીય, યશકીર્તિ અને ઉચ્ચગોત્ર એ સત્તરનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. કારણ કે આ સત્તર પ્રવૃતિઓને અબધ્યમાન મોહનીય તથા આયુષ્યનો અને ચાર દર્શનાવરણીયને તદુપરાંત પાંચ નિદ્રાનો તથા યશકીર્તિને શેષ નામકર્મની પ્રકૃતિઓનો પણ ભાગ મળે છે.
નવમા ગુણસ્થાને પ્રથમાદિ પાંચ ભાગમાં રહેલ આત્મા અનુક્રમે પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ચારનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. કારણ કે આયુષ્યનો તથા તે તે કાલે અબધ્યમાન સર્વ મોહનીય પ્રકૃતિઓનો ભાગ પણ તેમને મળે છે.
ચોથા ગુણઠાણે હાસ્ય, રતિ, અરતિ અને શોકનો તથા આઠમા ગુણસ્થાને ભય, જુગુપ્સાનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, એમ ટીકામાં કહેલ છે. પરંતુ અબધ્યમાન મિથ્યાત્વની જેમ અબધ્યમાન પ્રથમના બાર કષાયનો ભાગ પણ આ નોકષાયરૂપ છ પ્રકૃતિઓને મળતો હોય તો અરતિ-શોકનો છે અને શેષ ચારનો છઠ્ઠાથી આઠમા ગુણસ્થાનક સુધી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહેવું જોઈએ, છતાં કેમ કહેલ નથી તેનું કારણ વિશિષ્ટ જ્ઞાનીઓ જાણે.
પંચમ કર્મગ્રંથાદિમાં તો આ છયે પ્રકૃતિઓનો ચતુર્થાદિ ગુણસ્થાને રહેલા જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહેલ છે.
ચોથા ગુણસ્થાને અપ્રત્યાખ્યાનીય ચતુષ્કનો, પાંચમા ગુણસ્થાને પ્રત્યાખ્યાનીય ચતુષ્કનો અને ચોથાથી આઠમા ગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી વર્તમાન આત્મા નિદ્રાદ્ધિકનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, કારણ કે આયુષ્ય તથા સ્વજાતીય અવધ્યમાન પ્રકૃતિઓનો વધુમાં વધુ ભાગ આ પ્રકૃતિઓમાં અહીં જ પ્રાપ્ત થાય છે.
ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી વર્તતા મનુષ્યો દેવ પ્રાયોગ્ય જિનનામ સહિત ઓગણત્રીસ પ્રકૃતિ બાંધતાં જિનનામનો અને સાતમાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી વર્તતા મનુષ્યો દેવપ્રાયોગ્ય આહારકદ્ધિક સહિત ત્રીસ પ્રકૃતિ બાંધતા આહારકદ્ધિકનો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે.
અપ્રમત્તયતિ દેવાયુનો અને મિથ્યાદષ્ટિ અસતાવેદનીય તથા મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે, એમ અહીં ટીકામાં કહ્યું છે, પરંતુ પંચમ કર્મગ્રંથ ગા. ૯૧ તથા તેની ટીકામાં આ ત્રણેનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ કરે એમ કહ્યું છે.
વળી અહીં ટીકામાં મનુષ્ય પ્રાયોગ્ય ઓગણત્રીસ પ્રકૃતિ બાંધતો મિથ્યાદષ્ટિ વજઋષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહ્યું છે. જ્યારે પંચમ કર્મગ્રંથ ગા ૯૧ની ટીકામાં સમ્યક્તી તથા મનુષ્ય –તિર્યંચ પ્રાયોગ્ય ઓગણત્રીસ પ્રકૃતિઓ બાંધતો મિથ્યાત્વી આનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહેલ છે.
- મિથ્યાષ્ટિ-નરક-તિર્યંચાયુ, મિથ્યાત્વ, છીણદ્વિત્રિક, સ્ત્રીવેદ, નપુંસકવેદ, અનંતાનુબંધી ચતુષ્ક તથા નીચગોત્ર એ તેર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે.