________________
પંચમાર-સારસંગ્રહ
૭૭૩
સહિત મનુષ્ય પ્રયોગ્ય ત્રીસ પ્રકૃતિ બાંધતાં જિનનામનો જઘન્ય પ્રદેશબંધ કરે. અહીં “ભવના પ્રથમ સમયે કેવળ દેવ કહેવાનું કારણ “નારકને ભવના પ્રથમ સમયે દેવથી અધિક યોગ હોય છે” એમ લાગે છે. | સર્વથી અલ્પ વિર્યવાળો, લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયો પોતાના ભવના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગના પ્રથમસમયે આયુષ્યબંધ કરે ત્યારે મનુષ્ય-તિર્યંચાયુનો જઘન્ય પ્રદેશબંધ કરે છે અને તે જ જીવ ઉત્પત્તિના પ્રથમસમયે શેષ એકસો સાત પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ કરે છે.
ત્યાં નામકર્મમાં નીચે જણાવ્યા મુજબ વિશેષતા જાણવી.
અપર્યાપ્ત, સૂક્ષ્મ અને સાધારણ એ ત્રણનો પચીસના બંધ, એકેન્દ્રિય, આતપ અને સ્થાવર એ ત્રણનો છવ્વીસના બંધે, મનુષ્યદ્ધિકનો મનુષ્ય પ્રાયોગ્ય ઓગણત્રીસના બંધ અને શેષ પચાસ પ્રકૃતિઓનો ઉદ્યોત સહિત તે તે તિર્યંચપ્રાયોગ્ય ત્રીસના બધે યથાસંભવ ઉપરોક્ત જીવ જઘન્ય પ્રદેશબંધ કરે છે.
નિરંતર બંધકાળ જે પ્રકૃતિઓ જેટલો કાળ સતત બંધાય તેનો તેટલો નિરંતર બંધકાળ કહેવાય છે.
ત્યાં ધ્રુવબંધી સુડતાળીસ પ્રવૃતિઓમાં સાદિ-અનંત વર્જી શેષ ત્રણ પ્રકારનો કાળ હોય છે. (૧) અભવ્યોને બંધ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. માટે અનાદિ અનંત, (૨) ભવ્યોને અનાદિકાળથી બંધ હોવા છતાં ભવિષ્યમાં વિચ્છેદ થવાનો છે માટે અનાદિ સાન્ત અને (૩) તે તે પ્રકૃતિઓના અબંધસ્થાનથી પડી પુનઃ બંધ શરૂ કરે ત્યારે સાદિ અને કાલાન્તરે મોક્ષે જતાં બંધવિચ્છેદ થશે તેથી સાન્ત. આ સાદિ-સાન્ત ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનાર્થ પુદ્ગલ પરાવર્તન છે. . • ચાર આયુષ્ય અને જિનનામકર્મનો જઘન્યથી નિરંતર બંધકાળ અંતર્મુહૂર્ત છે. શેષ અડસઠ પ્રકૃતિમાંથી આહારકદ્વિકનો સાતમા અથવા આઠમા ગુણસ્થાને જઈ એક સમય આહારકદ્ધિક બાંધી બીજે સમયે કાળ કરે તેથી બંધ અટકી જવાથી અને શેષ છાસઠ પ્રકૃતિઓનો
જ્યાં તેમની પ્રતિપક્ષ પ્રકૃતિઓનો બંધ થઈ શકતો હોય તે ગુણસ્થાને અથવા તેવા જીવોને જઘન્યથી એક સમય તે તે પ્રકૃતિઓનો બંધ કરી અધ્યવસાયના પરાવર્તનથી બીજા સમયે તેની પ્રતિપક્ષ પ્રકૃતિઓનો બંધ કરે ત્યારે. એમ આ અડસઠે પ્રકૃતિઓનો નિરંતર બંધકાળ જઘન્યથી એક સમય ઘટે છે.
દેવકર તથા ઉત્તરકુરુના યુગલિયાઓ ત્રણ પલ્યોપમ સુધી નિરંતર દેવપ્રાયોગ્ય જ બંધ કરતા હોવાથી દેવદ્રિક અને વૈક્રિયદ્ધિકનો ઉત્કૃષ્ટ નિરંતર બંધકાળ ત્રણ પલ્યોપમ પ્રમાણ આ ગ્રંથમાં તથા પંચમ કર્મગ્રંથમાં કહેલ છે. પરંતુ પૂર્વક્રોડવર્ષના આયુવાળો મનુષ્ય પૂર્વક્રોડના ત્રીજા ભાગના પહેલા અંતર્મુહૂર્તમાં ત્રણ પલ્યોપમ પ્રમાણ યુગલિકનું આયુષ્ય બાંધી અંતર્મુહૂર્ત બાદ ક્ષયોપશમ સમ્યક્ત પામી ત્યારબાદ તરત જ ક્ષાયિક સમ્યક્ત પામે તો અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વક્રોડના ત્રીજા ભાગ સુધી અહીં મનુષ્યભવમાં અને ત્રણ પલ્યોપમ સુધી યુગલિકમાં પણ