________________
૭૬૪
પંચસંગ્રહ-૧ ,
પ્રાયોગ્ય જ બંધ કરતા હોવાથી ઉદ્યોત નામકર્મનો બંધ કરતા નથી. તેમજ ઔદારિકદ્વિકનો બંધ હોવા છતાં અતિસંક્લિષ્ટ પરિણામનો અભાવ હોવાથી તેનો જઘન્ય રસબંધ કરતા નથી. તેથી ઉપરોક્ત જીવો જ તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરતા આ પ્રવૃતિઓનો જઘન્ય રસબંધ કરે છે. તેમાં પણ ઈશાન સુધીના દેવો અતિસંક્લિષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાયોગ્ય જ બંધ કરતા હોવાથી ઔદારિક અંગોપાંગનો જઘન્ય રસબંધ તેમને વર્જીને શેષ દેવો તથા નારકો કરે છે. એટલું વિશેષ સમજવું.
સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, ચાર આયુષ્ય અને વૈક્રિયષક આ સોળનો જઘન્ય રસબંધ મિથ્યાદષ્ટિ મનુષ્ય-તિર્યંચો જ કરે છે. દેવો અને નારકો મનુષ્ય તિર્યંચાયુ વર્જી શેષ ચૌદ પ્રકૃતિઓ ભવપ્રત્યયે જ બાંધતા નથી તેમજ મનુષ્ય-તિર્યંચાયુનો જઘન્ય રસબંધ જઘન્ય સ્થિતિબંધ વખતે થાય છે અને ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્ય સ્થિતિવાળા મનુષ્ય-તિર્યંચોમાં દેવો અને નારકો ઉત્પન્ન થતા જ નથી. તેથી આ બે આયુષ્યનો પણ જઘન્ય રસબંધ દેવો કે નારકો કરતા નથી. તેથી ઉપરોક્ત જીવો જ આ સોળે પ્રકૃતિના જઘન્ય રસબંધના સ્વામી છે. ત્યાં સૂક્ષ્મત્રિક, વિકલત્રિક - અને નરકત્રિક એ નવ પ્રકૃતિઓનો અશુભ હોવાથી ત~ાયોગ્ય વિશુદ્ધ પરિણામે વૈક્રિયદ્વિકનો શુભ હોવા છતાં તથાસ્વભાવે અતિસંક્લિષ્ટ પરિણામે અને શેષ પાંચ પ્રકૃતિઓનો શુભ હોવાથી ત~ાયોગ્ય સંક્લિષ્ટ પરિણામે મનુષ્ય-તિર્યંચો જઘન્ય રસબંધ કરે છે એમ સમજવું.
નરક વિના શેષ ત્રણ ગતિના પરાવર્તમાન-મધ્યમ પરિણામી જીવો સ્થાવર અને એકેન્દ્રિય જાતિનો એકથી ચાર સમય અને અતિસંક્લિષ્ટ પરિણામી ઈશાન સુધીના દેવો આતપ નામકર્મનો એકથી બે સમય જઘન્ય રસબંધ કરે છે.
પરાવર્તમાન-મધ્યમ પરિણામી એટલે અંતઃકોડાકોડી સાગરોપમથી પ્રતિપક્ષી શુભ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી વર્તતા મિથ્યાષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિ જીવો એકથી ચાર સમય સુધી સ્થિર-અસ્થિર, શુભ, અશુભ, યશ-અયશ અને સાતા-અસાતા એ આઠનો જઘન્ય રસબંધ કરે છે. વધારે વિશુદ્ધ પરિણામે સ્થિરાદિ શુભ પ્રકૃતિઓનો અને વધારે સંક્લિષ્ટ પરિણામે અસ્થિરાદિ અશુભ પ્રકૃતિઓનો મધ્યમ અથવા ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. માટે પરવર્તમાન મધ્યમ પરિણામી કહેલ છે.
અતિસંક્લિષ્ટ પરિણામી ચારે ગતિના જીવો યથાસંભવ નારક અને તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓ સાથે ત્રસ ચતુષ્ક, શુભવર્ણ ચતુષ્ક, તૈજસ ચતુષ્ક, પરાઘાત, ઉચ્છવાસ અને પંચેન્દ્રિય જાતિ એ પંદર પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કરે છે, પરંતુ ઈશાન સુધીના દેવો અતિસંક્લિષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતા હોવાથી પંચેન્દ્રિય જાતિ તથા ત્રસ નામકર્મનો જઘન્ય રસબંધ કરતા નથી.
તપ્રાયોગ્ય વિશુદ્ધચારે ગતિના મિથ્યાષ્ટિઓ નપુંસકવેદ અને સ્ત્રીવેદનો જઘન્ય રસબંધ કરે છે, કારણ કે તેથી વધારે વિશુદ્ધ પરિણામે ફક્ત પુરુષવેદનો જ બંધ કરે છે.
પરાવર્તમાન-મધ્યમ પરિણામી ચારે ગતિના મિથ્યાષ્ટિઓ મનુષ્યદ્ધિક, બે વિહાયોગતિ, છ સંઘયણ, છ સંસ્થાન, સૌભાગ્યત્રિક, દૌર્ભાગ્યત્રિક અને ઉચ્ચગોત્ર આ ત્રેવીસ પ્રકૃતિઓનો એકથી ચાર સમય સુધી જઘન્ય રસબંધ કરે છે. તેથી વધારે વિશુદ્ધિએ વર્તતા ઉપરોક્ત