________________
પંચમદ્વાર-સારસંગ્રહ
ઉત્કૃષ્ટ રસબંધ કરે એમ કહ્યું છે.
શેષ પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, અસાતાવેદનીય, હાસ્ય, રતિ, સ્ત્રી તથા પુરુષવેદ વિના મોહનીયની બાવીસ, હુંડક સંસ્થાન, અશુભ વર્ણચતુષ્ક, અશુભ વિહાયોગતિ ઉપઘાત, અસ્થિર ષટક્, નીચગોત્ર અને પાંચ અંતરાય—આ છપ્પન પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ અતિસંક્લિષ્ટ પરિણામી ચારે ગતિના મિથ્યાત્વીઓ કરે છે.
જઘન્ય રસબંધના સ્વામી
૭૬૩
સૂક્ષ્મ સં૫રાય-ચરમસમયવર્તી ક્ષપક પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, અને પાંચ અંતરાય એ ચૌદનો, અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકવર્તી ક્ષપક સ્વ-સ્વબંધ વિચ્છેદ સમયે પુરુષવેદ તથા સંજવલન ચતુષ્ક એ પાંચનો અને અપૂર્વકરણવરત્ત્ત ક્ષપક સ્વસ્વબંધ વિચ્છેદ સમયે નિદ્રાદ્વિક, અશુવર્ણ ચતુષ્ક, ઉપઘાત્ત, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા—આ અગિયારનો એક સમયમાત્ર જઘન્ય રૅસબંધ કરે છે. કારણ કે આ સર્વ પ્રકૃતિઓ અશુભ છે. તેથી તે તે પ્રકૃતિના બંધમાં જે જીવ અતિવિશુદ્ધિવાળો હોય તે જ તેનો તેનો જઘન્ય રસબંધ કરે છે.
મિથ્યાત્વ મોહનીય, અનંતાનુબંધી ચતુષ્ક અને થીણદ્વિત્રિક એ આઠનો એકીસાથે સમ્યક્ત્વ અને ચારિત્ર પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી મિથ્યાત્વી, અપ્રત્યાખ્યાનીય ચતુષ્કનો એકીસાથે ક્ષાયિક સમ્યક્ત્વ અને સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી અવિરતિ સમ્યગ્દષ્ટિ, પ્રત્યાખ્યાનીય ચતુષ્કનો સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી દેશવિરતિ, અને અતિ તથા શોકનો અપ્રમત્તાભિમુખ પ્રમત્તયતિ જઘન્ય રસબંધ કરે છે, કારણ કે આ પ્રકૃતિઓના બંધક જીવોમાં આ જ જીવો અતિવિશુદ્ધ છે.
તિર્યંચદ્ધિક અને નીચગોત્રનો જઘન્ય ૨સબંધ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર મિથ્યાત્વના ચરમસમયે વર્તતો સપ્તમ પૃથ્વીનો નારક કરે છે, કારણ કે આ ત્રણે અશુભ પ્રકૃતિઓ છે. તેથી તેના બંધમાં અતિવિશુદ્ધ પરિણામી જીવો હોય છે. તે જ તેનો જઘન્ય રસબંધ કરી શકે અને એટલી વિશુદ્ધિમાં વર્તતા અન્ય જીવો દેવ કે મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા હોવાથી આ ત્રણ પ્રકૃતિઓ બાંધતા જ નથી. માત્ર સાતમી પૃથ્વીનો નારક મિથ્યાત્વાવસ્થામાં આ જ પ્રકૃતિઓ બાંધે છે. તેથી તે જ જઘન્ય રસબંધ કરે છે.
પ્રમત્તાભિમુખ અપ્રમત્તયતિ આહારકક્રિકનો અને નરકાયુ બાંધી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી જિનનામનો બંધ કરનાર મનુષ્ય મિથ્યાત્વ અને નરકાભિમુખ અવસ્થામાં ચોથા ગુણસ્થાનકના ચરમસમયે જિનનામકર્મનો જઘન્ય રસબંધ કરે છે. આ ત્રણે પુણ્યપ્રકૃતિઓ છે અને પુણ્યપ્રકૃતિઓનો જઘન્ય રસબંધ તે તે પ્રકૃતિઓના બંધક જીવોમાં જે વધારેમાં વધારે સંક્લિષ્ટ પરિણામી હોય તે જ જીવો કરે છે. આ ત્રણે પ્રકૃતિના બંધમાં ઉપરોક્ત જીવો જ વધારેમાં વધારે સંક્લિષ્ટ પરિણામી છે. માટે તે જઘન્ય રસબંધના સ્વામી કહેલ છે. એમ સર્વત્ર સમજવું.
ઔદારિકદ્ધિક અને ઉદ્યોત નામકર્મનો જઘન્ય રસબંધ અતિસંક્લિષ્ટ પરિણામે નારકો અનેં સહસ્રાર સુધીના દેવો કરે છે. કારણ કે અતિસંક્લિષ્ટ પરિણામે મનુષ્ય તિર્યંચો નરક પ્રાયોગ્ય બંધ ક૨તા હોવાથી આ પ્રકૃતિઓનો બંધ કરતા જ નથી અને આનતાદિ દેવો મનુષ્ય