________________
૭૬૨
પંચસંગ્રહ-૧
ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. આ બંને પાપપ્રકૃતિઓ હોવાથી અતિસંક્લિષ્ટ પરિણામે જ્યારે આ બન્નેની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસ બંધાય છે. મનુષ્ય તિર્યંચોને અતિસંક્ષિણ પરિણામે નરક પ્રાયોગ્ય બંધ થતો હોવાથી આ પ્રવૃતિઓનો બંધ થતો નથી અને મધ્યમ પરિણામે અઢાર કોડાકોડી સાગરોપમ સુધીની મધ્યમ સ્થિતિ જ બંધાય છે અને રસ પણ મધ્યમ પડે છે, જયારે નારકો અને સનસ્કુમારાદિ દેવો તો તથાસ્વભાવે આ બે પ્રકૃતિઓ બાંધતા નથી.
ત~ાયોગ્ય વિશુદ્ધ પરિણામી ઈશાન સુધીના દેવો આતપ નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. આ પ્રવૃતિઓ શુભ હોવા છતાં એકેન્દ્રિય જાતિ સાથે જ બંધાય છે અને અતિવિશુદ્ધિમાં વર્તતા આ દેવો પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે છે. માટે ત~ાયોગ્ય વિશુદ્ધ ઈશાન સુધીના દેવો કહ્યા છે. વળી આતપ નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ થાય તેવા વિશુદ્ધ પરિણામે મનુષ્ય-તિર્યંચો એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતા નથી, પરંતુ પંચેન્દ્રિય તિર્યંચાદિ પ્રાયોગ્ય જ બંધ કરે છે. તેમજ નારકો તથા સનકુમારાદિ દેવો તથાસ્વભાવે જ આ પ્રકૃતિ બાંધતા નથી માટે ઉક્ત દેવો જ આનો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે.
અતિસંક્લિષ્ટ પરિણામી નારકો તથા સહસ્ત્રાર સુધીના દેવો તિર્યંચદ્ધિક અને છેવટ્ટા સંઘયણનો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. આ ત્રણે પ્રકૃતિઓ અશુભ હોવાથી અતિસંક્લિષ્ટ પરિણામે
જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસ બંધાય છે, મનુષ્યો અને તિર્યંચો અતિસંક્લિષ્ટ પરિણામે નરક પ્રાયોગ્ય જ બંધ કરતા હોવાથી આ પ્રવૃતિઓ બાંધતા નથી અને મધ્યમ સંક્લેશે મધ્યમ સ્થિતિ બંધાતી હોવાથી રસ પણ મધ્યમ જ બંધાય છે. તેમજ આનતાદિ દેવો તથાસ્વભાવે જ તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરતા નથી. માટે ઉક્ત જીવો જ એ ત્રણેનો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. એટલી વિશેષતા છે. છેવટ્ટા સંઘયણના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી ઈશાન પછીના દેવો હોય છે.
| વિકલત્રિક, સૂક્ષ્મત્રિક, નરકત્રિક તથા મનુષ્ય-તિર્યંચનું આયુ આ અગિયાર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદૃષ્ટિ મનુષ્ય અને તિર્યંચો જ કરે છે. કારણ કે પ્રથમની નવ પ્રકૃતિઓ દેવો અને નારકો ભવસ્વભાવે જ બાંધતા નથી. મનુષ્ય તિર્યંચાયુનો તેઓ બંધ કરે છે, પરંતુ તે બંને આયુષ્યનો ઉત્કૃષ્ટ રસબંધ ત્રણ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે જ થાય છે. જ્યારે દેવો તથા નારકો તથાસ્વભાવે જ અસંખ્યાતવર્ષ પ્રમાણ મનુષ્ય-તિર્યંચાયુનો બંધ કરતા નથી. માટે આ અગિયારનો ઉત્કૃષ્ટ રસબંધ મનુષ્ય-તિર્યંચો જ કરે છે.
ત્યાં સૂક્ષ્મત્રિક, વિકલત્રિક અને નરકાયુ એ સાતનો અતિસંક્લિષ્ટ પરિણામે બંધ જ ન થતો હોવાથી ત–ાયોગ્ય સંક્લિષ્ટ પરિણામે, નરકદ્ધિકનો અતિસંક્લિષ્ટ પરિણામે અને મનુષ્યતિર્યંચાયુ શુભ છે, છતાં અતિવિશુદ્ધ પરિણામે તેનો બંધ ન થતો હોવાથી તદ્યોગ્ય વિશુદ્ધ પરિણામે તે બંને આયુષ્યનો મિથ્યાદષ્ટિ મનુષ્ય-તિર્યંચો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. એ વિશેષતા છે.
મધ્યમનાં ચાર સંઘયણ, ચાર સંસ્થાન, હાસ્ય, રતિ, સ્ત્રીવેદ અને પુરુષવેદ આ બાર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ તત્વાયોગ્ય સંક્લિષ્ટ ચારે ગતિના મિથ્યાષ્ટિઓ કરે છે. આ સઘળી પ્રકૃતિઓ અશુભ હોવા છતાં પરાવર્તમાન છે તેથી અતિસંક્લિષ્ટ પરિણામે તેનાથી પણ અશુભતર અન્તિમ સંઘયણાદિ પ્રતિપક્ષ પ્રકૃતિઓનો જ બંધ થતો હોવાથી ત~ાયોગ્ય સંક્લિષ્ટ પરિણામે