SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમઢાર-સારસંગ્રહ ૭૬૫ ત્રેવસમાંની શુભ પ્રકૃતિઓનો અને વધારે સંક્લિષ્ટતામાં વર્તતા અત્યંત અશુભ પ્રવૃતિઓનો જ મધ્યમ કે ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. તેમજ સમ્યગ્દષ્ટિઓ મનુષ્યદ્ધિક, શુભ વિહાયોગતિ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, ઉચ્ચગોત્ર અને સૌભાગ્યત્રિક આ નવ સિવાયની ચૌદ પ્રકૃતિઓ બાંધતા જ નથી. તેમજ આ નવ પ્રકૃતિઓ બાંધે છે પણ તેઓનો યથાસંભવ મધ્યમ કે ઉત્કૃષ્ટ જ રસ બંધાય છે. માટે પરાવર્તમાન-મધ્યમ પરિણામી મિથ્યાત્વી જ જઘન્ય રસબંધક કહ્યા છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ તથા જઘન્ય રસબંધના સ્વામી કહ્યા. તેના પ્રસંગથી આ ઉત્કૃષ્ટ જઘન્ય રસબંધ કેટલા કાળ સુધી થાય તેનું સામાન્યથી વર્ણન કરે છે જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અથવા જઘન્ય રસબંધ ગુણાભિમુખ અથવા દોષાભિમુખ અવસ્થામાં જ થતો હોય ત્યાં તે જઘન્યથી કે ઉત્કૃષ્ટથી એક જ સમય થાય છે. વળી જે પ્રકૃતિઓનો ગુણાભિમુખ કે દોષાભિમુખ અવસ્થા વિના માત્ર અતિસંક્લિષ્ટ કે અતિવિશુદ્ધ પરિણામે ઉત્કૃષ્ટ કે જઘન્ય રસબંધ થતો હોય ત્યાં તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે સમય થાય છે. જે પ્રકૃતિઓનો પરાવર્તમાન મધ્યમ પરિણામે રસબંધ થતો હોય ત્યાં તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચાર સમય થાય છે. (૩) અલ્પબદુત્વ એક સમયે એક જીવના સર્વ આત્મપ્રદેશોમાં થતો વીર્યવ્યાપાર તે એક યોગસ્થાન કહેવાય છે. તે યોગસ્થાનો સર્વ જીવ આશ્રયી-ઘનીકૃતલોકની સાતરાજ પ્રમાણ એક શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા અર્થાત્ અસંખ્ય છે. જીવો અનંત હોવા છતાં એકેક યોગસ્થાનમાં અનંતા સ્થાવર જીવો અને ઉત્કૃષ્ટથી અસંખ્ય ત્રસ જીવો હોય છે. તેથી યોગસ્થાનો તો અસંખ્યાતા જ છે. એકેક યોગસ્થાનમાં વર્તતા જીવો લગભગ દરેક પ્રકૃતિઓ બાંધે છે, તેમજ કર્મગ્રંથાદિમાં સ્કૂલ દષ્ટિએ એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓ કહી છે પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ એક પ્રકૃતિના અસંખ્યઅસંખ્ય ભેદો હોય છે. શાસ્ત્રોમાં જેમ ચારે આનુપૂર્વીઓનાં લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશ પ્રમાણ અને અવધિજ્ઞાનાવરણ તથા અવધિદર્શનાવરણના અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ભેદો કહ્યા છે તેમ યથાસંભવ દરેક પ્રકૃતિના હોય છે. એક એક પ્રકૃતિના રસની અપેક્ષાએ અનંત ભેદો પણ પડે છે. પણ અહીં તેની વિવક્ષા કરી નથી. તેથી યોગસ્થાનો કરતાં પ્રકૃતિભેદો અસંખ્યાતગુણા છે. એકેક પ્રકૃતિના જઘન્ય સ્થિતિસ્થાનથી સમય-સમયની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી પૂર્વે બતાવ્યા મુજબ અસંખ્યાતા સ્થિતિભેદો અથવા સ્થિતિસ્થાનો થતાં હોવાથી પ્રકૃતિભેદોથી સ્થિતિભેદો અસંખ્યગુણ છે અને એકેક સ્થિતિભેદના કારણભૂત પૂર્વે બતાવ્યા મુજબ કષાયજન્ય અધ્યવસાય સ્થાનો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોવાથી સ્થિતિભેદોની અપેક્ષાએ સ્થિતિબંધના અધ્યવસાયો અસંખ્યગુણ છે. સ્થિતિબંધના એકેક અધ્યવસાયમાં રસબંધના કારણભૂત વેશ્યા સહકૃત કષાયજન્ય રસબંધનાં અધ્યવસાયસ્થાનો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેથી સ્થિતિબંધના
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy