________________
પંચસંગ્રહ-૧
૭૬૦
અવ છે.
નામ અને વેદનીયકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષપક સૂક્ષ્મસંપરાયના ચરમસમયે કરે છે. ત્યારપછી બંધવિચ્છેદ થાય છે. માટે તે સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે .સિવાય સર્વકાલ અનુત્કૃષ્ટ રસબંધ કરે છે. ઉપશાંતમોહે રસબંધ કરતો નથી. ત્યાંથી પડતો અનુત્કૃષ્ટ કરે માટે સાદિ, અબંધસ્થાન અથવા ઉત્કૃષ્ટ રસબંધસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોય છે.
આ બન્ને કર્મના સમ્યગ્દષ્ટિને પરાવર્તમાન મધ્યમ પરિણામે જઘન્ય અને સંક્લિષ્ટ કે વિશુદ્ધ પરિણામે અજઘન્ય, પુનઃ પરાવર્તમાન મધ્યમ પરિણામે જઘન્ય અને સંક્લિષ્ટ કે વિશુદ્ધ પરિણામે અજઘન્ય એમ વારાફરતી અનેક વાર થતા હોવાથી તે સાદિ-અધ્રુવ છે.
ગોત્રકર્મનો નીચગોત્ર આશ્રયી જઘન્ય રસબંધ ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિના પૂર્વસમયે એટલે કે મિથ્યાત્વના ચરમસમયે સાતમી નરકનો નારક એક સમય જ કરે છે. માટે તે સાદિ અધ્રુવ છે. વળી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી તેનો ઉચ્ચગોત્રની અપેક્ષાએ અજઘન્ય રસબંધ કરે છે. ત્યારે અજઘન્યની સાદિ, જઘન્ય રસબંધના સ્થાનને અથવા બંધવિચ્છેદ સ્થાનને નહિ પ્રાપ્ત કરેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે.
ગોત્રકર્મના ઉત્કૃષ્ટ રસબંધના બે અને અનુષ્કૃષ્ટ રસબંધના સાઘાદિ ચારે પ્રકારો વેદનીયકર્મની જેમ જ છે.
આયુષ્યકર્મ અવબંધી હોવાથી તેના દરેક બંધો સાદિ અને અધ્રુવ એમ બે જ પ્રકારે છે.
તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, નિર્માણ અને શુભવર્ણચતુષ્ક એ આઠ શુભ ધ્રુવબંધી પ્રકૃતિઓનો સંજ્ઞી-પંચેન્દ્રિય મિથ્યાર્દષ્ટિ અતિસંક્લિષ્ટ પરિણામે જઘન્ય અને શેષકાળે અજઘન્ય, પુનઃ અતિસંક્લિષ્ટ પરિણામે જઘન્ય અન્યથા અજઘન્ય એમ પર્યાયે રસબંધ કરતો હોવાથી બન્ને રસબંધ સાદિ-અધ્રુવ છે. આ આઠે પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસબંધના બે અને અનુષ્કૃષ્ટ રસબંધના ચાર પ્રકાર વેદનીયકર્મની જેમ જ સમજવા. માત્ર એ આઠનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષપક અપૂર્વકરણે સ્વબંધવિચ્છેદ સમયે એક સમય માત્ર કરે છે એટલી વિશિષ્ટતા છે.
મિથ્યાત્વ, થીણદ્વિત્રિક અને અનંતાનુબંધી ચતુષ્ક એ આઠનો એકીસાથે સમ્યક્ત્વ અને સર્વવિરતિની પ્રાપ્તિ કરનાર મિથ્યાર્દષ્ટિને મિથ્યાત્વના ચરમસમયે, અપ્રત્યાખ્યાનીય ચતુષ્કનો ક્ષાયિક સમ્યક્ત્વ સહિત સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચતુર્થ ગુણસ્થાનકના ચરમસમયે, પ્રત્યાખ્યાનીય ચતુષ્કનો સર્વવિરતિ પ્રાપ્ત કરનારને પંચમ ગુણસ્થાનકના ચરમસમયે, નિદ્રાદ્ધિક, અશુભવર્ણ ચતુષ્ક, ઉપઘાત, ભય અને જુગુપ્સાનો ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાને સ્વસ્વબંધવિચ્છેદ સમયે, ચાર સંજ્વલનનો નવમા ગુણસ્થાને સ્વ-સ્વબંધવિચ્છેદ સમયે અને પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો દશમા ગુણસ્થાનકના ચરમસમયે સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. પછી બંધવિચ્છેદ થાય છે તેથી તે સાદિ-અધ્રુવ છે. પોતપોતાના અબંધસ્થાનથી પડેલાને પુનઃ બંધ શરૂ થાય ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, અબંધસ્થાનને અથવા જઘન્ય રસબંધના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને