________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૫૯
જઘન્યસ્થિતિબંધમાં જઘન્યરસ અને શુભ પ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધમાં ઉત્કૃષ્ટરસ બંધાતો હોવાથી શુભ છે.
તિર્યંચાદિ ત્રણ આયુષ્યનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ વિશુદ્ધિએ થાય છે અને તે વખતે તેમાં રસ પણ ઉત્કૃષ્ટ બંધાય છે માટે તે શુભ છે. અને જઘન્યસ્થિતિબંધ સંક્લિષ્ટ પરિણામે બંધાય છે તેમજ તે સમયે રસ પણ જઘન્ય બંધાય છે. માટે તે અશુભ છે.
રસબંધ આ વિષયમાં (૧) સાદ્યાદિ, (૨) સ્વામિત્વ, અને (૩) અલ્પબદુત્વ. આ ત્રણ સંબંધી વિચાર કરવાનો છે.
(૧) સાદ્યાદિ સાઘાદિ પ્રરૂપણા મૂળ અને ઉત્તરકમ આશ્રયી બે પ્રકારે છે.
ત્યાં ચાર ઘાતકર્મનો અજઘન્ય રસબંધ સાદ્યાદિ ચાર પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ બંધો સાદિ–અદ્ભવ એમ બે પ્રકારે છે. તેથી આ ચારે કર્મના દશ, દશ, ભાંગા છે, નામ અને વેદનીયકર્મનો અનુત્કૃષ્ટ રસબંધ સાદ્યાદિ ચાર પ્રકારે અને ઉત્કૃષ્ટાદિ શેષ ત્રણ સાદિ–અધ્રુવ એમ બે પ્રકારે છે. તેથી એ બે કર્મના પણ દશ, દશ, ભાંગા થાય છે. ગોત્રકર્મનો અનુત્કૃષ્ટ અને અજઘન્ય સાદિ–અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી તેના બાર તેમજ આયુષ્યના ચારે બંધ બેબે પ્રકારે હોવાથી આઠ, એમ આઠે મૂળકર્મના મળી એંશી ભાંગા થાય છે.
શુભધ્રુવબંધી આઠ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ રસબંધ ચાર પ્રકારે અને શેષ ત્રણ બંધ બે-બે પ્રિકારે હોવાથી એક એક પ્રકૃતિના દશ દશ ભાંગા થતાં કુલ એશી. શેષ તેતાળીસ અશુભ ધ્રુવબંધી પ્રકૃતિઓનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે અને શેષ ત્રણ બે-બે પ્રકારે એમ એક એકના દશ દશ ભાંગા થવાથી કુલ ચારસો ત્રીસ.
ધ્રુબંધી પ્રકૃતિઓ સુડતાળીસ જ છે, પરંતુ વર્ણચતુષ્ક શુભ-અશુભ બન્ને પ્રકારમાં ગણાવેલ હોવાથી અહીં એકાવન થાય છે.
તોત્તેર અધ્રુવબંધી પ્રકૃતિઓના ચારે રસબંધો બે બે પ્રકારે હોવાથી એક એકના આઠ આઠ ભાંગા થવાથી કુલ પાંચસો ચોરાશી ભાંગા થાય છે. આ રીતે કુલ એકસો ચોવીસ ઉત્તરપ્રકૃતિઓની અપેક્ષાએ કુલ એક હજાર ચોરાણું (૧૦૯૪) ભાંગા થાય છે.
ત્યાં ચારે ઘાતકર્મનો જઘન્ય રસબંધ સંપકને સ્વબંધના અન્ય સમયે એક જ સમય પ્રમાણ થાય છે પછી બંધવિચ્છેદ થાય છે માટે તે સાદિ અધુવ છે. તે સિવાયનો સઘળો રસબંધ અજઘન્ય છે. તેમાં સૂક્ષ્મપરાયે મોહનીયનો અને ઉપશાંતમોહે શેષ ત્રણ કર્મનો પણ બંધ નથી, ત્યાંથી પડતો બંધ શરૂ કરે ત્યારે અજઘન્ય સાદિ, અબંધ અથવા જઘન્ય રસબંધના સ્થાનને નહિ પામેલાને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધુવ હોય છે.
આ ચારે કર્મનો મિથ્યાદષ્ટિ, સંજ્ઞી-પંચેન્દ્રિય અતિસંક્લિષ્ટ પરિણામે એક બે સમય સુધી ઉત્કૃષ્ટ અને શેષકાળ અનુત્કૃષ્ટ એમ વારાફરતી બંને બંધો અનેક વાર કરતા હોવાથી સાદિ