________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૩૫
છવ્વીસ, અઠ્ઠાવીસ, ઓગણત્રીસ, ત્રીસ અને એકત્રીસનો બંધ કરે ત્યારે પ્રથમ સમયે એકથી છ સુધીના ભૂયસ્કાર થાય.
એકના બંધથી પડતાં અઠ્ઠાવીસથી એકત્રીસ સુધીની પ્રકૃતિઓનો બંધ કરતાં જે ભૂયસ્કાર થાય છે તે પ્રથમ જણાવેલ છ ભૂયસ્કારમાં જ આવી જાય છે તેથી અવધિના ભેદથી જુદા ભૂયસ્કાર ગણાતા નથી.
શ્રેણિમાં યથાસંભવ અઠ્ઠાવીસથી એકત્રીસ પ્રકૃતિ બાંધતાં આઠમાના સાતમા ભાગે એકના બંધસ્થાને જાય ત્યારે પ્રથમ સમયે પહેલો ઉપશમશ્રેણિમાં એકત્રીસ પ્રકૃતિ બાંધતાં કાળ કરી અનુત્તર વિમાનમાં જઈ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ત્રીસ બાંધતાં પ્રથમ સમયે બીજો, ત્યાંથી મનુષ્યમાં આવી જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ઓગણત્રીસ બાંધતાં પ્રથમસમયે ત્રીજો, મનુષ્ય કે તિર્યંચ પ્રાયોગ્ય ઓગણત્રીસ પ્રકૃતિ બાંધતાં અધ્યવસાયના અનુસાર અઠ્ઠાવીસ વગેરે બાંધે ત્યારે પ્રથમસમયે અઠ્ઠાવીસ, છવ્વીસ, પચીસ અને ત્રેવીસ પ્રકૃતિના બંધસ્વરૂપ ચારથી સાત સુધીના ચાર એમ કુલ સાત અલ્પતર બંધ હોય છે.
જ્ઞાનાવરણીય અને અંતરાયમાં પાંચ પ્રકૃતિ સ્વરૂપ અને વેદનીય, આયુષ્ય તથા ગોત્રમાં એક જ પ્રકૃતિ સ્વરૂપ એકેક બંધસ્થાન હોવાથી આ પાંચે કર્મમાં એક એક અવસ્થિતબંધ હોય છે.
ઉપશાન્તમોહ ગુણસ્થાનકે અબંધક થઈ પડતાં વેદનીય સિવાય ચાર કર્મનો બંધ શરૂ કરે ત્યારે પ્રથમ સમયે દરેકનો એક એક અવક્તવ્યબંધ થાય છે. ચૌદમા ગુણસ્થાનકે અબંધક થઈ ત્યાંથી પડવાનો અભાવ હોવાથી વેદનીયકર્મનો અવક્તવ્યબંધ થતો નથી. " આ પાંચે કર્મનું એક એક બંધસ્થાન હોવાથી ભૂયસ્કાર તથા અલ્પતર સંભવતા જ નથી.
સર્વ ઉત્તરપ્રકૃતિનાં બંધસ્થાનાદિ ૧, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૬ અને દર વિના પ૩થી ૭૪ સુધી એમ કુલ ૨૯ બંધસ્થાનો છે. તેથી અવસ્થિત બંધસ્થાન પણ ઓગણત્રીસ. (૨૯) છે.
સર્વ ઉત્તરપ્રકૃતિઓનો બંધવિચ્છેદ થયા પછી ફરીથી બંધનો અભાવ હોવાથી અવક્તવ્યબંધ નથી.
સત્તરથી ચુંમાર સુધીનાં બંધસ્થાનોના કુલ અઠ્ઠાવીસ ભૂયસ્કાર થાય છે. તે આ પ્રમાણે
- ઉપશાંતમોહ ગુણસ્થાને એક પ્રકૃતિનો બંધ કરતો સૂક્ષ્મસંપરામે આવી મતિજ્ઞાનાવરણીય આદિ સોળ પ્રકૃતિ અધિક બાંધતાં પ્રથમ સમયે સત્તરપ્રકૃતિના બંધસ્વરૂપ પહેલો ભૂયસ્કાર, ત્યાંથી પડતો નવમા ગુણસ્થાને આવી સંજવલન લોભાદિક ચાર તથા પુરુષવેદ એ પાંચમાંથી અનુક્રમે એક એક પ્રકૃતિ અધિક બાંધતાં અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ અને બાવીસના બંધ વખતે પ્રથમ સમયે બેથી છ સુધીના પાંચ ભૂયસ્કાર થાય. ત્યાંથી આઠમા ગુણસ્થાને આવતાં હાસ્યાદિ ચાર પ્રકૃતિ સહિત છવ્વીસ બાંધતાં પ્રથમ સમયે સાતમો, ત્યાંથી નીચે પડતાં તે જ ગુણસ્થા