________________
૭૩૪
પંચસંગ્રહ-૧
ત્રણે ઉદયસ્થાન તથા સત્તાસ્થાન અવસ્થિત પણ થાય છે. વળી આઠથી સાતના અને સાતથી ચારના ઉદયસ્થાન તથા સત્તાસ્થાને જતાં પ્રથમ સમયે બે અલ્પતર થાય છે. ઉપશાંતમોહ ગુણસ્થાનેથી પડતાં સાતના ઉદયને બદલે આઠનો ઉદય થાય ત્યારે પ્રથમ સમયે એક ભૂયસ્કાર થાય છે. ચારના ઉદયસ્થાનથી સાત કે આઠના ઉદયસ્થાને અને ચાર તથા સાતનાં સત્તાસ્થાનથી આગળના સત્તાસ્થાને જવાનો અભાવ હોવાથી ત્યાં ભૂયસ્કાર થતા નથી. સર્વ પ્રકૃતિઓના ઉદય અને સત્તાના અભાવ પછી ફરીથી ઉદય કે સત્તા થવાનો અભાવ હોવાથી અવક્તવ્યોદય અને અવક્તવ્ય સત્તાસ્થાન સંભવતા નથી.
દર્શનાવરણીય કર્મનાં નવ, છ અને ચાર એમ ત્રણ બંધસ્થાન છે. તેથી અવસ્થિત બંધ પણ ત્રણ છે. નવથી છ અને છથી ચારના બંધસ્થાને જતાં પ્રથમ સમયે અનુક્રમે પહેલો તથા બીજો એમ બે અલ્પતર અને ચારથી છ તથા છથી નવના બંધસ્થાને જતાં પ્રથમ સમયે અનુક્રમે પહેલો તથા બીજો એમ બે ભૂયસ્કાર થાય છે. ઉપશાંતમોહ ગુણસ્થાનેથી કાલક્ષયે પડતાં સૂક્ષ્મસંપાયે ચાર બાંધતાં અને ભવક્ષયે પડતાં અવિરતિ ગુણસ્થાને છ બાંધતાં પ્રથમ સમયે બે અવક્તવ્ય બંધ થાય છે.
બાવીસ, એકવીસ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિરૂપ મોહનીયનાં દશ બંધસ્થાનો છે. તેથી અવસ્થિત બંધ પણ દશ છે.
ઉપશમશ્રેણિથી કાલક્ષયે પડતાં નવમા ગુણસ્થાને એક સંજ્વલન લોભ બાંધે ત્યારે પ્રથમ સમયે પહેલો અને ભવક્ષયે અનુત્તર વિમાનમાં (દેવલોકમાં) જઈ સત્તર બાંધે ત્યારે પ્રથમ સમયે બીજો એમ બે અવક્તવ્ય બંધ હોય છે.
નવમાં ગુણસ્થાનકે સંજવલન લોભરૂપ એક પ્રકૃતિ બાંધતો આત્મા ત્યાંથી પડતાં અનુક્રમે ચોથા ગુણસ્થાનક સુધી આવી સાસ્વાદને થઈ પ્રથમ ગુણસ્થાને આવે ત્યારે અનુક્રમે બે, ત્રણ, ચાર, પાંચ, નવ, તેર, સત્તર, એકવીસ અને બાવીસ પ્રકૃતિના બંધના પ્રથમ સમયે કુલ નવ ભૂયસ્કાર થાય.
મિથ્યાત્વેથી સાસ્વાદને જવાનો અભાવ હોવાથી એકવીસનો અને બાવીસથી મોટી સંખ્યા ન હોવાથી બાવીસનો એમ તે બે વર્જી ઉપરના ગુણસ્થાનકે જતાં બાવીસથી સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિ બાંધતાં પ્રથમ સમયે અનુક્રમે આઠ અલ્પતર બંધ થાય છે.
ત્રેવીસ, પચીસ, છબ્બીસ, અઠ્ઠાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ અને એક એમ નામકર્મના આઠ બંધસ્થાનક હોવાથી અવસ્થિત બંધ પણ આઠ જ છે.
ઉપશાન્તમોહથી કાલક્ષયે પડતાં સૂક્ષ્મસંપરામે આવી યશકીર્તિ બાંધે ત્યારે પ્રથમ સમયે પહેલો તથા ભવક્ષયે પડતાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ મનુષ્ય પ્રાયોગ્ય ઓગણત્રીસ બાંધે ત્યારે પ્રથમ સમયે બીજો અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ત્રીસ બાંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજો એમ કુલ ત્રણ અવક્તવ્યબંધ હોય છે.
ત્રેવીસ આદિ પ્રકૃતિ બાંધતાં અધ્યવસાયના પરાવર્તનથી યથાસંભવ અનુક્રમે પચીસ,