________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૩૩
અહીં બંધ પ્રકરણ ચાલુ હોઈ પ્રકૃતિબંધાદિ ચારમાં ઘટાવશે, ઉદયાદિ શેષ ત્રણમાં ઉદયાદિના પ્રસંગે ઘટાવશે.
અહીં એટલું યાદ રાખવું કે–ઉપરના ગુણસ્થાનકથી પડીને નહિ આવેલા તેમજ ઉપરના ગુણસ્થાનકે જવાની તૈયારી વિનાના પહેલા ગુણસ્થાને રહેલા જીવોને જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ કે જઘન્ય બંધાદિ થતા હોય તે પ્રકૃતિઓના અનુત્કૃષ્ટ કે અજઘન્ય પણ સાદિ-અધુવ એમ બે પ્રકારે જ હોય છે. વળી ઉપરનાં ગુણસ્થાનોમાં રહેલા અથવા ઉપરના ગુણસ્થાનેથી પડીને પહેલા ગુણસ્થાને આવેલા કે પહેલા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકે જવાની તૈયારીવાળા જીવોને જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ કે જઘન્ય બંધાદિક થતા હોય તે પ્રકૃતિઓના અનુત્કૃષ્ટ કે અજઘન્ય બંધાદિ સાદ્યાદિ ચાર પ્રકારે હોય છે અને જ્યાંથી પડવાનો અભાવ છે એવા ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિ ત્રણ તથા ક્ષીણમોહે રહેલ જીવોને જ જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ કે જઘન્ય બંધાદિક થતા હોય તે પ્રકૃતિઓના અનુત્કૃષ્ટ કે અજઘન્ય બંધ સાદ્યાદિ ચાર પ્રકારે અને ઉદયાદિ સાદિ વિના ત્રણ પ્રકારે પણ હોય છે. આ સામાન્ય હકીકત છે. પરંતુ બંધમાં તથા મોહનીયકર્મના ઉદય અને ઉદીરણામાં તફાવત છે તે યથાસ્થાને બતાવવામાં આવશે.
બંધાદિ દરેક ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્યના ભેદથી ચાર ચાર પ્રકારે છે. ચાલુ અંધાદિ કરતાં એકાદિ પ્રકૃતિના બંધાદિ અધિક થાય ત્યારે પ્રથમ સમયે અલ્પતર, પ્રથમ સમયે ભૂયસ્કાર, ચાલુ બંધાદિ કરતાં એકાદિ પ્રકૃતિના બંધાદિહીન થાય ત્યારે પ્રથમ સમયે અલ્પતર, પ્રથમ સમયે જેટલી પ્રકૃતિના બંધાદિ હોય તેટલી જ પ્રકૃતિના બંધાદિ બીજા વગેરે સમયમાં પણ હોય તે અવસ્થિત અને સર્વથા અબંધકાદિ થઈ ફરીથી બંધાદિ શરૂ કરે ત્યારે ભૂયસ્કારાદિ ત્રણમાંથી એકેયથી કહેવાય તેમ ન હોવાથી તે અવક્તવ્ય કહેવાય છે.
મૂળ તથા ઉત્તર પ્રવૃતિઓના બંધસ્થાનકાદિ મૂળકર્મના એક, છ, સાત અને આઠ પ્રકૃતિરૂપ ચાર બંધસ્થાનક છે. ત્યાં અવસ્થિત બંધાદિ પ્રાયઃ સર્વ સ્થળે બંધસ્થાનાદિની સમાન જ હોય છે. તેથી આ ચારે બંધસ્થાનો અવસ્થિત છે.
ઉપશાંતમોહે એક વેદનીયકર્મ બાંધતો સૂક્ષ્મસંઘરાયે છ કર્મ બાંધે ત્યારે પ્રથમ સમયે પહેલો, ત્યાંથી પડતા નવમા ગુણસ્થાને મોહનીય સહિત સાત બાંધે ત્યારે પ્રથમ સમયે બીજો ત્યાંથી પડતો પ્રમત્તાદિ ગુણસ્થાનકે આવી આયુષ્ય સહિત આઠ બાંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજો એમ ત્રણ ભૂયસ્કાર બંધ હોય છે.
- એ જ પ્રમાણે આઠ બાંધતાં સાત બાંધે ત્યારે પ્રથમ સમયે પહેલો સાત બાંધતાં છ બાંધે ત્યારે પ્રથમ સમયે બીજો અને છ બાંધતાં એક બાંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજો એમ ત્રણ અલ્પતર બંધ હોય છે.
અયોગી ગુણસ્થાનકે સર્વ પ્રકૃતિઓનો અબંધક થઈ પડવાનો અભાવ હોવાથી ફરીથી બંધ કરતો નથી માટે મૂળપ્રકૃતિ આશ્રયી અવક્તવ્ય બંધ નથી.
એ જ પ્રમાણે આઠ, સાત અને ચાર પ્રકૃતિરૂપ ત્રણ ઉદયસ્થાન તથા સત્તાસ્થાન છે. એ