________________
૭૩૨
પંચસંગ્રહ-૧ ગુણસ્થાને ત્રણ વેદમાંથી જે વેદ ક્ષપકશ્રેણિનો પ્રારંભ કર્યો હોય તે જીવને તે વેદની ચરમાવલિકામાં તે તે વેદનો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની અન્ય આવલિકામાં સંજવલન લોભનો, ક્ષીણમોહની છેલ્લી આવલિકામાં નવ આવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરતાં મિથ્યાત્વની પ્રથમસ્થિતિની અન્તિમ આવલિકામાં મિથ્યાત્વનો તેમજ મરણ સમયની અન્ય આવલિકામાં યથાસંભવ ચારે આયુષ્યનો કેવળ ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. સાતા અસાતા વેદનીય તથા મનુષ્યાયુનો અપ્રમત્તથી અયોગી ગુણસ્થાનક સુધી અને મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસત્રિક, સૌભાગ્ય, આદેયદ્ધિક, જિનનામ તથા ઉચ્ચગોત્રનો અયોગી ગુણસ્થાનકે કેવળ ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી. તેમજ આહાર પર્યાપ્તિની શરૂઆતથી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી અથવા શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિદ્રાપંચકનો કેવળ ઉદય હોય છે. પરંતુ તથાસ્વભાવે ઉદીરણા હોતી
નથી.
આ ૪૧ પ્રકૃતિઓની શેષકાળમાં અને શેષ ૮૧ પ્રકૃતિઓની સર્વકાલમાં ઉદયની સાથે જ ઉદીરણા હોય છે.
સામાન્યથી બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા અનાદિ-અનંત, અનાદિ સાત્ત અને સાદિસાન્ત એ ત્રણ પ્રકારે છે. સાદિ-સાન્ત ભાંગાનો કાળ સર્વત્ર જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનાદ્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે.
આ બંધાદિ ચારે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદથી ચાર ચાર પ્રકારે છે. વળી તે પ્રકૃતિ આદિ ચારે ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્યના ભેદતી ચાર-ચાર પ્રકારે છે.
ત્યાં પ્રકૃતિ બંધાદિમાં જે વધારેમાં વધારે હોય તે ઉત્કૃષ્ટ, તે સિવાય શેષ સર્વ અનુત્કૃષ્ટ (એટલે તેમાં જઘન્ય પણ આવી જાય.) એ જ રીતે જે ઓછામાં ઓછો હોય તે જઘન્ય અને તે સિવાય શેષ સર્વ અજઘન્ય (અહીં અજઘન્યમાં ઉત્કૃષ્ટ પણ આવી જાય.)
આ રીતે ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટમાં અથવા જઘન્ય અને અંજઘન્યમાં સર્વ આવી જાય છતાં આગળ કોઈ સ્થળે વિપક્ષાભેદે અનુષ્ટ અને કોઈ સ્થળે અજઘન્ય ચાર ચાર પ્રકારે આવે છે, ત્યાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનુત્કૃષ્ટની સાદિ વગેરે થઈ શકે અને જઘન્યની અપેક્ષાએ અજઘન્યની સાદિ વગેરે થઈ શકે તેથી ઉત્કૃષ્ટાદિ ચાર ભેદો બતાવવામાં આવેલ છે. જ્યાં ઉત્કૃષ્ટ કે જઘન્યની વિવક્ષા ન હોય ત્યાં અનુત્કૃષ્ટ અજઘન્ય સમાન જ છે.
ઉત્કૃષ્ટ અને જઘન્ય સર્વ સ્થળે સાદિ અને અદ્ભવ એમ બે પ્રકારે તેમજ અનુત્કૃષ્ટ તથા અજઘન્ય આગળ બતાવશે તે પ્રમાણે કેટલીક પ્રવૃતિઓમાં સાદ્યાદિ ચાર પ્રકારે, કેટલીક પ્રકૃતિઓમાં કેટલાક સ્થાને સાદિ વિના ત્રણ પ્રકારે અને કેટલીક પ્રવૃતિઓમાં સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે હોય છે.
જેની શરૂઆત હોય તે સાદિ, જેની શરૂઆત ન હોય તે અનાદિ, જેનો અંત ન હોય તે ધ્રુવ અને જેનો અંત હોય તે અધ્રુવ. આ સર્વ પ્રકારો મૂળ અને ઉત્તર પ્રવૃતિઓમાં યથાસંભવ ઘટાવી શકાય છે.