________________
પંચમઢાર-સારસંગ્રહ
૭૩૧
તથા અયોગીકેવળી ગુણસ્થાનકે ચાર કર્મનો ઉદય હોય છે.
આઠના ઉદયનો કાળ અભવ્ય આશ્રયી અનાદિ અનંત, ભવ્ય આશ્રયી અનાદિ સાન્ત અને ઉપશાન્તમોહથી પતિત આશ્રયી સાદિ સાન્ત–એમ ત્રણ પ્રકારે છે. સાતના ઉદયનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત તેમજ ચારના ઉદયનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ છે. ' ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી આઠની સત્તા હોય છે. તેનો કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનન્ત અને ભવ્ય આશ્રયી અનાદિ-સાન્ત છે. ક્ષીણમોહે સાતની સત્તા હોય છે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. સયોગી તથા અયોગીકેવળી ગુણસ્થાનકે ચારની સત્તા હોય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ છે.
પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયને આ ત્રણે ઉદયસ્થાનો તથા સત્તાસ્થાનો હોય છે અને શેષ તેર જીવસ્થાનોમાં આઠનો જ ઉદય અને આઠની જ સત્તા હોય છે.
મિશ્ર સિવાય ૧થી ૬ ગુણસ્થાનક સુધી મૃત્યુ સમયની ચરમાવલિકામાં આયુ સિવાય સાતની અને શેષકાળે આઠે કર્મની ઉદીરણા હોય છે. મિશ્ર ગુણસ્થાને કેવળ આઠની જ ઉદીરણા હોય છે. સાત ઉદીરણાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક આવલિકા છે, તેમજ આઠની ઉદીરણાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક આવલિકા ન્યૂન તેત્રીસ સાગરોપમ છે.
અપ્રમત્તથી સૂક્ષ્મસંપરાય સુધી વેદનીય અને આયુષ્યની ઉદીરણાને યોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયોનો અભાવ હોવાથી તે બે વિના શેષ છ કર્મની ઉદીરણા હોય છે. તેનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
ક્ષપકને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની અન્તિમ આવલિકામાં તેમજ ઉપશાન્તમોહ તથા "ક્ષીણમોહ ગુણસ્થાને એક આવલિકા બાકી રહે ત્યાં સુધી મોહનીય, વેદનીય અને આયુ વિના શેષ પાંચ કર્મની ઉદીરણા હોય છે. તેનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
ક્ષીણમોહની ચરમાવલિકામાં તેમજ સયોગી કેવળીએ નામ તથા ગોત્ર એ બેની જ ઉદીરણા હોય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ છે. અયોગી-ગુણસ્થાને યોગનો અભાવ હોવાથી ઉદીરણાનો પણ અભાવ જ છે.
પર્યાપ્ત સંજ્ઞી-પંચેન્દ્રિયમાં આ પાંચે ઉદીરણાસ્થાનો હોય છે. શેષ તેર જીવભેદોમાં સાત અથવા આઠની જ ઉદીરણા હોય છે.
જે કર્મપ્રકૃતિઓનો ઉદય પોતાની સત્તાના અંત સમય સુધી હોય તે કર્મપ્રકૃતિઓનો ચરમાવલિકામાં માત્ર ઉદય હોય છે, પણ ઉદીરણા હોતી નથી.
ત્યાં ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં ઉપશમ અથવા ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરનારને સમ્યક્ત મોહનીયના ઉદયની ચરમાવલિકામાં સમ્યક્ત મોહનીયનો જે જીવે નવમા