________________
૭૩૦
પંચસંગ્રહ-૧ '
સંક્રમ સમયે પ્રથમ સ્થિતિનો એક સમયમાત્ર શેષ હોય છે અને પુરુષવેદની પ્રથમ સ્થિતિનો ક્ષય થાય ત્યારે બીજી સ્થિતિનું બે સમયગૂન બે આવલિકાકાળમાં બંધાયેલું દળ શેષ રહે છે. બે સમયગૂન બે આવલિકાકાળમાં બંધાયેલું દળ જ્યારે શેષ રહે ત્યારે તેના અવેદી તે આત્માને સંકલનત્રિકમાં જે પ્રકારે કહ્યા તે પ્રકારે બે સમયનૂન બે આવલિકા પ્રમાણ સ્પર્ધકો થાય છે એમ સમજવું. ઉપરની ગાથામાં પુરુષવેદની બીજી સ્થિતિનું જે એક સ્પર્ધ્વક કહ્યું છે તે માત્ર સામાન્ય વિવક્ષાએ કહ્યું છે. ૧૮૫
श्रीमदाचार्यमलयगिरिविरचित पंचसंग्रहटीकाना अनुवादमां बन्धविधिद्वार समाप्त.
[પ્રથમ મારા માત]
– – ૧ – – પંચસંગ્રહ–પંચમદ્વાર–સારસંગ્રહ
બંધવિધિ એટલે બંધના પ્રકાર. અબાધા પૂર્ણ થયે છતે બંધાયેલ કર્મનો જે અનુભવ કરવો તે ઉદય. ઉદય હોય ત્યારે ઉદયાવલિકાની બહારની સ્થિતિમાં રહેલ દલિકોને સકષાય તથા અકષાય વીર્યવિશેષથી ઉદયાવલિકામાં લાવી ઉદયાવલિકા સાથે જ ભોગવવા તે ઉદીરણા. ઉદયઉદીરણા તથા સંક્રમ વગેરેથી સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી કર્મસ્વરૂપે જે વિદ્યમાનતા તે સત્તા કહેવાય છે.
આ દ્વારનું નામ બંધવિધિ છે તેથી બંધનું જ સ્વરૂપ કહેવું જોઈએ પરંતુ બંધાયેલ કર્મનો જ ઉદય, ઉદય હોય ત્યારે જ ઉદીરણા અને તેથી બાકી રહેલ તે સત્તા છે. તેથી બંધના સ્વરૂપમાં પણ ઉદયાદિ ત્રણેયનું સ્વરૂપ કહેવાનો અવસર છે અને તેથી જ અહીં કહેલ છે.
મિશ્ર સિવાય એકથી સાત ગુણસ્થાનક સુધી આયુષ્યનો બંધ થાય ત્યારે અંતર્મુહૂર્તકાળ સુધી આઠનો અને શેષકાળે સાતકર્મનો તેમજ મિશ્ર, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણગુણસ્થાનકે આયુબંધનો અભાવ હોવાથી સાતનો જ બંધ હોય છે. તે સાતના બંધનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ધૂન પૂર્વકોટિના ત્રીજા ભાગ સહિત છ માસહીન અને મતાંતરે અંતર્મુહૂર્ત હીન તેત્રીસ સાગરોપમ છે.
સૂક્ષ્મસંપાયે મોહનીય તથા આયુ વિના છ કર્મનો બંધ હોય છે. તેનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
' ઉપશાન્તમોહાદિ ત્રણ ગુણસ્થાને એક વેદનીય કર્મનો જ બંધ હોય છે. તેનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ છે.
આ ચારે પ્રકારનો બંધ પર્યાપ્ત સંજ્ઞી-પંચેન્દ્રિયમાં જ પ્રાપ્ત થાય છે. શેષ તેર જીવભેદોમાં આઠ અથવા સાતનો જ બંધ હોય છે.
સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી આઠનો, ઉપશાન્ત તથા ક્ષીણમોહે સાતનો અને સયોગી