________________
૭૨૨
પંચસંગ્રહ-૧ પ્રદેશસત્કર્મસ્થાન થાય. એ સઘળાં પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહરૂપ એક સ્પર્ધક સંજ્વલન લોભ અને યશકીર્તિ એ બે પ્રકૃતિમાં ઉપશમશ્રેણિ નહિ કરનારને થાય છે.
પહેલા યશકીર્તિના અયોગી ગુણઠાણાના એક અધિક સમય પ્રમાણ સ્પર્ધકો કહ્યા છે. તેમાં આ રીતે એક સ્પદ્ધક અધિક થાય છે.
અહીં ત્રસના ભવોમાં શ્રેણિ કર્યા સિવાય એમ કહ્યું છે. કારણ કે ઉપશમશ્રેણિ કરે તો અન્ય પ્રકૃતિઓનાં ઘણાં દલિકો ગુણસંક્રમ વડે ઉક્ત બે પ્રકૃતિઓમાં સંક્રમે અને તેથી જઘન્ય પ્રદેશસત્કર્મ ન ઘટે માટે શ્રેણિ નહિ કરનારને થાય, એમ કહ્યું છે. ૧૭૯ ઉદ્ધલન યોગ્ય પ્રકૃતિઓના સ્પર્ધકો કહે છે– अणुदयतुलं उव्वलणिगाण जाणिज्ज दीहउव्वलणे ।
अनुदयतुल्यं उद्धलनानां जानीहि दीर्घोदलने । અર્થ–ઉધલનયોગ્ય પ્રકૃતિઓના સ્પદ્ધકો તેઓની ચિરોકલના કરતાં અનુદયવતી પ્રકૃતિઓની તુલ્ય જાણ.
ટીકાનુ–ઉઠ્ઠલનયોગ્ય ત્રેવીસ પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે ઉદ્ધલના કરતાં તેઓનાં સ્પર્ધકો અનુદયવતી પ્રવૃતિઓની તુલ્ય તું જાણ. એટલે કે જે પહેલા અનુદયવતી પ્રવૃતિઓના આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધકો કહ્યા છે તેમ ઉઠ્ઠલનયોગ્ય પ્રકૃતિઓના પણ સમજવા.
તેમાં સમ્યક્ત મોહનીયના સ્પદ્ધકો આશ્રયી ભાવના કરે છે–અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય
૧. સંજવલન લોભનું એક અદ્ધક કહ્યું છે. પરંતુ જેમ બારમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય ત્યારે સર્વાપવર્તના વડે અપવર્તીને સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ જ્ઞાનાવરણાદિની રાખે છે અને તેથી તેઓના એક અધિક સંખ્યાતમા ભાગ પ્રમાણ પદ્ધકો થાય છે તેમ દશમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે લોભની સ્થિતિને સર્વોપવર્તના વડે અપવર્તી તેને દશમા ગુણસ્થાનકના
ના ભાગ પ્રમાણ રાખે છે ત્યારે તેમાં સ્થિતિઘાતાદિ પ્રવર્તતા નથી તેથી જ્ઞાનાવરણાદિની જેમ લોભના એક અધિક દશમા ગુણસ્થાનકના સંખ્યામાં ભાગ પ્રમાણ રૂદ્ધકો ઉપરોક્ત એક રૂદ્ધકથી અધિક થવા જોઈએ એમ ગાથા ૧૭૯મીના અવતરણમાં સંજ્વલન લોભ અને યશકીર્તિનું અન્યથા બીજી રીતે પણ એક પદ્ધક થાય છે એમ કહ્યું છે તે ઉપરથી લાગે છે. જો કે આગળપાછળ ટીકામાં ક્યાંય કહ્યું નથી.
પુરષદના બે અદ્ધકો કહ્યા છે પરંતુ તે ઉપરાંત બંધ ઉદય વિચ્છેદ થયા પછી જે બે સમય ન્યૂન આવલિકા પ્રમાણ બંધાયેલું દલિક રહે છે તેના બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ સ્પદ્ધકો સંજ્વલન ક્રોધની જેમ થાય છે એટલે તેટલા અધિક લેવાના છે. આ હકીકત કર્મપ્રકૃતિમાં અને આ જ કારની છેલ્લી ગાથામાં કહી છે. હાસ્યષકનું એક જ સ્પર્ધ્વક કહ્યું છે. તેનું કારણ એમ જણાય છે કે તેઓની પ્રથમ અને દ્વિતીય સ્થિતિ સાથે જ જતી હોવી જોઈએ. આ રીતે જેમ હાસ્યષકનું એક સ્પર્ધક થાય છે તેમ પુરુષવેદને ઉદયે શ્રેણિ આરંભનારને સ્ત્રી કે નપુંસકવેદનું પણ એક રૂદ્ધક થતું હોવું જોઈએ અને સ્ત્રી કે નપુંસકવેદના ઉદયે શ્રેણિ આરંભનારને નપુંસકવેદની જેમ પુરુષવેદનું પણ એક સ્પર્ધક થતું હોવું જોઈએ. અન્ય વેદના ઉદય શ્રેણિ આરંભનારને અન્ય વેદનું આવું રૂદ્ધક થતું હોવું જોઈએ. પછી બહુશ્રુત જાણે.