SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમહાર ૭૨૩ સ્થિતિની સત્તાવાળો કોઈ આત્મા ત્રસમાં ઉત્પન્ન થાય ત્યાં સમ્યક્ત તથા દેશવિરતિ ચારિત્રને અનેક વાર પ્રાપ્ત કરીને તેમજ ચાર વાર મોહનીયનો સર્વોપશમ કરીને અને એકસો બત્રીસ સાગરોપમ પર્યત સમ્યક્તનું પાલન કરીને મિથ્યાત્વે જાય ત્યાં ચિરોઢલના વડે–પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે સમ્યક્ત મોહનીયને ઉવેલતાં જ્યારે છેલ્લો સ્થિતિખંડ સંક્રમી જાય અને એક આવલિકા શેષ રહે ત્યારે તેને પણ તિબુકસંક્રમ વડે મિથ્યાત્વમોહનીયમાં સંક્રમાવતા બે સમયમાત્ર જેની અવસ્થિતિ છે એવી એક સ્થિતિ શેષ રહે ત્યારે ઓછામાં ઓછી જે પ્રદેશસત્તા હોય તે સમ્યક્વમોહનીયનું જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. ત્યાંથી આરંભી અનેક જીવોની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ થતાં નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવાં યાવતુ તે જ ચરમ સ્થિતિસ્થાનમાં ગુણિતકર્માશ આત્માને સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. એ અનંત પ્રદેશસત્કર્મસ્થાનોનું પહેલું એક સ્પર્ધ્વક થાય. સ્વરૂપસત્તાએ બે સમય સ્થિતિ શેષ રહે ત્યારે પૂર્વોક્ત ક્રમે બીજું સ્પદ્ધક થાય. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવતુ સમયોન આવલિકા પ્રમાણ પદ્ધકો થાય. તથા ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી આરંભી પૂર્વે કહ્યું તે રીતે એક સ્પર્ધ્વક થાય. આ રીતે સમ્યક્વમોહનીયના આવલિકાના સમય પ્રમાણ કુલ સ્પર્ધકો થાય છે. એ પ્રમાણે મિશ્રમોહનીયના પણ રૂદ્ધકો કહેવા. એ જ રીતે શેષ વૈક્રિયાદિ અગિયાર, આહારકસપ્તક, ઉચ્ચગોત્ર અને મનુષ્યદ્ધિકરૂપ ઉલનયોગ્ય એકવીસ પ્રકૃતિઓના પણ સ્પર્ધકો સમજવા. માત્ર એકસો બત્રીસ સાગરોપમ પ્રમાણ કાળ મૂળથી જ ન કહેવો. એટલે કે એકસો બત્રીસ સાગરોપમ પર્વત જે સમ્યક્તનું પાલન કરવાનું કહ્યું છે તે ન કહેવું આ સ્થળે કર્મપ્રકૃતિમાં સત્તાધિકાર ગા. ૪૭માં ઉઠ્ઠલન પ્રકૃતિઓનું જે એક સ્પર્ધક કહ્યું છે. તે ઉપલાક સમજવું, પરંતુ શેષ રૂદ્ધકનો નિષેધ કરનારું છે, એમ ન સમજવું. એટલે અહીં કહેલા સ્પર્ધકો સાથે વિરોધ આવશે નહિ. હવે હાસ્યષકનું સ્પર્ધક કહે છે– .. हासाईणं एगं संछोभे फड्डगं चरमे ॥१८०॥ हास्यादीनामेकं संछोभे स्पर्द्धकं चरमे ॥१८०॥ અર્થ-હાસ્યાદિ પ્રકૃતિઓના ચરમપ્રક્ષેપથી આરંભી એક સ્પર્ધક થાય છે. ટીકાનુ-હાસ્યાદિ છ પ્રકૃતિઓનો જ્યારે ચરમપ–સંક્રમણ થાય ત્યારે ત્યાંથી આરંભી એક સ્પર્ધક થાય છે. તે આ પ્રમાણે– અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિની સત્તાવાળો કોઈ આત્મા ત્રસમાં ઉત્પન્ન થાય ત્યાં સમ્યક્ત અને દેશવિરતિ અનેક વાર પ્રાપ્ત કરીને અને ચાર વાર મોહનીયને ઉપશમાવીને તથા સીવેદ અને નપુંસકવેદને વારંવાર બંધ વડે તથા હાસ્યાદિ દલિકના સંક્રમ વડે સારી રીતે પુષ્ટ કરીને મનુષ્ય થાય. મનુષ્યમાં દીર્ઘકાળ સંયમનું પાલન કરીને તે પ્રકૃતિઓનો ક્ષય કરવા માટે
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy