________________
પંચમહાર
૭૨૧
• यस्मिन्समये उदयवत्याः क्षीयते द्विचरमं तु स्थितिस्थानम् ।
अनुदयवत्याः तस्मिन् चरमं चरमे यत् कामति ॥१७८॥ અર્થ– જે સમયે ઉદયવતી પ્રકૃતિના દ્વિચરમ સ્થિતિસ્થાનનો ક્ષય થાય છે, તે સમયે અનુદયવતી પ્રવૃતિઓના ચરમસ્થાનનો ક્ષય થાય છે. કારણ કે ચરમસમયમાં અનુદયવતી પ્રકૃતિઓનું દલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે.
ટીકાન–અનુદયવતી પ્રવૃતિઓના સ્પદ્ધકો ઉદયવતી પ્રકૃતિઓના રૂદ્ધકોથી એક ઓછા હોય છે તેનું કારણ કહે છે—જે સમયે ઉદયવતી પ્રવૃતિઓના ચિરમ-ઉપાજ્ય-છેલ્લાની પહેલાંના સ્થિતિસ્થાનનો સ્વસ્વરૂપે અનુભવતાં ક્ષય થાય છે, તે સમયે અનુદયવતી પ્રકૃતિઓના ચરમ સ્થિતિસ્થાનનો ક્ષય થાય છે.
શા માટે એ પ્રમાણે થાય છે? એમ જો પ્રશ્ન થાય તો તેનો ઉત્તર કહે છે–કારણ કે ઉદયવતી પ્રકૃતિઓના ચરમસમયમાં અનુદયવતી પ્રવૃતિઓનું દલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે. તેથી ઉદયવતી પ્રકૃતિઓના દ્વિચરમસમયે જ અનુદયવતી પ્રકૃતિઓનો ક્ષય થાય છે. તે હેતુથી ચરમસમયે અનુદયવતી પ્રવૃતિઓનું દલિક સ્વરૂપ સત્તાએ હોતું નથી માટે તે ચરમસમય સંબંધી એક સ્પર્ધક વડે ન્યૂન તે અનુદયવતી પ્રકૃતિઓના સ્પર્ધકો થાય છે. ૧૭૮
સંજવલન લોભ અને યશકીર્તિનું બીજી રીતે પણ એક રૂદ્ધક થાય છે, તે આ ગાથામાં બતાવે છે
जावइयाउ ठिईओ जसंतलोभाणहापवत्तंते । तं इगिफड़े संते जहन्नयं अकयसेढिस्स ॥१७७॥ यावत्यस्तु स्थितयः यशोऽन्तलोभयोर्यथाप्रवृत्तान्ते ।
तदेकं स्पर्द्धकं सत्तायां जघन्यमकृतश्रेणिकस्य ॥१७९॥ ' અર્થ-જેણે શ્રેણિ કરી નથી એવા આત્માને યથાપ્રવૃત્તકરણના ચરમસમયે યશકીર્તિ અને સંજવલન લોભની જેટલી સ્થિતિઓ સત્તામાં હોય છે તેનું એક જઘન્ય સ્પર્ધ્વક થાય છે.
ટીકાનુ–કોઈ એક અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિની સત્તાવાળો આત્મા ત્રસમાં ઉત્પન્ન થાય, ત્યાં ચાર વાર મોહનીયકર્મનો સર્વોપશમ કર્યા સિવાયની બાકીની ક્ષપિતકર્મોશની-કર્મયુગલોની સત્તા ઓછી કરવા માટે થતી ક્રિયા વડે ઘણાં કર્મયુગલોને ખપાવીને અને દીર્ઘકાળ પર્યત સંયમનું પાલન કરીને મોહનીયનો ક્ષય કરવા માટે ક્ષપકશ્રેણિ પર આરૂઢ " થાય.
તે ક્ષપિતકમશ આત્માને યથાપ્રવૃત્તકરણના–અપ્રમત્ત ગુણસ્થાનકના ચરમસમયે જેટલી સ્થિતિઓ–સ્થિતિસ્થાનકો સત્તામાં હોય અને તે સઘળાં સ્થાનકોમાં જે ઓછામાં ઓછા પ્રદેશોની સત્તા હોય તેના સમૂહનું પહેલું જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન, ત્યારપછી ત્યાંથી આરંભી ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ થતાં એ જ યથાપ્રવૃત્તકરણના ચરમસમયે નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવાં યાવતું ગુણિતકમશ આત્માને સર્વોત્કૃષ્ટ પંચ૦૧-૯૧