SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૦ પંચસંગ્રહ-૧ વધારે નહિ. ક્ષીણમોહ ગુણસ્થાનકે જેઓનો અંત થાય છે તે તથા અયોગગુણસ્થાનકે જેઓની સત્તા હોય છે તે ઉદયવતી પ્રકૃતિઓના યથોક્ત પ્રમાણયુક્ત જે સ્પર્ધકો એક સ્પર્ધક વડે અધિક કહ્યા છે, તથા અનુદયવતી પ્રકૃતિઓના ઉદયવતીથી એક ન્યૂન કહ્યા છે, તેનો વિચાર કરવા ઇચ્છતા આ ગાથા કહે છે ठिइखंडाणइखुटुं खीणसजोगीण होइ जं चरिमं । तं उदयवईणहियं अन्नगए तूणमियराणं ॥१७७॥ स्थितिखण्डानामतिक्षुल्लं क्षीणसयोगिनोः भवति यच्चरमम् । तदुदयवतीनामधिकमन्यगतं तूनमितरासाम् ॥१७७॥ અર્થક્ષીણમોહ અને સયોગીકેવળી ગુણસ્થાનકે થતા સ્થિતિઘાતોમાંના ચરમ સ્થિતિઘાતનો જે અતિક્ષુલ્લક–અતિશય નાનો ચરમ પ્રક્ષેપ ત્યાંથી આરંભી પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યત જે પ્રદેશસત્કર્મસ્થાનોનું સ્પષ્ડક થાય છે, તે પદ્ધક ઉદયવતી પ્રવૃતિઓમાં અધિક હોય છે. તથા અનુદયવતી પ્રવૃતિઓમાં ચરમસમયે જે દલિક સ્તિબુકસંક્રમ વડે ઉદયવતી પ્રકૃતિઓમાં સંક્રમી જાય છે તે ચરમસમયાશ્રિત એક સ્પર્ધક વડે ન્યૂન હોય છે. ટીકાનું–જ્ઞાનાવરણપંચકાદિ પ્રકૃતિઓનો ક્ષીણમોહકષાય ગુણસ્થાનકે અને અયોગીકેવળીને જે પ્રકૃતિઓની સત્તા છે તે પ્રકૃતિઓનો સંયોગીકેવળી ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિ કરતાં કરતાં છેલ્લા સ્થિતિખંડને ઉકેરતાં તે ખંડનાં દલિકોનો અન્ય પ્રવૃતિઓમાં જે પ્રક્ષેપ થાય છે તેની અંદર તે છેલ્લા સ્થિતિઘાતના ચરમસમયે અતિશય નાનો જે ચરમ પ્રક્ષેપ થાય છે, ત્યાંથી આરંભી પશ્ચાનુપૂર્વીએ અનુક્રમે વધતાં પોતપોતાની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યત જે પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે, તે પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહરૂપ સંપૂર્ણ સ્થિતિનું જે એક પદ્ધક થાય છે, તે એક સ્પર્ધક ક્ષીણકષાય ગુણઠાણે જેઓનો અંત થાય છે તે પ્રકૃતિઓમાં, તથા અયોગીકેવળીને જેઓની સત્તા હોય છે તે ઉદયવતી પ્રવૃતિઓમાં વધારે હોય છે. ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી આરંભી સંપૂર્ણ સ્થિતિનું જે સ્પર્ધ્વક ઉદયવતમાં થાય છે તે અનુદયવતીમાં પણ થાય છે, છતાં ઉદયવતીથી અનુદયવતીમાં એક ઓછું થાય છે. કારણ ઉદયવતી પ્રવૃતિઓનું ચરમસમયે સ્વસ્વરૂપે દલિક અનુભવાય છે. તેથી તેનું ચરમસમયાશ્રિત સ્પર્ધક થાય છે પરંતુ અનુદયવતી પ્રવૃતિઓનું ઉદયવતી પ્રવૃતિઓમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જતું હોવાથી ચરમસમયે તેઓનાં દલિકો સ્વસ્વરૂપે અનુભવાતાં નથી માટે ચરમસમયાશ્રિત એક સ્પદ્ધક તેઓનું થતું નથી તેથી તે એક સ્પર્ધકહીન અનુદયવતી પ્રકૃતિઓના સ્પર્ધકો થાય છે એમ સમજવું. ૧૭૭ એ જ હકીકતને સ્પષ્ટ કરે છે– जं समयं उदयवई खिज्जइ दुच्चरिमयन्तु ठिइठाणं । । अणुदयवइए तम्मि चरिमं चरिमम्मि जं कमइ ॥१७८॥
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy