________________
પંચમહાર
૭૧૯
એટલે કે જ્ઞાનાવરણીયાદિ ચૌદે પ્રકૃતિના જેટલા સ્પદ્ધકો કહ્યા તેનાથી એક હિન નિદ્રાદ્ધિકનાં રૂદ્ધકો થાય છે. ૧૭૫ હવે અયોગી ગુણઠાણે જેનો અંત થાય છે તેના સ્પર્ધકો કહે છે–
अज्जोगिसंतिगाणं उदयवईणं तु तस्स कालेणं । एगाहिगेण तुलं इयराणं एगहीणं तं ॥१७६॥ अयोगिसत्ताकानामुदयवतीनां तु तस्य कालेन ।
एकाधिकेन तुल्य इतरासामेकहीनः सः ॥१७६॥
અર્થ—અયોગી ગુણસ્થાનકે જેઓની સત્તા હોય છે તે ઉદયવતી પ્રકૃતિઓના એક રૂદ્ધક વડે અધિક અયોગી ગુણસ્થાનકના કાળ તુલ્ય પદ્ધકો થાય છે અને ઇતર-અનુદયવતી પ્રકૃતિઓના એક ન્યૂન થાય છે.
ટીકાનુ—અયોગીકેવલી ગુણસ્થાનકે જેઓની સત્તા હોય છે તેમનુષ્યગતિ, મનુષ્યાય, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, સુભગ, આદેય, પર્યાપ્ત, બાદર, તીર્થકર, યશકીર્તિ, સાતા અસાતા બેમાંથી અન્યતર વેદનીય અને ઉચ્ચગોત્રરૂપ બાર ઉદયવતી પ્રકૃતિઓનો સ્પદ્ધકોત્કર્ષ કુલ સ્પર્ધકોની સંખ્યા અયોગીકેવળી ગુણસ્થાનકના કાળ તુલ્ય છે. માત્ર એક રૂદ્ધક વડે અધિક છે. એટલે કે અયોગીકેવળી ગુણસ્થાનકના કાળના જેટલા સમયો છે તેનાથી એક સ્પર્ધ્વક વડે અધિક સ્પર્ધકો થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે
ક્ષપિતકર્માશ કોઈ આત્માને અયોગ કેવળીના ચરમસમયે જે સર્વજઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન, એક પરમાણુ મેળવતાં બીજું પ્રદેશસત્કર્મસ્થાન, બે પરમાણુ મેળવતાં ત્રીજું પ્રદેશસત્કર્મસ્થાન, એ પ્રમાણે અયોગી ગુણસ્થાનકના ચરમસમયે વર્તતા અનેક જીવોની અપેક્ષાએ એક એક પરમાણુ મેળવતાં નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો ત્યાં સુધી જાણવાં કે તે જ સમયે વર્તતા ગુણિતકર્માશ આત્માને સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. આ પ્રમાણે ચરમસ્થિતિ આશ્રયી એક સ્પર્ધક થાય. આ એ જ પ્રમાણે બે સ્થિતિ શેષ રહે ત્યારે તે બે સ્થિતિનું બીજું સ્પદ્ધક થાય. ત્રણ સ્થિતિ શેષ રહે ત્યારે તે ત્રણ સ્થિતિનું ત્રીજું પદ્ધક થાય. એમ નિરંતર અયોગીના પહેલા સમયપર્યત સમજવું. તથા સયોગીકેવળીના ચરમસમયે થતા ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી આરંભી પશ્ચાનુપૂર્વએ અનુક્રમે વધતાં નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવાં. યાવતુ પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય. આ સંપૂર્ણ સ્થિતિ સંબંધી યથાસંભવ એક રૂદ્ધક થાય છે. માટે તે એક સ્પદ્ધક વડે અધિક અયોગીના સમય પ્રમાણ ઉદયવતી પ્રવૃતિઓના સ્પદ્ધકો થાય છે.
ઈતર અયોગી ગુણસ્થાનકે જેઓની સત્તા હોય છે તે અનુદયવતી પ્રવૃતિઓના ઉદયવતી પ્રકૃતિઓથી એક ન્યૂન સ્પર્ધક થાય છે. કારણ કે અયોગીકેવળી ગુણસ્થાનકના ચરમસમયે તે અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપસત્તા હોતી નથી તેથી તે ચરમ સ્થિતિ સંબંધી સ્પર્ધ્વક વડે હીન છે. એટલે અનુદયવતી પ્રવૃતિઓના કુલ સ્પર્ધકો અયોગીકેવળીના સમય પ્રમાણ થાય છે, એક પણ