________________
૭૧૮
પંચસંગ્રહ-૧
બે અધિક પરમાણુની સત્તાવાળા જીવ આશ્રયી ત્રીજું પ્રદેશસત્કર્મસ્થાન, એ પ્રમાણે એક એક પરમાણુ વધતાં વધતાં નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવાં યાવત્ ગુણિતકર્માશ આત્માને તે ચરમ સ્થિતિમાં વર્તતા સર્વોત્કૃષ્ટ પ્રદેશની સત્તાનું છેલ્લું પ્રદેશ સત્કર્મસ્થાન થાય. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનોના પિંડરૂપ ચરમ સ્થિતિસ્થાન આશ્રયી રૂદ્ધક થયું.
બે સ્થિતિ શેષ રહે ત્યારે ઉક્ત પ્રકારે બીજું સ્પર્ધક થાય. એ પ્રમાણે સર્વોપવર્તના વડે ક્ષીણકષાય ગુણસ્થાનકના કાળની સમાન કરાયેલ સત્તાગત સ્થિતિના જેટલા સ્થિતિ વિશેષો– સમયો હોય, તેટલા સ્પર્ધ્વક થાય છે..
તથા ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી આરંભી પશ્ચાનુપૂર્વીએ અનુક્રમે વધતાં વધતાં ત્યાં સુધી કહેવું યાવત્ પોતપોતાની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય. આ પણ સંપૂર્ણ સ્થિતિનું એક સ્પદ્ધક થાય છે. આ એક રૂદ્ધકો અધિક થતું હોવાથી જ્ઞાનાવરણ પંચકાદિ ઉદયવતી પ્રવૃતિઓના એક સ્પર્ધક વડે અધિક ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના ચરમ સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે. તથા નિદ્રા અને પ્રચલાની ક્ષીણ કષાયગુણસ્થાનકના ચરમસમયે સત્તા નહિ હોવાથી દ્વિચરમ સ્થિતિ આશ્રયી સ્પર્ધક થાય છે માટે તે ચરમ સ્થિતિ સંબંધી રૂદ્ધક વડે હીન તે બંનેના સ્પદ્ધકો થાય છે. એટલે તે બંનેના કુલ રૂદ્ધકો ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના સમયપ્રમાણ જ થાય છે. ૧૭૪ ટીકામાં જે જ્ઞાનાવરણાદિના સ્પદ્ધકોની સંખ્યા કહી તે જ ગાથામાં કહે છે
खीणद्धासंखंसं खीणंताणं तु फड्डगुक्कोसं । उदयवईणेगहियं निदाणं एगहीणं तं ॥१७५॥ क्षीणाद्धासंख्येयांशः क्षीणान्तानां तु स्पर्द्धकोत्कर्षः ।
उदयवतीनामेकाधिकः निद्राणामेकहीनः सः ॥१७५॥ અર્થક્ષીણમોહ ગુણસ્થાનકે જેની સત્તાનો નાશ થાય છે તે ઉદયવતી પ્રવૃતિઓના એક અધિક ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે અને નિદ્રાના એક હીન સ્પર્ધકો થાય છે.
ટીકાનુ–ક્ષીણમોહગુણસ્થાનકે જેની સત્તાનો નાશ થાય છે તે જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક અને અંતરાયપંચક એ ચૌદ પ્રકૃતિઓનો સ્પર્બકોત્કર્ષ–કુલ રૂદ્ધકોની સંખ્યા ક્ષીણકષાયગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોય છે. માત્ર એક સ્પર્ધક વડે અધિક છે. કર્યું એક સ્પર્ધક વધારે હોય છે ? તે કહે છે–
ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી આરંભી પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યત સંપૂર્ણ સ્થિતિનું જે પહેલાં એક સ્પર્ધક કહ્યું છે તે એક સ્પર્ધ્વક વડે અધિક ક્ષીણકષાયગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના સમયપ્રમાણ સ્પર્ધકો થાય છે.
નિદ્રા અને પ્રચલાની ક્ષીણકષાય ગુણસ્થાનકના ચરમસમયે સ્વરૂપ સત્તા નહિ હોવાથી તે ચરમસમય સંબંધી એક સ્પર્ધક હીન તે બંનેના સ્પર્ધકો થાય છે.