________________
પંચમહાર
૭૧૭
જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર અને અંતરાય પાંચ એમ ચૌદ પ્રકૃતિઓની તે વખતે સત્તામાં જેટલી સ્થિતિ હોય તેને સર્વાપવર્તન વડે અપવર્તીને–ઘટાડીને હવે ક્ષીણમોહ ગુણસ્થાનકનો જેટલો કાળ શેષ છે તેટલી કરે છે અને નિદ્રા તથા પ્રચલાની એક સમયહીન કરે છે. કારણ કે તે બંને પ્રકૃતિઓ અનુદયવતી હોવાથી ચરમસમયે સ્વસ્વરૂપે તેઓનું દળ સત્તામાં હોતું નથી, પરંતુ પરરૂપે હોય છે. માટે તે બંનેની સ્થિતિસત્તા સ્વરૂપની અપેક્ષાએ એક સમય ન્યૂન કરે છે.
જ્યારે સર્વોપવર્તના વડે અપવર્તી ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રાખે ત્યારપછી તે પ્રકૃતિઓમાં સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ પ્રવર્તતા નથી.
કોઈપણ પ્રકૃતિઓમાં જયાં સુધી સ્થિતિઘાત અને ગુણશ્રેણિ પ્રવર્તતા હોય છે ત્યાં સુધી તે પ્રકૃતિઓની આખી સ્થિતિનું એક સ્પદ્ધક થાય છે અને સ્થિતિઘાત તથા ગુણશ્રેણિ બંધ થયા પછી જેટલી સ્થિતિ સત્તામાં શેષ રહે તે સઘળી સ્થિતિનું એક સ્પર્ધ્વક, એક સમય ઓછો થાય અને જેટલી સ્થિતિ રહે તેનું એક સ્પર્ધ્વકવળી એક સમય ઓછો થાય અને જેટલી સ્થિતિ રહે તેનું એક સ્પર્ધ્વક, એ પ્રમાણે જેમ જેમ સમય ઓછો થતો જાય તેમ તેમ જેટલી જેટલી સ્થિતિ શેષ રહે તેનું તેનું એક એક સ્પર્ધક થાય છે. યાવત ચરમસમય શેષ રહે ત્યારે તેનું એક રૂદ્ધક થાય છે. આ પ્રમાણે રૂદ્ધક ઉત્પન્ન થવાની વ્યવસ્થા છે.
અહીં જ્ઞાનાવરણાદિ ચૌદ પ્રકૃતિઓના ક્ષણમોહ ગુણસ્થાનકના કાળનો સંખ્યાતમો ભાગ શેષ રહ્યો અને સ્થિતિઘાત તથા ગુણશ્રેણિ બંધ થઈ તેથી તેના તે સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્પદ્ધકો અને શેષ કે જયાં સ્થિતિઘાતાદિ પ્રવર્તે છે તે સંપૂર્ણ સ્થિતિનું એક સ્પદ્ધક કુલ એક અધિક સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ જ્ઞાનાવરણાદિ ચૌદ પ્રકૃતિઓના સ્પર્ધકો થાય છે અને નિદ્રાદ્ધિકમાં એક ઓછું થાય છે. એટલું યાદ રાખવું કે ઉદયવતીની અપેક્ષાએ અનુદયવતી
પ્રકૃતિઓનું સ્પર્ધક એક ઓછું જ થાય છે. આ પ્રમાણે ક્ષીણમોહ ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગ - પ્રમાણ રૂદ્ધકો થયા તે કહ્યું.
હવે રૂદ્ધક શી રીતે થાય છે તે કહે છે–
ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે સત્તાગત સ્થિતિ ઘટાડીને જે સંખ્યાતમા ભાગપ્રમાણ રાખી તે પણ યથાસંભવ ઉદય ઉદીરણા વડે ક્રમશઃ ક્ષય થતાં થતાં ત્યાં સુધી કહેવું યાવત એક સ્થિતિ શેષ રહે. જ્યારે તે એક સ્થિતિ શેષ રહી ત્યારે તેમાં ક્ષપિતકર્માશ કોઈ આત્માને ઓછામાં ઓછી જે પ્રદેશસત્તા હોય તે ચરમ સમયાશ્રિત પહેલું પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય. તેમાં એક પરમાણુનો પ્રક્ષેપ કરતાં બીજું એટલે કે તે છેલ્લા સ્થાનકમાં વર્તમાન એક અધિક પરમાણુની સત્તાવાળા ક્ષપિતકર્માશ જીવ આશ્રયી બીજું પ્રદેશસત્કર્મસ્થાન.
૧. ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે એવા વિશિષ્ટ પરિણામ થાય છે કે જે વડે એકદમ સ્થિતિ ઘટાડી તે ગુણસ્થાનકનો જેટલો કાળ હોય તેટલા કાળમાં ભોગવાય તેટલી સ્થિતિ શેષ રાખે છે. જે વિશિષ્ટ પરિણામ વડે એ ક્રિયા થાય છે તેનું નામ સર્વોપવર્તના કહેવાય છે. સર્વોપવર્નના થયા પછી સ્થિતિઘાત, રસઘાત કે ગુણશ્રેણિ થતા નથી.