________________
૭૧૪
પંચસંગ્રહ-૧,
હવે પછી એક પણ અધિક પરમાણુઓવાળું અન્ય પ્રદેશ સત્કર્મસ્થાન ન થાય. આ પ્રદેશ સત્કર્મસ્થાનોના સમૂહને સ્પર્ધક કહેવાય છે. આ પહેલું પદ્ધક છેલ્લી સમય પ્રમાણ સ્થિતિને આશ્રયી કહ્યું. એ રીતે બે સમય પ્રમાણ સ્થિતિનું બીજું સ્પદ્ધક કહેવું. ત્રણ સમય પ્રમાણ સ્થિતિનું ત્રીજું પદ્ધક કહેવું, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું. યાવત સમય ન્યૂન આવલિકાના સમય પ્રમાણ પદ્ધકો થાય. આ પ્રમાણે ચરમાવલિકાના સ્પર્ધકો થયા.
તથા છેલ્લા સ્થિતિઘાતનો પરપ્રકૃતિમાં જે છેલ્લો પ્રક્ષેપ થાય ત્યાંથી આરંભી પશ્ચાનુપૂર્વીએ અનુક્રમે વધતા વધતા પ્રદેશ સત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવાં યાવતુ પોતપોતાનું ઉત્કૃષ્ટ પ્રદેશ સત્કર્મસ્થાન થાય. આટલા પ્રમાણવાળું અનંત સત્કર્મસ્થાનોના સમૂહરૂપ આ પણ સંપૂર્ણ સ્થિતિ સંબંધી યથાસંભવ એક સ્પર્ધ્વક જ વિવલાય છે. એટલે કે છેલ્લા સ્થિતિઘાતના છેલ્લા પ્રક્ષેપથી આરંભી અનુક્રમે વધતા સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્વત જે અનંત પ્રદેશ સત્કર્મસ્થાનો થાય તેના સમૂહને એક જ સ્પર્ધક વિવહ્યું છે.
પૂર્વોક્ત રૂદ્ધકોમાં તે એક સ્પર્ધ્વક મેળવતાં થીણદ્વિત્રિક આદિ અનુદયવતી પ્રકૃતિઓના કુલ આવલિકાના સમય પ્રમાણ રૂદ્ધકો થાય છે. ૧૭૧ પૂર્વની ગાથામાં કહ્યું તે જ સ્પર્ધકનું લક્ષણ બતાવે છે–
सव्वजहन्नपएसे पएसवुड्डीए णतया भेया । ठिठाणे ठिठाणे विन्नेया खवियकम्माओ ॥१७२॥ सर्व्वजघन्यप्रदेशे प्रदेशवृद्धयाऽनन्ता भेदाः ।।
स्थितिस्थाने स्थितिस्थाने विज्ञेयाः क्षपितकर्मणः ॥१७२॥
અર્થ–પ્રત્યેક સ્થિતિસ્થાનકમાં ક્ષપિતકર્માશ આશ્રયી જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે, તેમાં ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ વડે અનંતા ભેદો થાય છે એમ સમજવું.
ટીકાનુ–એક સમય પ્રમાણ સ્થિતિસ્થાનમાં, બે સમય પ્રમાણ સ્થિતિસ્થાનમાં, ત્રણ સમય પ્રમાણ સ્થિતિસ્થાનમાં, એમ યાવત્ સમય સમય વધારતાં સમયપૂન આવલિકાના સમયપ્રમાણ સ્થિતિસ્થાનમાં ક્ષપિતકર્માશ આત્માને જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તેમાં એક એક પરમાણુની વૃદ્ધિ થતાં ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ અનંત પ્રદેશ સત્કર્મસ્થાનો થાય છે. તે આ પ્રમાણે–
એક સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે પિતકર્માશ આત્માને જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય તે પહેલું પ્રદેશ સત્કર્મસ્થાન, એક અધિક પરમાણુવાળું બીજું પ્રદેશ સત્કર્મસ્થાન, બે અધિક પરમાણુવાળું ત્રીજું પ્રદેશ સત્કર્મસ્થાન, એમ એક એક પરમાણુ અધિક કરતાં ગુણિતકર્માશ આત્માને સર્વોત્કૃષ્ટ જે પ્રદેશ સત્કર્મસ્થાન તે છેલ્લું પ્રદેશ સત્કર્મસ્થાન છે.
આ પ્રમાણે એક સ્થિતિસ્થાનમાં અનંત પ્રદેશ સત્કર્મસ્થાનો થાય છે, તેના સમૂહને રૂદ્ધક કહે છે.