________________
પંચમઢાર
૭૧૫
એ જ રીતે બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે સર્વ જઘન્ય જે પ્રદેશસત્તા હોય તે પહેલું સત્કર્મસ્થાન, એક અધિક પરમાણુવાળું બીજું, એમ ગુણિતકર્મીશ આત્માને સર્વોત્કૃષ્ટ જે પ્રદેશ સત્કર્મસ્થાન તે છેલ્લું સત્કર્મસ્થાન છે. એ અનંત સત્કર્મસ્થાનોના સમૂહનું બે સમયસ્થિતિનું બીજું પદ્ધક કહેવાય છે. એ પ્રમાણે ત્રણ સમયસ્થિતિનું ત્રીજું, ચાર સમય સ્થિતિનું ચોથું, એમ જેટલાં એક સમય પ્રમાણાદિ સ્થિતિસ્થાનો હોય તેટલા સ્પર્ધકો થાય છે. ૧૭૨
એ જ હકીકત કહે છે–
एगलिइयं एगाए फड्डगं दोसु होइ दोटिइगं । तिगमाईसुवि एवं नेयं जावंति जासिं तु ॥१७३॥ एकस्थितिकमेकस्यां स्पर्धकं द्वयोर्भवति द्विकस्थितिकम् ।
त्र्यादिष्वप्येवं ज्ञेयं यावन्ति यासां तु ॥१७३॥
અર્થ_એક સમય સ્થિતિ શેષ રહે ત્યારે એક સ્થિતિ સંબંધી સ્પર્ધ્વક થાય છે, બે સમય શેષ સ્થિતિ રહે ત્યારે બે સમયનું સ્પર્ધ્વક થાય છે, એ પ્રમાણે ત્રણ ચાર આદિ સમયો રહે ત્યારે ત્રણ ચાર આદિ સમયનું પદ્ધક થાય છે. એ પ્રમાણે જે પ્રકૃતિઓના જેટલા સ્પર્ધકો સંભવે છે તેટલા ત્રણ આદિ સ્થિતિના રૂદ્ધકો થાય છે.
ટીકાનુ–ક્ષય થતાં થતાં જ્યારે એક સ્થિતિ શેષ રહે ત્યારે તે એક સ્થિતિમાં અનેક જીવોની અપેક્ષાએ પૂર્વે કહ્યા તે રીતે જે અનંત પ્રદેશ સત્કર્મસ્થાનો થાય છે તેના સમૂહરૂપ તે એક સ્થિતિનું સ્પદ્ધક થાય છે. જ્યારે બે સમય સ્થિતિ શેષ રહે ત્યારે તે બે સમય સ્થિતિમાં જઘન્ય પ્રદેશસત્તાથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્વત જે અનંત સત્કર્મસ્થાનો થાય તેના સમૂહરૂપ બે સ્થિતિનું બીજું સ્પદ્ધક થાય છે. એ પ્રમાણે ત્રણ સમય સ્થિતિ શેષ રહે ત્યારે તે ત્રણ સમય સ્થિતિમાં ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ જે અનંત પ્રદેશ સત્કર્મસ્થાનો થાય તેના સમૂહરૂપ ત્રણ સમય સ્થિતિનું ત્રીજું સ્પર્ધક થાય છે.
એ પ્રમાણે ચાર આદિ સમય સ્થિતિ શેષ રહે ત્યારે સ્પર્ધકો કહેવા. એમ જે પ્રકૃતિઓના જેટલા સ્પર્ધકો સંભવે તેના ત્રણ આદિ સ્થિતિ સંબંધી ઉક્ત પ્રકારે તેટલા રૂદ્ધકો કહેવા. ૧૭૩.
આ પ્રમાણે સ્પર્તકનું લક્ષણ કહ્યું. હવે “જે પહેલાં કહ્યું છે કે આવલિકાના સમય સમાન તે પ્રકૃતિઓના સ્પર્ધકો હોય છે, તો તે કઈ કઈ પ્રકૃતિઓના હોય છે તેઓના નામના કથનપૂર્વક ઉત્કૃષ્ટ રૂદ્ધક કહે છે –
आवलिमेत्तुक्कोसं फड्डग मोहस्स सव्वघाईणं । तेरसनामतिनिहाणं जाव नो आवली गलइ ॥१७४॥ आवलिकामात्रमुत्कृष्टं स्पर्द्धकं मोहस्य सर्वघातिनीनाम् ।
नामत्रयोदशत्रिनिद्राणां यावन्न आवलिगलति ॥१७४॥ અર્થ–મોહનીયની સર્વઘાતિ પ્રકૃતિઓ, નામકર્મની તેર પ્રકૃતિઓ અને ત્રણ નિદ્રાની