________________
પંચમહાર
૭૧૩
થાય છે. એટલે કે આવલિકાના સમય પ્રમાણ કુલ રૂદ્ધકો થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે
અભવ્ય યોગ્ય જઘન્ય પ્રદેશસત્તાવાળો કોઈ આત્મા ત્રસમાં ઉત્પન્ન થયો, ત્યાં અનેક વાર સર્વવિરતિ અને દેશવિરતિ પ્રાપ્ત કરીને તેમજ ચાર વાર મોહનીયને ઉપશમાવીને ફરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં માત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ રહીને મનુષ્યમાં ઉત્પન્ન થાય, મનુષ્યપણામાં શીધ્રપણે મોહનો ક્ષય કરવા માટે પ્રયત્નવંત થાય, ત્યાં ઉક્ત પ્રકૃતિઓને યથાયોગ્ય રીતે ક્ષય કરતાં કરતાં દરેકના છેલ્લા ખંડનો પણ ક્ષય થાય, માત્ર ઉદયાવલિકા શેષ રહે. તે ચરમ આવલિકાનો પણ તિબુકસંક્રમ વડે ક્ષય થતાં થતાં જ્યારે તેઓની સ્વરૂપની અપેક્ષાએ એક સમય પ્રમાણ સ્થિતિ અને કર્મત્વ સામાન્યની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ રહે ત્યારે ઓછામાં ઓછી જે પ્રદેશસત્તા હોય તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય.
એક પરમાણુનો પ્રક્ષેપ કરતાં બીજું પ્રદેશ સત્કર્મસ્થાન થાય એટલે કે જે જીવને એક અધિક પરમાણુની સત્તા હોય તેનું બીજું પ્રદેશ સત્કર્મસ્થાન થાય, એ પ્રમાણે બે પરમાણુનો પ્રક્ષેપ કરતાં ત્રીજું પ્રદેશ સત્કર્મસ્થાન થાય, ત્રણ પરમાણુનો પ્રક્ષેપ કરતાં ચોથું પ્રદેશ સત્કર્મસ્થાન થાય. એ પ્રમાણે એક એક પરમાણુનો પ્રક્ષેપ કરતાં કરતાં ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ અનંતા પ્રદેશ સત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવા, યાવત્ તે જ ચરમ સ્થિતિ વિશેષમાં ગુણિતકર્મશ આત્માને સર્વોત્કૃષ્ટ પ્રદેશ સત્કર્મસ્થાન થાય.
પ્રમાણે ત્રણ સમયાશ્રિત ત્રીજે, ચાર સમયાશ્રિત ચોથું, યાવતું ઉદયાવલિકાના સમય પ્રમાણ સમયાશ્રિત છેલ્લે સદ્ધક કહેવાય. અનુદયવતી પ્રવૃતિઓમાં ઉદયવતીથી એક સ્પર્ધક ઓછું હોય છે. કારણ કે તેનો છેલ્લો સમય સ્તિબુકસંક્રમ વડે અન્યત્ર સંક્રમી જાય છે, એટલે કે ઉદયવતી પ્રવૃતિઓની જ્યારે એક આવલિકા બરાબર શેષ રહે ત્યારે અનુદયવતી પ્રવૃતિઓની સમયગૂન આવલિકા શેષ રહે છે. એટલે જ ઉદયવતી પ્રવૃતિઓના સદ્ધકોથી અનુદયવતી પ્રવૃતિઓના એક ન્યૂન સ્પદ્ધકો થાય છે. આ પ્રમાણે જેઓની ચરમાવલિકા શેષ રહે અને અપવર્તના બંધ થાય તેઓના ચરમાવલિકા આશ્રિત રૂદ્ધકો કહ્યા. તથા જેઓની ઉદયાવલિકાથી વધારે સ્થિતિ શેષ હોય અને સ્થિતિઘાત તથા ગુણશ્રેણિ બંધ થાય તેઓના જેટલા સમયો શેષ હોય તેટલા સ્પર્તકો થાય છે. માત્ર અનુદયવતીના એક ઓછા થાય છે. તથા જેટલા નિયત સ્પદ્ધકો થયા ત્યારપછીના ચરમસ્થિતિઘાતથી આરંભી ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વતનું એક જ રૂદ્ધક થાય છે. કારણ કે તેમાં ગુણશ્રેણિ આદિથી અનેક પ્રકારના ફેરફારો થાય છે. એટલે તેનું એક જ રૂદ્ધક વિવાયું છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. - અહીં જેઓની ગુણશ્રેણિ ઉદયાવલિકામાં પ્રવેશી છે તેનો અર્થ એ સમજવો કે જેઓના ગુણશ્રેણિ દ્વારા ગોઠવાયેલાં દલિકો હવે ઉદયાવલિકા પૂરતા જ રહ્યાં છે, વધારે નથી. કારણ કે સત્તામાં માત્ર એક આવલિકા જ બાકી છે, શેષ સર્વ નષ્ટ થયેલ છે. આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. - ૧. અહીં ટીકામાં ક્રિસમયમાત્રાવસ્થાના સ્થિતિઃ' એ પ્રમાણે લખ્યું છે. આનો અર્થ “બે સમયમાત્ર જેનું અવસ્થાન–સ્થિતિ છે' એ થાય છે. તેનો તાત્પર્ય એ છે કે સ્વરૂપની અપેક્ષાએ સમય સ્થિતિ અને કર્મત્વ સામાન્યની અપેક્ષાએ બે સમયસ્થિતિ. કારણ કે ઉદયાવલિકાના ચરમસમયે અનુદયાવલિકાની ચરમ સ્થિતિ સ્વરૂપ સત્તાએ હોતી નથી, પરરૂપે હોય છે અને ઉપાજ્ય સમયે સ્વરૂપ સત્તાએ હોય છે. એટલે ઉપાન્ય સમય સ્વરૂપ સત્તાનો અને ચરમસમય પરરૂપ સત્તાનો એમ બે સમય લઈ બે સમય માત્ર જેનું અવસ્થાન
છે એમ જણાવ્યું છે. કેમકે સ્પર્ધકો તો સ્વરૂપ સત્તાએ રહેલી સ્થિતિમાં જ થાય છે. * ૨. કર્મપ્રકૃતિ ચૂર્ણિ સત્તા પૃ. ૬૭/રમાં એક એક પરમાણુના પ્રક્ષેપને બદલે એક એક કર્મસ્કંધની વૃદ્ધિ કરવાનું કહેલ છે. * પંચ૧-૯૦