________________
પંચસંગ્રહ-૧
૭૧૨
અપેક્ષાએ સમય માત્ર સ્થિતિ અને કર્મત્વ સામાન્યની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે તે આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
શેષ પ્રકૃતિઓની ક્ષપિતકર્માંશ આત્માને તે તે પ્રકૃતિના ક્ષય સમયે જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
આ પ્રમાણે જઘન્ય પ્રદેશસત્તાનું સ્વામિત્વ કહ્યું. હવે પ્રદેશસત્તાના સ્થાનની પ્રરૂપણા માટે સ્પર્ધકની પ્રરૂપણા કરે છે—
चरमावलिप्पविट्ठा गुणसेढी जासि अत्थि न य उदओ । आवलिंगासमयसमा तासिं खलु फक्कगाई तु ॥१७१॥
चरमावलिप्रविष्टा गुणश्रेणिर्यासामस्ति न चोदयः । आवलिकासमयसमानि तासां खलु स्पर्द्धाकानि तु ॥ १७१ ॥
અર્થ—જે કર્મપ્રકૃતિઓની ગુણશ્રેણિ છેલ્લી આવલિકામાં પ્રવેશેલી છે પરંતુ ઉદય હોતો નથી તે પ્રકૃતિઓના આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધ્વકો થાય છે.
ટીકાનુ—ક્ષયકાળે જે કર્મપ્રકૃતિઓની ગુણશ્રેણિ ચરમાવલિકામાં પ્રવેશેલી છે પરંતુ ઉદય હોતો નથી તે ત્યાનર્વિંત્રિક, મિથ્યાત્વમોહનીય, પહેલા અનંતાનુબંધિ આદિ બાર કષાય, નરકદ્ધિક, તિર્યશ્વિક, પંચેન્દ્રિયજાતિ સિવાય શેષ જાતિચતુષ્ક, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણરૂપ ઓગણત્રીસ પ્રકૃતિઓના આવલિકામાં જેટલા સમયો હોય, તેટલા સ્પર્ધ્વકો
૧. પહેલા વિવક્ષિત સમયે કોઈપણ એક જીવાશ્રિત જઘન્ય પ્રદેશસત્તા કે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી હવે પ્રદેશ સત્કર્મ સ્થાનનું નિરૂપણ કરવા સ્પર્ધ્વક કહે છે. તેમાં જઘન્ય પ્રદેશસત્તાથી આરંભી એક એક ૫રમાણુ વડે વધતાં વધતાં ભિન્ન ભિન્ન પ્રદેશ સંબંધી એ સત્તાસ્થાનકો થાય તે સઘળાં પ્રદેશ સત્કર્મસ્થાનો કહેવાય અને એક એક સમયે જઘન્ય પ્રદેશસત્તાથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યંત જેટલાં સ્થાનો થાય તેઓનો જે પિંડ તે સ્પર્ધક કહેવાય છે. ઉદયવતી પ્રકૃતિઓની સત્તામાં છેલ્લી આવલિકા શેષ રહે તેના સમય પ્રમાણ અને અનુદયવતી પ્રકૃતિઓનાં એક સમયન્યૂન આવલિકા પ્રમાણ અને કેટલીએક પ્રકૃતિઓની ગુણશ્રેણિ અને સ્થિતિઘાત બંધ થયા પછી એટલે કે તે બન્ને અટકી ગયા પછી જેટલા સમયો રહે તેટલા સમય પ્રમાણ સ્પÁકો થાય છે. માત્ર તે દરેકમાં એક વધારે હોય છે. તથા ઉદયવતી અને અનુદયવતી પ્રકૃતિઓમાં એક સ્પÁકનો તફાવત છે. ઉદયવતીમાં અનુદયવતીથી એક સ્પર્ધક વધારે હોય છે. ગુણશ્રેણિ અને સ્થિતિઘાત બંધ થયા પછી જેટલા સમયો શેષ રહે તેમાં પ્રદેશની હાનિવૃદ્ધિ થતી નથી. જે પ્રમાણે ગોઠવાયેલા હોય છે તે પ્રમાણે પ્રાયઃ ભોગવવાના હોય છે એટલે તેનાં નિયત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. દાખલા તરીકે, ઉદયાવલિકાનો છેલ્લો સમય શેષ રહે ત્યારે જે જીવને ઓછામાં ઓછી પ્રદેશસત્તા હોય તે પહેલું સત્કર્મસ્થાન, જે જીવને એક પરમાણુ વધારે સત્તામાં હોય તે બીજું સત્કર્મસ્થાન, જેને બે વધારે હોય તે ત્રીજું સ્થાન, એમ એક એક પરમાણુ વધારતાં જે જીવને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય તે છેલ્લું પ્રદેશ સત્કર્મસ્થાન. એ બધાનો સમુદાય તે ઉદયાવલિકાના ચરમસમયાશ્રિત સ્પર્ધક કહેવાય. એ પ્રમાણે ઉદયાવલિકાના બે સમય શેષ હોય ત્યારે જે જીવને ઓછામાં ઓછી પ્રદેશસત્તા હોય તે પહેલું પ્રદેશ સત્કર્મસ્થાન, એક પરમાણુ વધારે હોય તે બીજું, એમ એક એક વધારતાં જેને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય તે છેલ્લું સત્કર્મસ્થાન. તેનો જે સમુદાય તે ઉદયાવલિકાના છેલ્લા બે સમયાશ્રિત બીજું સ્પર્ધક કહેવાય. એ