________________
પંચમત્કાર
૭૧૧
બંધ કર્યા વિના એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે એકેન્દ્રિય જીવ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ વડે થતી ઉલના દ્વારા ઉવેલવાનો આરંભ કરે, ઉવેલતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને કર્મત્વ સામાન્યની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે તે અગિયાર પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
તથા પિતકર્માશ કોઈ સૂક્ષ્મત્રસ-તેઉકાય અને વાઉકાયના જીવ મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રની ઉદ્ધલના કરી, ત્યાંથી સૂક્ષ્મ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થઈ ત્યાં અંતર્મુહૂર્વકાળ પર્યત ફરી એ ત્રણે પ્રકૃતિઓને બાંધી તેઉકાય-વાઉકાયમાં ઉત્પન્ન થાય. ત્યાં ચિરોઢલના વડે ઉદ્ધલનાનો આરંભ કર્યો. ઉવેલતાં ઉવેલતાં સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને કર્મત્વ સામાન્યની અપેક્ષાએ બે સમય સ્થિતિ જ્યારે શેષ રહે ત્યારે એ ત્રણ પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તા નીચેની ગાથામાં કહેશે. ૧૬૯ હવે લોભ વગેરે પ્રકૃતિઓની અને આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તા કહે છે–
अंतिमलोभजसाणं असेढिगाहापवत्तअंतंमि । મિચ્છત્તા મહારાજ સેવા નિયત ૭૦
अन्तिमलोभयशसोः अश्रेणिगयथाप्रवृत्तकरणान्ते ।
मिथ्यात्वं गते आहारकस्य शेषाणां निजकान्ते ॥१७०॥ અર્થ–ઉપશમશ્રેણિ કર્યા સિવાય ક્ષપકશ્રેણિ કરતા યથાપ્રવૃત્તકરણના અંત સમયે સંજવલન લોભ અને યશકીર્તિની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. આહારકસપ્તકની મિથ્યાત્વે ગયેલાને જઘન્ય પ્રદેશસત્તા હોય છે અને શેષ પ્રકૃતિઓની પોતપોતાના ક્ષય સમયે જઘન્ય
પ્રદેશસત્તા હોય છે.
ટીકાનુ–જે પિતકર્માશ આત્મા પહેલાં ઉપશમશ્રેણિ કર્યા સિવાય ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય, તે ક્ષપિતકર્માશ આત્માને યથાપ્રવૃત્તકરણ-અપ્રમત્ત ગુણસ્થાનકના ચરમસમયે સંજવલન લોભ અને યશકીર્તિની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
જો મોહનો સર્વથા ઉપશમ કરે તો ગુણસંક્રમ વડે અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનો ઉક્ત પ્રકૃતિમાં સંક્રમ થતો હોવાથી તેઓનું સત્તામાં ઘણું દલિક પ્રાપ્ત થાય અને તેમ થવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકે નહિ. જઘન્ય પ્રદેશસત્તાના વિષયમાં તેનું કંઈ પ્રયોજન નથી માટે ઉપશમશ્રેણિ કર્યા સિવાય ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય એમ કહ્યું છે. - તેમાં અપ્રમત્ત ગુણસ્થાનકના ચરમસમયે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. કારણ કે અપૂર્વકરણથી ગુણસંક્રમ શરૂ થતો હોવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકતી નથી.
મિથ્યાત્વે ગયેલા આત્માને આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. એટલે કે કોઈ અપ્રમત્ત આત્મા અલ્પકાળ પર્યત આહારકસપ્તક બાંધી મિથ્યાત્વે જાય અને ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે તેની ઉકલના કરે, ઉધલના કરતાં ચરમસમયે સ્વરૂપની