________________
પંચસંગ્રહ-૧
સમ્યગ્દષ્ટિ કોઈ ક્ષપિતકર્માંશ આત્માએ સમ્યગ્દષ્ટિ છતાં અનંતાનુબંધિ ચતુષ્કની ઉદ્ગલના કરી સત્તામાંથી નિર્મૂળ કરી નાખ્યા. ત્યારપછી સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વગુણઠાણે જઈ મિથ્યાત્વરૂપ હેતુ વડે અંતર્મુહૂર્વકાળ પર્યંત અનંતાનુબંધિ ચતુષ્ક બાંધી ફરી ક્ષાયોપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તે સમ્યક્ત્વનું વાર છાસઠ એટલે એકસો બત્રીસ સાગરોપમ પર્યંત પાલન કરીને છેવટે તે ખપાવવા માટે પ્રયત્નવંત થાય તે અનંતાનુબંધિ ચતુષ્કને ખપાવતાં ખપાવતાં જ્યારે સઘળા ખંડોનો ક્ષય થાય અને ઉદયાવલિકાને સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવતા જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને સામાન્યતઃ કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે તેઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
૭૧૦
કોઈ ક્ષપિતકર્માંશ આત્મા એકસો બત્રીસ સાગરોપમ પર્યંત સમ્યક્ત્વનું પાલન કરી, પડી મિથ્યાત્વગુણસ્થાને જાય ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે થતી મંદ ઉદ્ગલના વડે સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયને ઉવેલવાનો આરંભ કરે, ઉવેલતો તે આત્મા ' તે બંનેના દલિકને મિથ્યાત્વ મોહનીયમાં સંક્રમાવે. આ પ્રમાણે સંક્રમાવતાં સંક્રમાવતા ઉદયાવલિકાની ઉપરના છેલ્લા ખંડના સઘળા દલિકને છેલ્લે સમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી નાંખે. ઉદયાવલિકાના દલિકને સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવે. એ રીતે સંક્રમાવતા જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણ સ્થિતિ અને સામાન્યતઃ કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે તે બંનેની જધન્ય પ્રદેશસત્તા હોય છે.
નરકદ્ધિક, દેવદ્વિક અને વૈક્રિયસપ્તકરૂપ અગિયાર પ્રકૃતિઓને કોઈ એકેન્દ્રિય જીવ ક્ષપિતકર્માંશ છતાં ઉવેલી, ત્યારપછી સંજ્ઞી તિર્યંચમાં આવી અંતર્મુહૂર્ત કાળપર્યંત બાંધે, બાંધી સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તેત્રીસ સાગરોપમને આઉખે ઉત્પન્ન થાય ત્યાં વિપાકોદય દ્વારા અને સંક્રમ વડે યથાયોગ્ય રીતે અનુભવે. ત્યારપછી તે નરકમાંથી નીકળી સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં તથાપ્રકારના અધ્યવસાયના અભાવે પ્રસ્તુત અગિયાર પ્રકૃતિઓનો
૧. અહીં પૂર્વના અનંતાનુબંધિ ચતુષ્કની ઉદ્ગલના કરવાનું કહ્યું, કારણ કે ઘણા કાળના બંધાયેલા હોવાથી તેઓની વધારે પ્રદેશોની સત્તા હોય. અહીં જઘન્ય પ્રદેશસત્તા કહેવાની છે. તેથી જ મિથ્યાત્વગુણઠાણે જઈ ત્યાં માત્ર અંતર્મુહૂર્ત પર્યંત બાંધી સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું કહ્યું અને તેને એકસો બત્રીસ સાગરોપમ પાલન કરવાનું કહ્યું. તેટલા કાળમાં સંક્રમકરણ અને સ્તિબુકસંક્રમ વડે ઘણી સત્તા ઓછી કરે. છેવટે ઉદ્ગલના કરતાં અંતે જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકે છે.
૨. અહીં જે બે સમય પ્રમાણ સ્થિતિ કહી તે ઉદયાવલિકાનો સ્વરૂપ સત્તાની અપેક્ષાએ રહેલો જે છેલ્લો સમય સ્તિબુકસંક્રમ વડે અન્ય રૂપે થઈ જાય તે સમય ગણતાં કહી છે. કારણ કે સ્તિબુકસંક્રમ વડે સંક્રમેલી સ્થિતિ સંક્રમણકરણ વડે સંક્રમેલી સ્થિતિની જેમ સર્વથા પર સ્વરૂપને પ્રાપ્ત કરતી નથી. કંઈક સ્વરૂપે પણ રહે છે. એટલે તે સમય પણ સંક્રમ્યમાણ પ્રકૃતિનો ગણવામાં આવે છે. એટલે જ બે સમય પ્રમાણ સ્થિતિ કહી છે.
૩. એ બંનેની જઘન્ય પ્રદેશસત્તા આ પ્રમાણે જ ઘટે છે. જો કે ક્ષાયિક સમ્યક્ત્વ ઉપાર્જન કરતાં પણ તે બંનેનો ક્ષય થાય છે, પણ ત્યાં અંતર્મુહૂર્તમાં જ ક્ષય થાય છે. વળી ગુણશ્રેણિ થતી હોવાથી સમયમાત્ર સ્થિતિ શેષ રહે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોઈ શકતી નથી. માટે મિથ્યાત્વ ગુણઠાણે જ આ રીતે ઉદ્ગલના થતા જઘન્ય પ્રદેશસત્તા સંભવે છે.