SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમદ્વાર સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામ એ સૂક્ષ્મત્રિક તથા બેઇન્દ્રિયજાતિ, તેઇન્દ્રિયજાતિ અને ચરિન્દ્રિયજાતિ એ વિકલત્રિક, એ છ પ્રકૃતિઓને તિર્યંચો અને મનુષ્યો જ્યારે પૃથક્ક્સ પૂર્વકોટિ વર્ષ પર્યંત વારંવાર બંધ વડે પુષ્ટ કરે ત્યારે તે તે પ્રકૃતિઓના બંધના અંતસમયે તે તિર્યંચો અને મનુષ્યોને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. કેમ કે સૂક્ષ્મત્રિકાદિ છ પ્રકૃતિઓનો બંધ તિર્યંચ અને મનુષ્યોને જ હોય છે એટલે તેઓને જ વારંવાર બંધ વડે ઉત્કૃષ્ટ પ્રદેશનો સંચય થઈ શકે છે. ૧૬૭ આ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી કહ્યા. હવે જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી કહે છે— ओहेण खवियकम्मे पएससंतं जहन्नयं होइ । नियसंकमस्स विरमे तस्सेव विसेसियं मुणसु ॥ १६८ ॥ ओघेन क्षपितकर्म्मणि प्रदेशसत् जघन्यं भवति । निजसंक्रमस्य विरमे तस्यैव विशेषितं जानीहि ॥ १६८ ॥ ૭૦૯ અર્થ—ઘણે ભાગે ક્ષપિતકર્માંશ આત્માને પોતપોતાના સંક્રમને અંતે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. પરંતુ તે ક્ષપિતકર્માંશને વિશેષ યુક્ત સમજવી. એટલે કે તેના સંબંધમાં કેટલોએક વિશેષ છે કે જે નીચેની ગાથામાં કહેવાશે તે વિશેષ યુક્ત જઘન્ય પ્રદેશસત્તા સમજવી. હવે જઘન્ય પ્રદેશસત્તાના સંબંધમાં જે વિશેષ છે તેનો વિચાર કરે છે— उव्वलमाणीणेगट्टिई उव्वलए जयां दुसामइगा I थोवद्धमज्जियाणं चिरकालं पालिया अंते ॥ १६९॥ • उद्वलनानामेकस्थितिरुद्वलनायां यदा द्विसामयिकी । स्तोकाद्धामर्जितानां चिरकालं परिपाल्यान्ते ॥ १६९॥ અર્થ—અલ્પકાળ પર્યંત બંધ વડે પુષ્ટ થયેલી ઉદ્વલનયોગ્ય પ્રકૃતિઓની જ્યારે ઉદ્ગલના થાય ત્યારે બે સમયપ્રમાણ જે એક સ્થિતિ તે જઘન્ય પ્રદેશસત્તા છે. એટલું વિશેષ છે કે ચિરકાળ પર્યંત સમ્યક્ત્વનું પાલન કર્યા બાદ છેવટે હોય છે. ટીકાનુ—અલ્પકાળ પર્યંત બંધ વડે ઉપચિત-સંચિત કરેલી જે કર્મપ્રકૃતિઓની ઉદ્ગલના થાય છે તે-આહારકસપ્તક, વૈક્રિયસપ્તક, દેવદ્વિક, મનુજદ્ધિક, નરકદ્વિક, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, ઉચ્ચગોત્ર અને અનંતાનુબંધિચતુષ્કરૂપ સત્તાવીસ પ્રકૃતિઓની જ્યારે પોતપોતાની ઉદ્ગલના થાય ત્યારે સ્વ અને પર બન્નેની અપેક્ષાએ બે સમય સ્થિતિ અને સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર એક સ્થિતિ શેષ રહે ત્યારે તેઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. સામાન્ય સ્વરૂપે કહેલી આ હકીકતને વિશેષથી કહે છે—અલ્પકાળ પર્યંત બંધ વડે પુષ્ટ કરેલા અનંતાનુબંધિ ચતુષ્કની ચિરકાળ પર્યંત સમ્યક્ત્વનું પાલન કરી ઉદ્ઘલના કરતાં અંતે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તાત્પર્ય આ પ્રમાણે—
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy