________________
૭૦૮
પંચસંગ્રહ-૧ ટીકાનું–શુભનામ, સ્થિરનામ અને ધ્રુવબંધિની શુભ વીસ પ્રકૃતિઓતૈજસ કાર્મણસપ્તક, શુભવર્ણાદિ અગિયાર, અગુરુલઘુ અને નિર્માણ કુલ બાવીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પણ પૂર્વોક્ત પ્રકારે જ એટલે કે જે રીતે પંચેન્દ્રિયજાતિ આદિ બાર પ્રકૃતિઓની સત્તા કહી તે જ પ્રમાણે સમજવી. માત્ર ચાર વાર મોહનીયનો ઉપશમ કર્યા બાદ અતિશીધ્ર મોહનીયનો ક્ષય કરવા માટે ઉદ્યમવંત થયેલાને હોય એટલું વિશેષ કહેવું.
તીર્થંકરનામ અને આહારકસપ્તકની પોતપોતાના ઉત્કૃષ્ટ બંધકાળના અંતસમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
એટલે કે ગુણિતકર્માશ કોઈ આત્મા જ્યારે દેશોન બે પૂર્વકોડિ વર્ષ અધિક તેત્રીસ સાગરોપમ પર્વત તીર્થંકરનામકર્મને બંધ વડે પુષ્ટ કરે ત્યારે તે તીર્થંકરનામકર્મના બંધના અંત સમયે તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે અને જેણે આહારકસપ્તકને પણ દેશોન પૂર્વકોટિ પર્યત વારંવાર બંધ વડે પુષ્ટ કરેલું હોય તેને તે આહારકસપ્તકની તેના બંધવ્યવચ્છેદ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૧૬૬
तुल्ला नपुंसगेणं एगिदियथावरायवुज्जोया । । सुहुमतिगं विगलावि य तिरिमणुय चिरच्चिया नवरिं ॥१६७॥ तुल्या नपुंसकेन एकेन्द्रियस्थावरातपोद्योतानि ।
सूक्ष्मत्रिकं विकला अपि च तिर्यग्मनुजैः चिरं चिता: नवरम् ॥१६७॥ અર્થ_એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ, આતપનામ અને ઉદ્યોતનામની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા નપુંસકવેદની તુલ્ય સમજવી. તથા તિર્યંચ અને મનુષ્યોએ દીર્ઘકાળ વડે સંચિત કરેલી સૂક્ષ્મત્રિક અને વિકલત્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા તિર્યંચ અને મનુષ્યોને સમજવી.
ટીકાનુ–એકેન્દ્રિયજાતિ, સ્થાવરનામ, આતપનામ અને ઉદ્યોતનામની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા નપુંસકવેદની સમાન સમજવી. એટલે કે–જે રીતે ઈશાન દેવલોકને પોતાના ચરમસમયે નપુંસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી છે, તે રીતે ઉપરોક્ત ચાર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પણ ઈશાન દેવલોકને પોતાના ભવના ચરમસમયે સમજવી. કારણ કે નપુંસકવેદનો બંધ ક્લિષ્ટ પરિણામે થાય છે અને તેવા ક્લિષ્ટ પરિણામ જ્યારે થાય, ત્યારે તે દેવોને એકેન્દ્રિય યોગ્ય કર્મબંધ કરતાં ઉપરોક્ત ચાર પ્રકૃતિઓનો પણ બંધ થાય છે.
૧. તીર્થંકરનામકર્મનો નિકાચિત બંધ થયા પછી સમયે સમયે તેનો બંધ થયા જ કરે છે. તીર્થંકરનામકર્મ, ત્રીજે ભવે નિકાચિત થાય છે. પૂર્વકોટિ વર્ષનો કોઈ આત્મા પોતાનું ઓછામાં ઓછું જેટલું આયુ ગયા બાદ નિકાચિત કરી શકે ત્યારે તેત્રીસ સાગરોપમના આઉખેઅનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યાંથી એવી ચોરાશી લાખ પૂરવના આઉખે તીર્થંકર થાય. તીર્થકરનું ઉત્કૃષ્ટ આયુ ચોરાશી લાખ પૂર્વનું જ હોય છે. તે ભવમાં જ્યાં સુધી આઠમું ગુણસ્થાનક પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેનો બંધ થયા કરે છે. એટલે ઉપરનો તેટલો કાળ જણાવ્યો છે. એ પ્રમાણે આહારકદ્વિકનો બંધ થયા પછી પણ પોતાની બંધયોગ્ય ભૂમિકામાં તે બંધાયા કરે છે. પરંતુ તેનો બંધ સાતમે ગુણઠાણે થાય અને તે ગુણસ્થાનક મનુષ્યગતિમાં જ હોય એટલે તેના માટે દેશોન પૂર્વકોટિમાંથી જેટલો વધારેમાં વધારે કાળ હોઈ શકે તેટલો લીધો છે.