________________
૭૦૦
પંચસંગ્રહ-૧
પુરુષવેદ અને પરાઘાતની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ચાર પ્રકારે છે. તથા અનંતાનુબંધિ યશકીર્તિ અને સંજવલન લોભ વર્જિત ધ્રુવસત્તા પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા ત્રણ પ્રકારે છે. અનંતાનુબંધિ આદિ છ પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા ચાર પ્રકારે છે, તથા જે જે પ્રકૃતિઓમાં જે જે વિકલ્પો નથી કહ્યા તે સઘળા વિકલ્પો બે પ્રકારે છે.
ટીકાનુ ધ્રુવબંધિની શુભ પ્રકૃતિઓ–નિર્માણ, અગુરુલઘુ, શુભવર્ણાદિ અગિયાર, તૈજસકાશ્મણસપ્તક એ પ્રમાણે વસ, તથા ત્રસાદિ દશ, પંચેન્દ્રિયજાતિ, સમચતુરગ્ન સંસ્થાન, વજઋષભનારાચ સંઘયણ, સાતાવેદનીય, સંજવલન ચતુષ્ક, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, પુરુષવેદ અને પરાઘાત સઘળી મળી બેતાળીસ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
વજઋષભનારાચ સંઘયણ વર્જિત શેષ એકતાળીસ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ક્ષપકશ્રેણિમાં પોતપોતાના બંધના અંતસમયે વર્તતા ગુણિતકર્માશ આત્માને હોય છે. તે માત્ર એક સમય હોવાથી સાદિ સાંતભાંગે છે. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અનુત્કૃષ્ટ છે. અનુત્કૃષ્ટ સત્તા ઉત્કૃષ્ટ સત્તાના પછીના સમયે થતી હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
વજઋષભનારાચ સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાતમી નરકમૃથ્વીમાં વર્તતા મિથ્યાત્વ ગુણઠાણે જવા ઇચ્છતા-જવાની તૈયારી કરતા ગુણિતકર્માશ સમ્યગ્દષ્ટિ નારકીને હોય છે. તે ઉત્કૃષ્ટ સત્તા સાદિ સાંત ભાંગે છે. તે સિવાય સઘળી પ્રદેશસત્તા અનુત્કૃષ્ટ છે. તે અનુત્કૃષ્ટ સત્તા ઉત્કૃષ્ટ સત્તાના પછીના સમયે થતી હોવાથી સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ. અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોય છે.
અનંતાનુબંધિ ચતુષ્ક, સંજવલન લોભ અને યશકીર્તિ, એ છ પ્રકૃતિઓ સિવાય એકસો ચોવીસ ધ્રુવસત્તા પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા અનાદિ ધ્રુવ અને અદ્ભવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે
એ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા પોતપોતાના ક્ષયના ચરમસમયે ક્ષપિતકર્માશ આત્માને હોય છે. તે એક સમયમાત્ર હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય છે અને તે અનાદિ છે, કારણ કે તેનો સર્વદા સદ્ભાવ છે. અભવ્યને અનંત અને ભવ્યને સાંત છે.
તથા પહેલા કાઢી નાખેલી અનંતાનુબંધિ ચતુષ્ક, યશકીર્તિ અને સંજ્વલન લોભ એ છે પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–
અનંતાનુબંધિની ઉઠ્ઠલના કરતા ક્ષપિતકર્માશ કોઈ આત્માને સત્તામાં તેની જ્યારે એક સ્થિતિ શેષ રહે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તેનો કાળ માત્ર એક સમય હોવાથી તે જઘન્ય પ્રદેશસત્તા સાદિ સાંત ભાંગે છે. તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય હોય છે. તે અજઘન્ય સત્તા અનંતાનુબંધિની ઉઠ્ઠલના કર્યા પછી મિથ્યાત્વ નિમિત્તે જ્યારે ફરી બાંધે ત્યારે થાય માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી એટલે કે અદ્યાપિ પર્યત અનંતાનુબંધિની જેઓએ,