________________
પંચમહાર
૬૯૯
. सत्तण्डं अजहन्नं तिविहं सेसा दुहा पएसंमि । मूलपगईसु आउस्स साइ अधुवा य सव्वेवि ॥१५३॥ सप्तानामजघन्यं त्रिविधं शेषा द्विविधाः प्रदेशे ।
मूलप्रकृतीनामायुषः साद्यध्रुवाश्च सर्वेऽपि ॥१५३॥ અર્થ–સાત મૂળપ્રકૃતિઓના પ્રદેશના વિષયમાં અજઘન્ય પ્રદેશ સત્કર્મ ત્રણ પ્રકારે છે અને શેષ વિકલ્પો બે પ્રકારે છે. તથા આયુના સઘળા વિકલ્પો સાદિ સાંત એમ બે પ્રકારે છે. ૧૫૩. 1 ટીકાનુ-આયુવર્જિત સાત મૂળકર્મની પ્રદેશ સંબંધી અજઘન્ય સત્તા અનાદિ ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે–
આયુવર્જિત સાત કર્મની પોતપોતાના ક્ષય સમયે ચરમસ્થિતિમાં વર્તતા ક્ષપિતકર્માશ આત્માને જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે સત્તામાત્ર એક સમય પ્રમાણ હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અજઘન્ય છે. તે અજઘન્ય સત્તા સર્વદા હોવાથી અનાદિ છે. અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોય છે.
શેષ ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ અને જઘન્ય એ ત્રણ વિકલ્પો સાદિ અને સાત એમ બે પ્રકારે છે. તેમાં ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા જેનું સ્વરૂપ આગળ કહેવાશે તે ગુણિતકર્માશ સાતમી નરકપૃથ્વીમાં વર્તમાન મિથ્યાષ્ટિને હોય છે અને શેષકાળ તેને પણ અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે માટે તે બંને સાદિ સાંત ભાંગે છે. જઘન્યભંગ તો અજઘન્યનો વિચાર કરતાં વિચાર્યું છે.
આયુના ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય એ ચારે વિકલ્પો ચારે આયુની અધ્રુવસત્તા હોવાથી સાદિ અને સાંત એ બે ભાંગે છે. ૧૫૩ હવે ઉત્તરપ્રકૃતિ આશ્રયી સાદિ વગેરે ભંગની પ્રરૂપણા કરે છે –
सुभधुवबंधितसाई पणिदिचउरंसरिसभसायाणं । संजलणुस्साससुभखगइपुंपराघायणुक्कोसं ॥१५४॥ चउहा धुवसंतीणं अणजससंजलणलोभवज्जाणं । तिविहमजहन्न चउहा इमाण छण्हं दुहाणुत्तं ॥१५५॥ शुभध्रुवबन्धिनीत्रसादिपञ्चेन्द्रियचतुरस्रऋषभसातानाम् । संज्वलनोच्छ्वासशुभखगतिपुंपराघातानामनुत्कृष्टम् ॥१५४॥ चतुर्दा ध्रुवसत्ताकानां अनयशःसंज्वलनलोभवानाम् । '
त्रिविधमजघन्यं चतुर्द्धा आसां षण्णां द्विधाऽनुक्तम् ॥१५५॥ અર્થ–ધ્રુવબંધિની શુભ પ્રકૃતિઓ, ત્રસાદિ દશક, પંચેન્દ્રિયજાતિ, સમચતુરગ્નસંસ્થાન, વજઋષભનારાચસંઘયણ, સાતાવેદનીય, સંજ્વલન ચતુષ્ક, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ,