________________
પંચસંગ્રહ-૧
સત્તાગત અનુભાગસ્થાનો ત્રણ પ્રકારે છે. કારણ કે ભિન્ન ભિન્ન ત્રણ રીતે સત્તામાં રસનો ભેદ થાય છે. તે આ પ્રમાણે—બંધ વડે, ઉદ્ધત્તના-અપવર્દનાકરણ વડે અને રસઘાત વડે. તેમાં બંધ વડે જેઓની ઉત્પત્તિ થાય છે તેઓ શાસ્ત્રમાં બંધોત્પત્તિક એ નામે પ્રસિદ્ધ છે. બંધોત્પત્તિક એટલે બંધ વડે ઉત્પત્તિ છે જેઓની, તે દરેક સમયે દરેક આત્માઓને કોઈ ને કોઈ રસસ્થાનક બંધાય છે તેમાં ઉર્જાના, અપવર્ત્તના કે રસઘાત વડે ભેદ ન થાય ત્યાં સુધી તે બંધોત્પત્તિક રસસ્થાનક કહેવાય છે. તે અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ છે. કારણ કે તેના હેતુઓ અસંખ્યાતા લોકાકાશપ્રદેશપ્રમાણ છે.
૬૯૮
ઉદ્ધત્તના-અપવર્તનારૂપ બે કરણના વશથી જેઓ ઉત્પન્ન થયેલા છે તેઓનો હતોત્પત્તિક એવા નામ વડે વ્યવહાર થાય છે. હૃતાત્ ઉત્પત્તિયેષાં તાનિ હતોત્પત્તિનિ—ઘાત થવાથી ઉત્પત્તિ છે જેઓની તે હતોત્પત્તિક એવો તેનો વ્યુત્પત્યર્થ છે. તાત્પર્ય એ કે—
ઉદ્ધત્તના-અપવર્તનારૂપ બે કરણ વડે બંધાવલિકા વીત્યા બાદ બંધાયેલા રસમાં જે વૃદ્ધિહાનિ થાય છે અને વૃદ્ધિ-હાનિ થવા વડે પૂર્વાવસ્થાનો જે વિનાશ થાય અને તે પૂર્વાવસ્થાનો વિનાશ થવા વડે જેઓ ઉત્પન્ન થાય, તેઓ હતોત્પત્તિક અનુભાગ સ્થાનકો કહેવાય છે.
રસસ્થાન બંધાયા પછી બંધાવલિકા વીત્યા બાદ ઉદ્ધત્તના-અપવત્તના વડે રસની અસંખ્ય પ્રકારે વૃદ્ધિ-હાનિ થાય છે. આ પ્રમાણે સત્તામાં ઉદ્ધત્તના અપવર્ઝના વડે જે રસના ભેદો થાય છે તે હતોત્પત્તિક અનુભાગ સત્કર્મસ્થાનો કહેવાય છે. તેઓ બંધોત્પત્તિક અનુભાગ સત્કર્મ સ્થાનોથી અસંખ્યાતગુણા છે, કારણ કે બંધથી ઉત્પન્ન થયેલા—બંધાયેલા એક એક રસસ્થાનકમાં અનેક જીવોની અપેક્ષાએ ઉદ્ધત્તના અપવર્ઝના વડે અસંખ્યાતા ભેદો થાય છે.
અનુભાગનો ઘાત થવાથી એટલે કે રસઘાત થવા વડે સત્તાગત અનુભાગના સ્વરૂપનો જે અન્યથાભાવ થાય અને તે વડે જે અનુભાગસ્થાનકો થાય તેનો શાસ્ત્રોમાં હતહતોત્પત્તિક એવા નામે વ્યવહાર થાય છે. ઉદ્ધૃત્તના-અપવર્ઝના વડે બદ્ધ રસસ્થાનકના સ્વરૂપનો અન્યથાભાવ થયા બાદ સ્થિતિઘાત રસઘાત વડે જેઓના સ્વરૂપનો અન્યથાભાવ થાય તે હતહતોત્પત્તિક રસસ્થાનકો કહેવાય છે.
અહીં પહેલા ઉદ્ધત્તના અપવર્ઝના વડે બદ્ધ રસસ્થાનકના સ્વરૂપનો ઘાત-અન્યથાભાવ થયો, ત્યારપછી ફરી સ્થિતિઘાત ૨સઘાત વડે થયો. આ પ્રમાણે બે વાર ઘાત થયો અને તે વડે રસસ્થાનકો ઉત્પન્ન થયા એટલે તેઓનો હતહતોત્પત્તિક એવા નામથી વ્યવહાર થયો છે. તે રસસ્થાનકો ઉદ્ધૃત્તના અપવર્તનાથી ઉત્પન્ન થયેલા સ્થાનકોથી અસંખ્યાતગુણા છે. કારણ કે ઉદ્ધત્તના અપવત્તનાથી ઉત્પન્ન થયેલા એક એક અનુભાગ સત્કર્મસ્થાનમાં ભિન્ન ભિન્ન અનેક જીવોની અપેક્ષાએ સ્થિતિઘાત રસઘાત વડે અસંખ્ય ભેદો થાય છે. ૧૫૨
આ પ્રમાણે અનુભાગ સત્કર્મનું સ્વરૂપ કહ્યું. હવે પ્રદેશ સત્કર્મનું સ્વરૂપ કહેવું જોઈએ. તેમાં બે અર્થાધિકાર છે. તે આ પ્રમાણે—સાદિ વગેરેની પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા. તેમાં સાદિ વગેરેની પ્રરૂપણા મૂળપ્રકૃતિઓ સંબંધે અને ઉત્તરપ્રકૃતિઓ સંબંધે એમ બે પ્રકારે છે. તેમાં પહેલાં મૂળપ્રકૃતિ સંબંધે સાદિ વગેરે ભંગની પ્રરૂપણા કરે છે—