________________
પંચમાર
અનુભાગસત્તા સમજવી. ૧૫૦
ઉપર કહ્યું તે જ સંબંધમાં વિશેષ કહે છે—
मइसुयचक्खुअचक्खु सुयसम्मत्तस्स जेट्ठलद्धिस्स । परमोहिस्सोहिदुगे मणनाणे विपुलनाणिस्स ॥ १५१ ॥
मतिश्रुतचक्षुरचक्षुषां श्रुतसमाप्तस्य ज्येष्ठलब्धिकस्य । परमावधेरवधिद्विकस्य मनोज्ञाने विपुलज्ञानिनः ॥ १५१ ॥
અર્થ—ઉત્કૃષ્ટ લબ્ધિવાળા ચૌદ પૂર્વીને મતિ શ્રુત જ્ઞાનાવરણ અને ચક્ષુ, અચક્ષુ દર્શનાવરણની જઘન્ય અનુભાગસત્તા હોય છે. તથા પરમાવિધ જ્ઞાનીને અવિધજ્ઞાન અવિષેદર્શનાવરણીયના જઘન્ય રસની અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને મનઃપર્યવજ્ઞાના-વરણીયની જઘન્ય અનુભાગસત્તા હોય છે.
૬૯૭
ટીકાનુ—શ્રુત' સમાપ્ત-સંપૂર્ણ શ્રુતના પારગામી, ઉત્કૃષ્ટ લબ્ધિવાળા—શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટ લબ્ધિમાં વર્તતા ચૌદ પૂર્વધરને મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુર્દર્શનાવરણ અને અચક્ષુર્દર્શનાવરણની જઘન્ય અનુભાગસત્તા હોય છે. એટલે કે ઉપરોક્ત મતિજ્ઞાનાવરણાદિ ચાર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ શ્રુતલબ્ધિસંપન્ન ચૌદ પૂર્વધર જઘન્ય અનુભાગસત્તાનો સ્વામી છે.
પરમાવધિજ્ઞાન યુક્ત આત્માને અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણની જઘન્ય અનુભાગસત્તા હોય છે. એટલે કે અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણની જઘન્ય અનુભાગસત્તાનો સ્વામી પરમાવધિ લબ્ધિસંપન્ન આત્મા છે.
કહે છે.
વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને મનઃપર્યવજ્ઞાનાવરણની જઘન્ય અનુભાગસત્તા હોય છે. એટલે મન:પર્યવજ્ઞાનાવરણની જઘન્ય અનુભાગસત્તાનો સ્વામી વિપુલમતિ મન:પર્યવજ્ઞાનલબ્ધિસંપન્ન આત્મા છે.
ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનાદિ લબ્ધિસંપન્ન આત્માને મતિજ્ઞાનાવરણાદિના ઘણા રસનો ક્ષય થાય છે. તેથી તે તે લબ્ધિસંપન્ન આત્માઓ તે તે પ્રકૃતિઓના જઘન્ય રસના સ્વામી કહ્યા છે. ૧૫૧ હવે અનુભાગસત્તાના ભેદની પ્રરૂપણા માટે કહે છે—
પંચ૰૧-૮૮
अणुभागट्ठाणाइं तिहा कमा ताण संखगुणियाणि । बंधा उव्वट्टोवट्टणा अणुभागघााओ ॥१५२॥
अनुभागस्थानानि त्रिधा क्रमात् तान्यसंख्येयगुणितानि । बंन्धादुद्वर्त्तनापवर्त्तनादनुभागघातात् ॥१५२॥
અર્થ—બંધથી, ઉદ્ધત્તના-અપવર્દનાકરણ વડે અને રસઘાત વડે ઉત્પન્ન થયેલા હોવાથી અનુભાગસ્થાનકો ત્રણ પ્રકારે છે અને અનુક્રમે અસંખ્યાત અસંખ્યાતગુણા છે.
ટીકાનુ—પૂર્વે જેમ સત્તામાં સ્થિતિના ભેદો કહ્યા, તેમ સત્તામાં અનુભાગના ભેદો