________________
પંચમદ્વાર
૬૯૩
પ્રમાણ જે સ્થિતિ તે જઘન્યસત્તા કહેવાય. કારણ કે અનુદયવતી પ્રવૃતિઓનું દલિક ચરમસમયે સ્તિબુકસંક્રમ વડે સ્વજાતીય ઉદયવતી પ્રવૃતિઓમાં સંક્રમી જાય છે અને તે રૂપે અનુભવે છે. માટે ચરમસમયે અનુદયવતી પ્રવૃતિઓનું દલિક સ્વસ્વરૂપે સત્તામાં હોતું નથી. પરંતુ પરરૂપે હોય છે. માટે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર અને સ્વ પર બંનેની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિને જાન્યસત્તા કહી છે.
હાસ્યાદિ દશ પ્રકૃતિઓનો જે ચરમ સંક્રમ થાય છે તે તેઓની જઘન્ય સ્થિતિ સત્તા કહેવાય છે, કારણ કે તે દશ પ્રકૃતિઓનો બંધ અને ઉદયનો વિચ્છેદ થયા બાદ અન્ય પ્રકૃતિમાં સંક્રમવા વડે ક્ષય થાય છે, માટે જેટલી સ્થિતિનો ચરમસંક્રમ થાય તેટલી સ્થિતિ તે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા કહેવાય. હવે તે જ દશ પ્રકૃતિઓનાં નામ કહે છે
हासाइ पुरिस कोहाइ तिन्नि संजलण जेण बंधुदए । वोच्छिन्ने संकामइ तेण इहं संकमो चरिमो ॥१४७॥ हास्यादयः पुरुषः क्रोधादयः त्रयः संज्वलनाः येन बन्धोदये ।
व्यवच्छिन्ने सङ्क्रामन्ति तेन इह सङ्क्रमश्चरमः ॥१४७॥ અર્થ-હાસ્યાદિ છે, પુરુષવેદ અને સંજવલન ક્રોધાદિ ત્રણ એમ દશ પ્રકૃતિઓનો બંધ અને ઉદયનો વિચ્છેદ થયા બાદ સંક્રમ થાય છે માટે તેઓનો જે ચરમસંક્રમ તે જઘન્ય સ્થિતિસત્તા કહેવાય છે.
ટીકાન–અર્થ સુગમ છે. એટલે કે ઉપરોક્ત દશ પ્રકૃતિઓનો ચરમસંક્રમ તેઓનો બંધ એ ઉદયનો વિચ્છેદ થયા પછી થાય છે. માટે તેઓનો જેટલો ચરમસંક્રમ થાય, તેટલી જઘન્ય સ્થિતિસત્તા કહેવાય. આ પ્રમાણે જઘન્યસત્તા કેટલી હોય તે કહ્યું.
હવે સામાન્યતઃ સઘળી કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી કહે છે –
અનંતાનુબંધિચતુષ્ક અને દર્શનત્રિકની જઘન્ય સ્થિતિસત્તાનો અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપ્રમત્ત સંયત સુધીનો આત્મા સ્વામી છે.
નારક, તિર્યંચ અને દેવાયુની જઘન્ય સ્થિતિસત્તાના પોતપોતાના ભવના ચરમ સમયે વર્તતા નારકી, તિર્યંચ અને દેવો સ્વામી છે.
અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાય, થીણદ્વિત્રિક, નામકર્મની નવમે ગુણસ્થાનકે ક્ષય થતી તેર પ્રકૃતિ, નવ નોકષાય અને સંજવલનત્રિક એ છત્રીસ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાનો અનિવૃત્તિ બાદરસિંહરાય ગુણસ્થાનકવર્તી આત્મા સ્વામી છે.
સંજવલન લોભની જઘન્ય સ્થિતિસત્તાનો સૂક્ષ્મસંપરાયવર્તી આત્મા સ્વામી છે. - જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણષક અને અંતરાયપંચકની જઘન્ય સ્થિતિસત્તાનો ક્ષીણકષાય ગુણસ્થાનકવર્તી આત્મા સ્વામી છે.