________________
૬૯૨
પંચસંગ્રહ-૧
આ પ્રમાણે દેવાનુપૂર્વી આદિ સોળ પ્રકૃતિના સંબંધમાં પણ સમજવું. માત્ર મિશ્રમોહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિનો જે સંક્રમ થાય તે સમયગૂન આવલિકા વડે અધિક કરતાં જે પ્રમાણ થાય તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી. તેનો વિચાર પૂર્વોક્ત સમ્યક્ત મોહનીયને અનુસરીને કરી લેવો.
જે આત્મા જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને જે આત્મા જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમાવે તે આત્મા તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનો સ્વામી સમજવો. ૧૪૫
આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી કહ્યા. હવે જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી કહે છે–
उदयवईणेगठिई अणुदयवइयाणु दुसमया एगा । होइ जहन्नं सत्तं दसण्ह पुण संकमो चरिमो ॥१४६॥ .. उदयवतीनामेकस्थितिरनुदयवतीनां द्विसमया एका ।
भवति जघन्या सत्ता दशानां पुनः संक्रमश्चरमः ॥१४६॥ અર્થ—ઉદયવતી પ્રકૃતિઓની એક સમય પ્રમાણ જે સ્થિતિ તે, તથા અનુદયવતી પ્રકૃતિઓની બે સમય અથવા એક સમય પ્રમાણ જે સ્થિતિ તે જઘન્ય સત્તા છે. તથા દશ પ્રકૃતિઓનો જે ચરમ સંક્રમ તે જઘન્ય સત્તા છે.
- ટીકાનુ—જે સમયે સત્તાનો નાશ થાય તે સમયે જે પ્રકૃતિઓનો રસોદય હોય તે ઉદયવતી કહેવાય, ઇતર અનુદયવતી કહેવાય.
ઉદયવતી-જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક, દર્શનાવરણચતુષ્ક, સમ્યક્વમોહનીય, સંજવલનલોભ, ચાર આયુ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, સાતા-અસતાવેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ-કીર્તિ અને તીર્થકર નામકર્મરૂપ ચોત્રીસ પ્રવૃતિઓના પોતપોતાના ક્ષયના ચરમસમયે જે એક સમયમાત્ર સ્થિતિ છે તે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા કહેવાય.
તથા જે દશ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા હવે પછી કહેશે તે દશ સિવાય અનુદયવતી એકસો ચૌદ પ્રકૃતિઓની જે સમયે તેઓનો નાશ થાય તેની પહેલાના સમયે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર જે સ્થિતિ અન્યથા-સ્વરૂપ અને પરરૂપની અપેક્ષાએ બે સમય
રસોદય નહિ હોવાથી સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે માટે સમયજૂન ઉદયાવલિકા મેળવવાનું જણાવ્યું છે. આવલિકા મેળવવાનું કારણ ઉદયાવલિકા ઉપર દલિક સંક્રમે છે, ઉદયાવલિકામાં સંક્રમતું નથી. માટે સ્વજાતીય પ્રકૃતિની જેટલી સ્થિતિ સંક્રમે તેમાં ઉદયાવલિકા જોડવામાં આવે છે. સ્વજાતીય પ્રકૃતિનું બે આવલિકામ્યુન દલિક જ સંક્રમે છે, કારણ કે બંધાવલિકા વીત્યા વિના કરણ યોગ્ય થતું નથી અને ઉદયાવલિકા ઉપરનું જ સંક્રમે છે. માટે ઉદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની એક આવલિકા ન્યૂન જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય અને અનુદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની સમયાધિક આવલિકા ન્યૂન જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે.