________________
પંચમહાર
૬૯૧
સમ્યક્ત્વમોહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો જે આગમ થાય તે ઉદયાવલિકા સહિત કરતાં જે થાય તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી. કારણ આ પ્રમાણે—
મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી મિથ્યાર્દષ્ટિ ગુણઠાણે અંતર્મુહૂર્ત રહીને જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વમોહનીયની ઉદયાવલિકા ઉપરની અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યક્ત્વમોહનીયમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે તેથી અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો જે આગમ થાય તેમાં ઉદયાવલિકા મેળવતાં જે પ્રમાણ થાય તેટલી સમ્યક્ત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા
કહેવાય છે.
જ્યારે ઉદય ન હોય ત્યારે સંક્રમ વડે જ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય તે અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ કહેવાય. તે પ્રકૃતિઓ આ પ્રમાણે—
દેવગતિ, દેવાનુપૂર્વી, સમિથ્યાત્વમોહનીય, આહારકસપ્તક, મનુજાનુપૂર્વી, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત અને તીર્થંકરનામ. આ અનુદયસંક્રમોત્કૃષ્ટ અઢાર પ્રકૃતિઓનો બે આવલિકા ન્યૂન સ્વજાતીય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિનો જે સંક્રમ થાય તેમાં સમય ન્યૂન ઉદયાવલિકા સહિત કરતાં જે સ્થિતિ થાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય. તે આ પ્રમાણે—
કોઈ એક મનુષ્ય ઉત્કૃષ્ટ સંક્લેશના વશથી નરકગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને પરિણામનું પરાવર્તન થવાથી દેવગતિ બાંધવાનો આરંભ કરે. ત્યારપછી બંધાતી તે દેવગતિમાં જેની બંધાવલિકા વીતી ગઈ છે તે નરકગતિની ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને તેની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે, જે સમયે દેવગતિમાં નરકગતિની સ્થિતિ સંક્રમાવે તે સમયમાત્ર પ્રથમ સ્થિતિ વેદાતી મનુજગતિમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમે છે. કારણ કે દેવગતિનો રસોદય નથી માટે તે સમય પ્રમાણ સ્થિતિ વડે ન્યૂન આવલિકાથી અધિક બે આવલિકા ન્યૂન જે નરકગતિની સ્થિતિનો આગમ થયો તે દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી.
૧. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અવશ્ય મિથ્યાર્દષ્ટિ ગુણઠાણે અંતર્મુહૂર્ત રહે છે ત્યારપછી જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. તથા કરણ કર્યા સિવાય કોઈ આત્મા સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા લઈ ઉપરના ગુણઠાણે જાય છે. એટલે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતર્મુહૂર્ત ગયા બાદ ચોથે જાય એટલે અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા ચોથે ગુણઠાણે હોય. ઉદયાવલિકા ઉપરની તે સ્થિતિને સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાવે એટલે અંતર્મુહૂર્ત અને ઉદયાવલિકા સિવાયની મિથ્યાત્વમોહનીયની સધળી સ્થિતિ સમ્યક્ત્વમોહનીયરૂપે થાય તેમાં સમ્યક્ત્વમોહનીયની ઉદયાવલિકા મેળવતાં અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમ્યક્ત્વમોહનીયની થાય.
૨. આ અનુદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓનો જ્યારે ઉદય હોય છે, ત્યારે તેમાંની કેટલીક તો બંધાતી જ નથી અને કેટલીક બંધાય છે તો તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતી હોતી નથી, તેમ જ તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થતો હોતો નથી, તથા જે સમયે બંધાતી દેવગતિમાં બંધાવલિકા ઉદયાવલિકાહીન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિનો સંક્રમ થાય તે સમયનું દેવગતિનું દલિક ઉદયપ્રાપ્ત મનુજગતિમાં દેવગતિનો