________________
૬૯૪
પંચસંગ્રહ-૧ બાકીની પંચાણું પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાનો અયોગીકેવળી ગુણસ્થાનકવર્તિ આત્મા સ્વામી છે. ૧૪૭
આ પ્રમાણે જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી કહ્યા. હવે સ્થિતિના ભેદોનો વિચાર કરવા આ ગાથા કહે છે –
जावेगिदि जहन्ना नियगुक्कोसा हि ताव ठिठाणा । नेरंतरेण हेट्ठा खवणाइसु संतराइंपि ॥१४८॥ यावदेकेन्द्रियजघन्या निजकोत्कृष्टात् हि तावस्थितिस्थानानि ।
नैरन्तर्येणाधस्तात् क्षपणादिषु सान्तराण्यपि ॥१४८॥ અર્થ–પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનકથી આરંભી એકેન્દ્રિય યોગ્ય જઘન્ય સ્થિતિ સુધીનાં સ્થાનકો નાના જીવોની અપેક્ષાએ નિરંતર હોય છે અને તેની નીચેની સ્થિતિસ્થાનકો ક્ષપકાદિને સાંતર પણ હોય છે.
ટીકાનુ–સઘળાં કર્મોના પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનકથી આરંભી ત્યાં સુધી નીચે ઊતરવું, યાવતુ એકેન્દ્રિયયોગ્ય જઘન્ય સ્થિતિ આવે. તેટલી સ્થિતિમાં જેટલા સમયો હોય તેટલાં સ્થિતિસ્થાનકો ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ સત્તામાં નિરંતરપણે ઘટે છે. એટલે કે તેટલાં સ્થિતિસ્થાનકોમાંનું કોઈ સ્થિતિસ્થાનક કોઈ જીવને પણ સત્તામાં હોય છે. તેની ઉપર કહ્યાં તેટલાં સ્થિતિસ્થાનકો ભિન્ન ભિન્ન જીવો આશ્રયી સત્તામાં હોય છે.
સ્થિતિસ્થાનક એટલે એક સમયે એક સાથે જેટલી સ્થિતિ સત્તામાં હોય છે. કોઈ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં હોય તે પહેલું સ્થાનક, એ પ્રમાણે કોઈ જીવને સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં હોય તે બીજું સ્થાનક, કોઈ જીવને બે સમયજૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં હોય એ ત્રીજું સ્થાનક, એ પ્રમાણે સમય સમયપૂન કરતાં ત્યાં સુધી જવું યાવત્ એકેન્દ્રિય યોગ્ય જઘન્ય સ્થિતિ આવે.
આ બધાં સ્થિતિસ્થાનકો પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના જીવોમાં યથાયોગ્ય રીતે નિરંતરપણે સત્તામાં હોય છે.
એકેન્દ્રિયયોગ્ય જઘન્ય સ્થિતિની નીચેનાં સ્થિતિસ્થાનકો ક્ષપકને અને ગાથામાં મૂકેલ આદિ શબ્દ વડે ઉત્કલના કરનારને સાંતર હોય છે, ગાથામાં ગ્રહણ કરેલ અપિ શબ્દથી નિરંતર પણ હોય છે, એટલે કે સાંતર નિરંતર હોય છે. કેટલાંક સ્થાનકો નિરંતર હોય છે, ત્યારપછી અંતર પડી જતું હોવાથી સાંતર સ્થાનકો હોય છે. તે આ પ્રમાણે
એકેન્દ્રિય યોગ્ય જઘન્ય સ્થિતિના ઉપરના ભાગથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિખંડને ક્ષય કરવાનો આરંભ કરે, જે સમયે ક્ષય કરવાનો આરંભ કર્યો તે સમયથી આરંભી સમયે સમયે નીચેના સ્થાનકોમાંથી ઉદયવતી પ્રવૃતિઓની સમય સમય પ્રમાણ સ્થિતિ અનુભવવા વડે અને અનુદયવતી પ્રકૃતિઓની સમય સમય પ્રમાણ સ્થિતિ તિબુકસંક્રમ વડે ક્ષય થાય છે. આ પ્રમાણે એક એક સ્થિતિસ્થાનક સત્તામાંથી ઓછું થતું હોવાથી પ્રતિસમય ભિન્ન