________________
પંચમત્કાર
૬૭૯
તીર્થંકરનામકર્મનો જઘન્ય પ્રદેશોદય ક્ષપિતકર્માશ તીર્થંકર પરમાત્માને ઉદયના, પ્રથમ સમયે સમજવો. કારણ કે ત્યારપછીના સમયમાં ગુણશ્રેણિ દ્વારા ગોઠવાયેલાં ઘણાં દલિકોનો અનુભવ થતો હોવાથી જઘન્ય પ્રદેશોદય થતો નથી. ૧૩૨
આ પ્રમાણે પ્રદેશોદય કહ્યો, અને તે કહીને ઉદયાધિકાર પૂર્ણ કર્યો. હવે સત્તાના સ્વરૂપને કહેવાનો અવસર છે. તે સત્તા ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–પ્રકૃતિસત્કર્મ, સ્થિતિસત્કર્મ, અનુભાગ સત્કર્મ અને પ્રદેશસત્કર્મ. પ્રકૃતિ સત્તાના વિષયમાં બે અનુયોગદ્વાર છે–સાદિ વગેરેની પ્રરૂપણા અને સ્વામિત્વ. તેમાં સાદિ વગેરેની પ્રરૂપણા બે પ્રકારે છે–મૂળકર્મવિષયક, ઉત્તરપ્રકૃતિવિષયક.
તેમાં મૂળપ્રકૃતિ સંબંધે સાદિ વગેરેનું નિરૂપણ કરે છે–મૂળ કર્મપ્રકૃતિઓની સત્તા અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તેમાં હંમેશાં સભાવ હોવાથી મૂળકર્મની સત્તા અનાદિ છે, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
આ પ્રમાણે મૂળકર્મ આશ્રયી સાદિ વગેરે ભંગનો વિચાર કર્યો, હવે ઉત્તરપ્રવૃતિઓ આશ્રયી સાદિ વગેરે ભંગનો વિચાર કરવા માટે કહે છે–
पढमकसाया चउहा तिहा धुवं साइअद्धवं संत ।
प्रथमकषायाः चतुर्द्धा त्रिधा ध्रुवं साद्यधुवं सत्कर्म । ' અર્થ–પહેલા કષાયો ચાર પ્રકારે છે. શેષ ધ્રુવ સત્કર્મ ત્રણ પ્રકારે છે અને અધ્રુવ સત્કર્મ સાદિ અને સાંત છે.
ટીકાનુ–પહેલા અનંતાનુબંધી કષાયો સત્તાની અપેક્ષાએ સાદિ, અનાદિ, ધ્રુવ અને અદ્ભવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
સમ્યગ્દષ્ટિ કોઈ આત્માએ અનંતાનુબંધિની વિસંયોજના કરી, ત્યારબાદ જ્યારે સમ્યક્તથી પડી મિથ્યાત્વે જઈ મિથ્યાત્વ નિમિત્તે બાંધે ત્યારે તેની સત્તાની શરૂઆત થાય માટે સાદિ, અનંતાનુબંધિની વિસંયોજના જ જેઓએ કરી નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યાત્મા ક્ષાયિક સમ્યક્ત ઉપાર્જન કરી અનંતાનુબંધિની સત્તાનો નાશ કરશે માટે સાંત. - અનંતાનુબંધિ સિવાય શેષ એકસો છવ્વીસ ધ્રુવસત્તાક કર્મપ્રકૃતિઓ સત્તા આશ્રયી અનાદિ, ધ્રુવ અને અદ્ભવ એમ ત્રણ પ્રકારે છે. તેમાં આ સઘળી કર્મપ્રકૃતિઓ ધ્રુવ સત્તાવાળી હોવાથી અનાદિકાળથી સત્તામાં હોય છે માટે અનાદિ, અભવ્યને કોઈ કાળે તે પ્રકૃતિઓની સત્તાનો નાશ નહિ થાય માટે ધ્રુવ અને ભવ્ય મોક્ષે જતાં તે સઘળી કર્મપ્રકૃતિઓનો નાશ કરશે માટે અધુવ.
શેષ–અધુવસત્કર્મપ્રકૃતિઓ સાદિ અને સાત એમ બે પ્રકારે છે. તે સાદિ સાતપણું તે સઘળી કર્મપ્રકૃતિઓની સત્તા અધ્રુવ હોવાથી સમજવું. તે અધુવ સત્કર્મપ્રકૃતિઓ આ પ્રમાણે છે–સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, મનુષ્યદ્રિક, દેવદ્રિક, નરકહિક, વૈક્રિયસપ્તક, આહારક