________________
૬૭૮
પંચસંગ્રહ-૧
છે એમ કહ્યું છે.
ઉદ્યોતનો ઉદય પર્યાપ્તાને થાય છે, અપર્યાપ્તાને થતો નથી માટે પર્યાપ્તાવસ્થામાં દેવગતિનો જઘન્ય પ્રદેશોદય થાય છે એમ સમજવું.
- તથા દેશોન પૂર્વકોટિ પર્યત જેણે ચારિત્રનું પાલન કર્યું છે તેવા ચૌદપૂર્વીને અંતિમકાળે છેવટે આહારકશરીરી થઈને આહારકસપ્તક અને ઉદ્યોતના વિપાકોદયે વર્તતાં આહારકસપ્તકને જઘન્ય પ્રદેશોદય થાય છે.
દીર્ઘકાળ પર્યત ચારિત્રનું પાલન કરતાં ઘણાં પુગલોનો ક્ષય થાય છે. માટે ચિરકાળ સંયમીને જઘન્ય પ્રદેશોદય કહ્યો છે. ઉદ્યોતના ઉદયનું ગ્રહણ કરવામાં કારણ ઉપર કહ્યું તે જ અહીં સમજવું. ૧૩૧
सेसाणं चक्खुसमं तंमिव अन्नंमि वा भवे अचिरा । .. तज्जोगा बहुयाओ ता ताओ वेयमाणस्स ॥१३२॥
शेषाणां चक्षुःसमं तस्मिन्वाऽन्यस्मिन्वा भवेदचिरात् ।'
तद्योग्या बह्वीस्तास्ताः वेदयमानस्य ॥१३२॥ અર્થ–ચક્ષુદર્શનાવરણીયની જેમ શેષ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય એકેન્દ્રિયના ભવમાં કહેવો. અથવા તે ભવમાં જેનો ઉદય નથી તેનો તે એકેન્દ્રિયના ભવમાંથી એકદમ નીકળી, તે તે પ્રકૃતિના ઉદય યોગ્ય અન્ય ભવમાં તે ભવને યોગ્ય ઘણી પ્રકૃતિ વેદતાં જઘન્ય પ્રદેશોદય કહેવો.
ટીકાનુજે કર્મપ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય કહ્યો તે સિવાયની સઘળી પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યાં સુધી ચક્ષુદર્શનાવરણીયની જેમ કહેવો. એમ હોવાથી જે પ્રકૃતિઓનો એકેન્દ્રિયના ભવમાં ઉદય વર્તે છે, તે પ્રકૃતિઓનો તે જ ભવમાં દીર્ઘકાળ પર્યત વેદતા પતિકર્માશ આત્માને જઘન્ય પ્રદેશોદય કહેવો.
મનુષ્યગતિ, બેઇન્દ્રિયાદિ જાતિચતુષ્ક, પહેલાં પાંચ સંસ્થાન, ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અંગોપાંગ, છ સંઘયણ, બે વિહાયોગતિ, ત્રસ, સુભગ, સુસ્વર, દુઃસ્વર અને આદયરૂપ જે પચીસ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં ઉદયનો સંભવ નથી તે પ્રકૃતિઓનો એકેન્દ્રિયના ભવમાંથી એકદમ નીકળી તે તે પ્રકૃતિઓના ઉદય યોગ્ય ભાવોમાં ઉત્પન્ન થયેલા ક્ષપિતકર્માશ આત્માને તે તે ભવયોગ્ય ઘણી પ્રકૃતિ વેદતાં જઘન્ય પ્રદેશોદય કહેવો.
તે તે ભવને યોગ્ય ઘણી પ્રકૃતિઓનો ઉદય પર્યાપ્તાને હોય છે, અપર્યાપ્તાને હોતો નથી. માટે સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તાને જઘન્ય પ્રદેશોદય હોય છે એમ સમજવું.
પર્યાપ્તા જીવને ઘણી પ્રકૃતિઓ ઉદયમાં આવે છે અને ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓનો સ્તિબુકસંક્રમ થતો નથી માટે વિવક્ષિત પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય ઘટે છે. .
જો કે પર્યાપ્તાને થાય એમ ગાથામાં કહ્યું નથી છતાં ઉપરોક્ત કારણથી સામર્થ્યથી વિવર્યું–કહ્યું છે.