________________
પંચમઢાર
૬૭૭
તથા ચારે આનુપૂર્વીઓનો જઘન્ય પ્રદેશોદય પોતપોતાની ગતિની જેમ સમજવો એટલે કે જેવી રીતે ગતિના જઘન્ય પ્રદેશોદયની ભાવના-વિચારણા કરી છે તેમ ચારે આનુપૂર્વીની ભાવના પણ કરી લેવી. માત્ર ભવના પ્રથમ સમયે તેઓનો જઘન્ય પ્રદેશોદય કહેવો. કારણ કે વિહાયોગતિમાં જ તેનો ઉદય હોય છે અને તે પણ ત્રણ સમય સુધી જ હોય છે. તેમાં પણ ત્રીજે સમયે જેની બંધાવલિકા વ્યતીત થઈ છે તેવી અન્ય લતા પણ ઉદયમાં આવે છે તેથી જઘન્ય પ્રદેશોદય થતો નથી. માટે ભવ પ્રથમ સમયનું ગ્રહણ કર્યું છે. ૧૨૯-૧૩૦
देवगई ओहिसमा नवरं उज्जोयवेयगो जाहे । चिरसंजमिणो अन्ते आहारे तस्स उदयम्मि ॥१३१॥
देवगतिरवधिसमा नवरमुद्योतवेदको यदा ।
चिरसंयमिनोऽन्ते आहारस्य तस्योदये ॥१३१॥ અર્થ–દેવગતિને જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનાવરણની જેમ સમજવો. માત્ર જ્યારે ઉદ્યોતનો વેદક હોય ત્યારે જાણવો. તથા ચિરકાળ પર્યત સંયમનું પાલન કરનાર ચૌદપૂર્વીને અંતે આહારકનો ઉદય થતાં તેનો જઘન્ય પ્રદેશોદય થાય છે.
ટીકાનુ–દેવગતિનો જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનાવરણીયનો જઘન્ય પ્રદેશોદય જે પ્રમાણે કહ્યો છે તે પ્રમાણે સમજવો. એટલું વિશેષ છે કે દેવગતિનો જઘન્ય પ્રદેશોદય જ્યારે ઉદ્યોતનો ઉદય હોય ત્યારે જાણવો. .
ઉદ્યોતનો જ્યારે ઉદય હોય ત્યારે દેવગતિનો જઘન્ય પ્રદેશોદય થાય તેનું કારણ શું? તેના ઉત્તરમાં કહે છે કે
જ્યાં સુધી ઉદ્યોતનો ઉદય થતો નથી ત્યાં સુધી સ્તિબુકસંક્રમ વડે દેવગતિમાં ઉદ્યોતનું દલિક સંક્રમે છે તેથી જઘન્ય પ્રદેશોદય સંભવતો નથી. જ્યારે ઉદ્યોતનો ઉદય થાય છે ત્યારે તેનો સ્તિંબુકસંક્રમ થતો નથી માટે ઉદ્યોતનો જ્યારે ઉદય હોય ત્યારે દેવગતિનો જઘન્ય પ્રદેશોદય થાય
વડે પુષ્ટ ન કરે તે છે. અન્ય પ્રકૃતિઓને જો પુષ્ટ કરે તો અસંજ્ઞીમાં નરકગતિ બાંધતા તે પ્રકૃતિઓનાં દલિકો સંક્રમે અને નરકગતિ પુષ્ટ થાય તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય અને દેવ ઓછામાં ઓછા પર્યાપ્ત અંતર્મુહૂર્તના આયુવાળા એકેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય તેટલી સ્થિતિ તો ગ્રહણ કર્યા વિના છૂટકો જ નથી. એકેન્દ્રિયમાંથી અસંશીમાં જઈ ત્યાં ઘણી વાર નરકગતિ પ્રાયોગ્ય બંધ ન કરે માટે જલદી મરી નરકમાં જાય એમ કહ્યું છે. નરકમાં પણ અપર્યાપ્તાવસ્થામાં જઘન્ય ઉદય ન કહ્યો, કારણ કે અપર્યાપ્તાવસ્થામાં ઘણી પ્રકૃતિઓનો વિપાકોદય નહિ હોવાથી સ્તિબુકસંક્રમ વધારે થાય તેથી પર્યાપ્તાવસ્થા લીધી છે. વળી નરકગતિમાં નરકગતિનો બંધ થતો નથી પરંતુ ઉદય ઉદીરણા વડે ઓછા કરે છે માટે પણ પર્યાપ્તાવસ્થા લીધી છે. સંજ્ઞીથી અસંજ્ઞીનો યોગ અલ્પ હોય તેથી ઓછાં દલિકો ગ્રહણ કરે માટે અસંજ્ઞી લીધો છે.
અહીં એમ શંકા થાય કે નારકીને પોતાના આયુના ચરમસમયે નરકગતિનો જઘન્ય પ્રદેશોદય થાય એમ કેમ ન કહ્યું ? ચરમસમયે થાય એમ કહેવું જોઈએ. કારણ કે ઉદય ઉદીરણા વડે ઘણાં દલિકો ભોગવાઈ જવાથી ઓછાં થાય. વળી બંધાતી મનુષ્ય તિર્યંચગતિમાં સંક્રમી જવાથી પણ ઓછા થાય. વળી ઉપર ઉપરના સ્થાનકમાં નિષેક રચના પણ કમ કમ છે તેથી પોતાના આયુના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય લેવો જોઈએ. કેમ ન લીધો તે બહુશ્રુત પાસેથી જાણી લેવું.