________________
૬૬૮
પંચસંગ્રહ-૧
આહારક શરીરમાં વર્તમાન અપ્રમત્ત સંયતને અપ્રમત્તના પહેલા સમયે જેટલાં સ્થાનકોમાં ગુણશ્રેણિ-દળરચના થાય છે તેમાંના છેલ્લે સમયે આહારકસપ્તક અને ઉદ્યોત નામકર્મનો અનુભવ કરતાં તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ૧૧૮
गुणसेढीए भग्गो पत्तो बेइंदिपुढविकायत्तं । आयावस्स उ तव्वेइ पढमसमयंमि वढ्तो ॥११९॥ गुणश्रेण्या भग्नः प्राप्तो द्वीन्द्रियपृथ्वीकायत्वम् ।
आतपस्य तु तद्वेदी प्रथमसमये वर्तमानः ॥११९॥
અર્થ સમ્યક્ત નિમિત્તે થયેલી ગુણશ્રેણિથી પહેલા કોઈ આત્માએ બેઈન્દ્રિયપણું પ્રાપ્ત કરી પૃથ્વીકાયપણું પ્રાપ્ત કર્યું. ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પહેલે સમયે વર્તતા આપના ઉદયવાળા તે પૃથ્વીકાયને તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય.
ટીકાનું–ગુણિતકર્માશ કોઈ પંચેન્દ્રિય આત્માએ સમ્યક્ત પ્રાપ્ત કર્યું અને સમ્યક્ત નિમિત્તે ગુણશ્રેણિ કરી. ત્યારપછી ત્યાંથી પડી મિથ્યાત્વે ગયો. મિથ્યાત્વે જઈને મરણ પામી બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થયો. ત્યાં બેઈન્દ્રિયને જેટલી સ્થિતિની સત્તા હોઈ શકે તે સિવાયની શેષ સઘળી સ્થિતિની અપવર્તન કરે. અપવર્નના કર્યા બાદ ત્યાંથી મરણ પામી ખરબાદર પૃથ્વીકાયપણું પ્રાપ્ત કરે. ત્યાં જેમ બને તેમ જલદીથી શરીરપર્યાપ્તિએ પર્યાપ્તો થાય. તે શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછીના પહેલા સમયે આતપ નામકર્મનો તે પૃથ્વીકાય આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
આપનો ઉદય ખરબાદર પૃથ્વીકાયને હોય છે માટે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું જણાવ્યું છે.
પંચેન્દ્રિયમાંથી સીધા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું ન કહેતાં અથવા પંચેન્દ્રિયમાંથી તે ઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થવાનું ન કહેતાં બેઇન્દ્રિયમાં જઈ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય એમ કહેવાનું કારણ બેઇન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં ગયેલો આત્મા તેની સ્થિતિને ઘટાડી સ્વયોગ્ય કરી શકે છે. પરંતુ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિય થયેલો અથવા પંચેન્દ્રિયમાંથી તે ઇન્દ્રિયાદિમાં જઈ એકેન્દ્રિય થયેલો આત્મા એકદમ તેની સ્થિતિને સ્વયોગ્ય કરી શકતો નથી. માત્ર બેઇન્દ્રિયની સ્થિતિને જ શીઘ્રતાથી સ્વયોગ્ય કરી શકે છે. અહીં ઉત્કૃષ્ટ પ્રદેશોદયના અધિકારમાં શીઘ્રતાથી કરનાર આત્મા * લેવાનો છે માટે પંચેન્દ્રિયમાંથી બેઇન્દ્રિયમાં જઈ એકદમ સ્થિતિની અપવર્તન કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને ત્યાં પણ શીધ્ર શરીરપર્યાપ્તિએ પર્યાપ્તો થાય એમ કહ્યું છે.
આપનો ઉદય શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ થાય છે માટે તે પૂર્ણ કર્યા પછીના પહેલા સમયે તેને વેદતાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય એમ કહ્યું છે. ૧૧૯ આ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામી કહ્યા. હવે જઘન્ય પ્રદેશોદયના સ્વામી કહે છે–
देवो जहन्नयाऊ दीहुव्वट्टित्तु मिच्छअंतम्मि । चउनाणदंसणतिगे एगिदिगए जहन्नुदयं ॥१२०॥