________________
પંચમઢાર
૬૬૭
અને યુગલિયા મનુષ્ય સંબંધી આયુ બાંધ્યું હોય અને મનુષ્ય થાય તો મનુષ્યાનુપૂર્વી સાથે પૂર્વોક્ત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય. ૧૧૭
संघयणपंचगस्स उ बिइयादितिगुणसेढिसीसम्मि । आहारुज्जोयाणं अपमत्तो आइगुणसीसे ॥११८॥ संहननपञ्चकस्य द्वितीयादित्रिगुणश्रेणिशिरसि ।
आहारकोद्योतयोरप्रमत्तः आदिगुणशिरसि ॥११८॥ અર્થ–પ્રથમવર્જ પાંચ સંઘયણનો દ્વિતીય આદિ ત્રણ ગુણશ્રેણિના શિરે વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. તથા આહારકસપ્તક અને ઉદ્યોત નામકર્મનો પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તતાં અપ્રમત્તને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ટીકાનુ–પ્રથમ સિવાય પાંચ સંઘયણ નામકર્મનો દ્વિતીયાદિ ત્રણ ગુણશ્રેણિના શિરે વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. તાત્પર્ય આ પ્રમાણે–
કોઈ એક મનુષ્ય દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ નિમિત્તે ગુણશ્રેણિ કરે, ત્યારપછી તે જ આત્મા તીવ્ર વિશુદ્ધિના યોગે સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિ નિમિત્તે ગુણશ્રેણિ કરે, અને ત્યારપછી વળી તે જ આત્મા તથા પ્રકારની વિશુદ્ધિના યોગે અનંતાનુબંધિની વિસંયોજન કરવા માટે પ્રયત્નવંત થઈ તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે. આ પ્રમાણે બીજી, ત્રીજી અને ચોથી એમ ત્રણ ગુણશ્રેણિ થાય. તે ત્રણે નિમિત્તે ત્રણે ગુણશ્રેણિઓ કરીને તે ત્રણેના શિરભાગનો જે સ્થાનકમાં યોગ થાય તે સ્થાનકમાં વર્તમાન તે મનુષ્યને પ્રથમ સંઘયણ સિવાય પાંચ સંઘયણમાંથી જેનો ઉદય હોય તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
૧. ભવિષ્યનું કોઈ આયુ ન બાંધ્યું હોય અગર ત્રણ નરકનું, વૈમાનિક દેવનું કે અસંખ્યાતવર્ષના આયુવાળા મનુષ્ય-તિર્યંચનું આયુ બાંધ્યું હોય તે જ ક્ષાયિક સમ્યક્ત ઉત્પન્ન કરે છે માટે “યુગલિયા' એ વિશેષણ જોડ્યું છે. તિર્યંચને ભવાશ્રિત નીચગોત્રનો જ ઉદય હોય છે. મનુષ્યને ચોથે ગુણઠાણે તેનો ઉદય હોઈ શકે છે. પાંચમે અને તેથી આગળ તો મનુષ્યને ગુણપ્રત્યયે ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે. પહેલા નીચનો ઉદય હોય તોપણ તે પલટાઈ જાય છે. ત્યાંથી પડીને ચોથે આવે તો મૂળ હોય તે ગોત્રનો પણ ઉદય થઈ શકે છે માટે તેનો ચોથે ગુણઠાણે મનુષ્યાદિને ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે. ક્ષાયિક સમ્યક્તી વૈમાનિકમાં જતો હોવાથી અને ત્યાં દુર્ભગાદિનો ઉદય નહિ હોવાથી દેવગતિમાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહ્યો નથી. - ૨. અહીં પ્રથમ સિવાયના પાંચ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય દેશવિરતિ આદિ સંબંધી ત્રણ ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતા મનુષ્યને કહ્યો પરંતુ બીજા અને ત્રીજા સંઘયણનો કર્મસ્તવ વગેરેમાં અગિયારમા ગુણસ્થાનક સુધી ઉદય કહેલ છે અને આ ત્રણ ગુણશ્રેણિઓ કરતાં ઉપશાન્તમોહની ગુણશ્રેણિમાં દલિકરચના અસંખ્યગુણ હોય છે. તેથી આ બે સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઉપશાન્તમોહ ગુણસ્થાને પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શિરભાગે વર્તતા જીવને જ સંભવી શકે. છતાં આ ગ્રંથકર્તા તથા કેટલાક અન્ય ગ્રંથકારો ઉપશમશ્રેણિનો આરંભ પણ પ્રથમ સંઘયણવાળો જ કરે છે પણ બીજા ત્રીજા સંઘયણવાળા નહિ” એમ માને છે, જુઓ પંચસંગ્રહ-સપ્તતિકા ગા. ૧૨૯ની ટીકા. તેથી અહીં પાંચે સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય દેશવિરતિ આદિ સંબંધી ત્રણ ગુણશ્રેણિના શિરભાગે વર્તતા મનુષ્યને જ કહેલ છે.