SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-૧, કરણ વડે અપવર્તન કરીને અપવર્નના થયા પછીના પ્રથમ સમયે વર્તતા તિર્યંચ અને મનુષ્યને અનુક્રમે તિર્યંચાયુ અને મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ૧૧૬ नारयतिरिदुगदुभगाइनीयमणुयाणुपुव्विगाणं तु । दंसणमोहखवगो तइयगसेढी उ पडिभग्गो ॥११७॥ नारकतिर्यग्द्विकदुर्भगादिनीचैर्गोत्रमनुजानूपूविकाणां तु । दर्शनमोहक्षपकः तृतीयश्रेण्यास्तु प्रतिभग्नः ॥११७॥ અર્થ–તૃતીય ગુણશ્રેણિથી પતિત દર્શનમોહના ક્ષેપકને નારકદ્ધિક, તિર્યચદ્ધિક, દુર્ભગ, અનાદેય અને અપયશકીર્તિ, નીચગોત્ર અને મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ટીકાનુ–દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિને ખપાવવા માટે પ્રયત્નવંત અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્મા સમ્પર્વ નિમિત્તે ગુણશ્રેણિ કરે, ત્યારપછી તે જ આત્મા દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ નિમિત્તે ગુણશ્રેણિ કરે, ત્યારપછી તે જ આત્મા સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિ નિમિત્તે ગુણશ્રેણિ કરે. આ દેશવિરતિ અને સર્વવિરતિ સંબંધી ગુણશ્રેણિ સમ્પર્વ નિમિત્તે જે કરણો કરે છે તેમાં જ કરે એટલે કે ચોથે ગુણઠાણે ક્ષાયિક સમ્યક્તની પ્રાપ્તિ માટે થયેલા અપૂર્વ, અનિવૃત્તિ કરણમાં વર્તતો દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરી તત્સંબંધી ગુણશ્રેણિ કરે. ત્યારપછી કરણની સમાપ્તિ થયા બાદ જેણે દર્શનમોહનીયત્રિકનો ક્ષય કર્યો છે અને જેણે ત્રીજી : સર્વવિરતિ નિમિત્તે ગુણશ્રેણિ કરી ત્યાંથી પડી અવિરતપણું પ્રાપ્ત કર્યું છે તે અવિરતિ આત્માને સમ્યક્વ નિમિત્ત થયેલી દેશવિરતિ નિમિત્તે થયેલી અને સર્વવિરતિ નિમિત્તે થયેલી ત્રણે ગુણશ્રેણિનો શિરભાગ જે સ્થાનકમાં એકત્ર થતો હોય તે સ્થાનકમાં વર્તતા તે જ ભવમાં દુર્ભગ, અનાદેય, અપયશકીર્તિ અને નીચગોત્રમાંથી જેનો જેનો ઉદય હોય તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. સર્વવિરતિથી અવિરતિમાં આવવા છતાં તેને નિમિત્તે થયેલી દળરચના રહી જાય છે એટલે કોઈ વિરોધ આવતો નથી. હવે જો તે આત્માએ નારકનું આયુ બાંધ્યું હોય અને તે ગુણશ્રેણિનું શિર પ્રાપ્ત થવા પહેલાં મરીને નારકી થાય તો ગુણશ્રેણિના શિરભાગમાં વર્તતા પૂર્વોક્ત દુર્ભગાદિ ચાર અને નરકદ્ધિક એમ છ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. કદાચ અસંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચનું આયુ બાંધ્યું હોય અને મરણ પામીને તિર્યંચ થાય તેને તિર્યંચદ્ધિક સાથે પૂર્વોક્ત ચાર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય. તેમાં પણ ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત આયુ રાખી બાકીના આયુની જ અપવર્ણના થાય છે. એટલે જ અંતર્મુહૂર્ત વર્જી શેષ આયુની અપવર્તન કરવાનું કહ્યું છે. આ બે આયુનો આ રીતે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઈ શકે છે. કારણ કે ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ કાળ વડે ઉત્કૃષ્ટ આયુ બાંધ્યું છે અને અપવર્નના થતા અંતર્મુહૂર્ત આયુ વર્જી ઉપરના સઘળા આયુનાં દલિકો અંતર્મુહૂર્ત કાળમાં ગોઠવાયાં તેમાં પણ પહેલા સ્થાનકમાં વધારે ગોઠવાય એટલે અપવર્તન થયા પછી પહેલા સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઈ શકે છે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy