________________
પંચસંગ્રહ-૧
૬૬૨
નિદ્રા અને પ્રચલાનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે. તથા તે જ ગુણિતકર્માંશ ઉપશાંત કષાય આત્મા જે સમયે પોતાની પ્રથમ ગુણશ્રેણિના શિરને પ્રાપ્ત કરશે તેની પહેલાના સમયે કાળધર્મ પામી દેવપણાને પ્રાપ્ત થાય આત્મા વૈક્રિયસપ્તક અને દેવદ્વિક એ નવ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય
કરે છે. ૧૧૨
तिरिएगंतुदयाणं मिच्छत्तणमीसथी गिद्धीणं ।
अपज्जत्तस्स य जोगे दुतिगुणसेढीण सीसाणं ॥११३॥
तिर्यगेकान्तोदयानां मिथ्यात्वानमिश्रस्त्यानर्द्धानाम् ।
अपर्याप्तस्य च योगे द्वितीयतृतीयगुणश्रेणिशिरसोः ॥११३॥
અર્થ—તિર્યંચગતિમાં જ એકાંતે જેઓનો ઉદય હોય છે તે પ્રકૃતિઓનો તથા મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધિ અને થીણદ્વિત્રિકનો તથા અપર્યાપ્તનામકર્મનો, બીજી અને ત્રીજી ગુણશ્રેણિનો જ્યાં યોગ થાય ત્યાં વર્તતા મિથ્યાદષ્ટિને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ટીકાનુ—જે કર્મપ્રકૃતિઓનો ઉદય કેવળ તિર્યંચોમાં જ હોય છે તે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિય જાતિ, સ્થાવ, સૂક્ષ્મ અને સાધારણ નામકર્મ તથા મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધિ ચતુષ્ક, મિશ્રમોહનીય, થીણદ્વિત્રિક અને અપર્યાપ્ત નામકર્મ, સઘળી મળી સત્તર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય બીજી અને ત્રીજી ગુણશ્રેણિના શિરનો યોગ જે સમયમાં થતો હોય
દલિકો ઉદય સમયમાં, તેના પછીના સમયમાં, તેના પછીના સમયમાં જેટલા જેટલા ગોઠવાયાં હોય એ જ પ્રમાણે બીજે સમયે ઊતરેલાં દલિકો પણ ગોઠવાય છે. જેમકે પહેલા સમયે ઊતરેલાં દલિકોમાંથી ઉદય સમયે સો દલિકો, બીજા સમયે પાંચસો, ત્રીજા સમયે પંદરસો ગોઠવાયાં હોય તો બીજા સમયે ઉતારેલાં દલિકોમાંથી પણ ઉદય સમયે સો દલિકો, પછીના સમયે પાંચસો, પછીના સમયે પંદરસો ગોઠવાય છે.
અહીં પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તમાન આત્મા નિદ્રા અને પ્રચલાનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે એમ કહ્યું છે. તેમાં પ્રથમ ગુણશ્રેણિનું શિર એટલે અગિયારમા ગુણસ્થાનકના પહેલા સમયે ઉપરનાં સ્થાનકોમાંથી દલિકો ઉતારી જેટલાં સ્થાનકોમાં ગોઠવે તેમાંનો જે છેલ્લો સમય તે, તે સ્થાનકમાં અન્યની અપેક્ષાએ ઘણી રચના થયેલી હોય છે. દાખલા તરીકે પહેલા સમયે ઉતારેલાં દલિકો સો સમયમાં ગોઠવાયા માટે અગિયારમા ગુણસ્થાનકનો સોમો સમય એ પ્રથમ એટલે પહેલા સમયે કરાયેલી ગુણશ્રેણિનું શિર કહેવાય છે. તે સમયે આત્મા પહોંચે એટલે નિદ્રાદ્ધિકનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે અને નવાણુંમા સમયે કાળધર્મ પામી અનુત્તરવિમાનમાં જાય તે અનુત્તરદેવને દેવાયુના પહેલા જ સમયે વૈક્રિયદ્ધિક અને દૈવદ્વિકનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
આ ગુણસ્થાને અવસ્થિત પરિણામ હોવાથી જેમ જેમ પૂર્વ પૂર્વના સમયો જેટલા જેટલા ભોગવાઈને દૂર થાય તેમ તેમ આગળ આગળ તેટલા તેટલા અધિક સમયોમાં ગુણશ્રેણિની રચના થતી હોવાથી આ ગુણસ્થાનકના પ્રથમ સમયે રચેલ ગુણશ્રેણિના મસ્તક સ્થાને જેટલાં દલિકો હોય છે તેટલાં જ દલિકો બીજા આદિ સમયમાં કરેલ ગુણશ્રેણિના મસ્તકે પણ હોય છે. છતાં પૂર્વે બંધથી થયેલ દલિક રચનારૂપ નિષેક સ્થાનોમાં વિશેષ હીન હીન દલિકો ગોઠવાયેલ છે. એથી પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના મસ્તકે એટલે કે શિરભાગે બંધથી પ્રાપ્ત થયેલ નિક્ષેપનાં દલિકો વધુ પ્રમાણમાં હોવાથી ત્યાં જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. પરંતુ પછી પછીના સમયમાં ગુણશ્રેણિ નિક્ષેપનાં દલિકો સમાન સમાન હોવા છતાં પૂર્વ બંધથી પ્રાપ્ત થયેલ નિક્ષેપનાં દલિકો વિશેષહીન વિશેષહીન હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થતો નથી.