________________
પંચમહાર
૬૬૩
તે સમયમાં વર્તમાન મિથ્યાદૃષ્ટિને થાય છે. માત્ર તે સમયે તે તે પ્રકૃતિનો ઉદય હોવો જોઈએ. તેનો તાત્પર્યાર્થ આ પ્રમાણે——
કોઈ એક આત્માએ દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિ કરી, ત્યારપછી સંયમ પ્રાપ્ત કરી સંયમ નિમિત્તે થતી ગુણશ્રેણિ કરી ત્યારપછી તે આત્મા સમ્યક્ત્વાદિ ગુણેથી પડી મિથ્યાત્વે ગયો અને ત્યાંથી અપ્રશસ્ત મરણ વડે મરણ પામી તિર્યંચમાં ઉત્પન્ન થયો. તે ગુણિતકર્માંશ તિર્યંચને જે સમયે દેશવિરતિ અને સર્વવિરતિ નિમિત્તે થયેલી બંને ગુણશ્રેણિના શિરભાગનો યોગ થાય—એકત્ર મળે તે સમયે તિર્યંચગતિમાં જ એકાન્તે જે પ્રકૃતિઓનો ઉદય હોય તે પૂર્વોક્ત સાત પ્રકૃતિઓનો અને અપર્યાપ્ત નામકર્મનો યથાયોગ્ય રીતે તે તે પ્રકૃતિનો ઉદય છતાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
તથા મિથ્યાત્વ અને અનંતાનુબંધિના સંબંધમાં મરણ પ્રાપ્ત કરીને પણ જ્યારે દેશવિરતિ અને સર્વવિરતિની ગુણશ્રેણિના શિરભાગનો યોગ થાય તે કાળે ગુણિતકર્માંશ કોઈ આત્મા મિથ્યાત્વ પ્રાપ્ત કરે ત્યારે તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ગુણશ્રેણિના શિરે વર્તતો કોઈ મિશ્ર ગુણસ્થાનક પ્રાપ્ત કરે તો મિશ્રમોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. -
૧. દેશવિરતિ અને સર્વવિરતિનો શિરભાગ કયો લેવો ? તેમ જ તે બંનેના યોગનો કયો સમય લેવો તે સંબંધમાં મને આ પ્રમાણે લાગે છે. જે સમયે દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરે તે સમયથી અંતર્મુહૂર્ત પર્યંત અવશ્ય પ્રવર્હુમાન પરિણામવાળો આત્મા રહેતો હોવાથી ગુણશ્રેણિ પણ તેવી જ કરે છે. તેમાં દેશવિરતિના પહેલા સમયે જે દલિકો ઉતાર્યાં અને જેટલા સમયમાં તે દલિકોને ગોઠવ્યાં તેમાંનો જે છેલ્લો સમય તેને જ દેશિવરતિની ગુણશ્રેણિના શિર તરીકે લેવો અને સર્વવિરતિ ચારિત્ર જે સમય પ્રાપ્ત કરે તે સમયે જેટલા સમયમાં રચના કરે તેના છેલ્લા સમયને સર્વવિરતિની ગુણશ્રેણિના શિર તરીકે લેવો. હવે તે બંનેના શિરભાગ એવી રીતે મળી શકે—દેશવિરતિની ગુણશ્રેણિ છતાં સર્વવિરતિ પ્રાપ્ત કરે. પરંતુ તે તેટલા કાળે પ્રાપ્ત કરે કે સર્વવિરતિના પહેલા સમયે જેટલાં સ્થાનકોમાં દળરચના થાય છે તેટલા જ સમયો શેષ હોય. દાખલા તરીકે દેશિવરતિના પહેલા સમયે પંદરસો સમયમાં ગુણશ્રેણિ થાય છે અને સર્વવિરતિના પહેલા સમયે પાંચસો સમયમાં થાય છે તો પંદરસો સમયમાંના પહેલા હજાર સમય દેશવિરતિ ગુણઠાણે ગાળી સર્વવિરતિ ગુણઠાણે જાય. આ પ્રમાણે થવાથી દેશિવરતિ ગુણઠાણે પહેલે સમયે જે પંદરસો સમયોમાં રચના થઈ તેમાંનો પંદરસોમો સમય અને સર્વવિરતિ ગુણઠાણે પહેલે સમયે જે પાંચસો સમયમાં રચના થઈ તેમાંનો પાંચસોમો સમય એ બંને એક જ આવી શકે. દેશવિરતિ ગુણઠાણે જેટલા સમયમાં રચના થાય છે તેના સંખ્યાતમા ભાગના સમયમાં સર્વવિરતિ ગુણઠાણે રચના થાય છે. એટલે આવી રીતે બંનેના શિરભાગનો યોગ થવામાં કોઈ વિરોધ આવતો નથી. દેશિવરતિ અને સર્વવિરતિ ગુણઠાણે પહેલા સમયે જેટલા સમયમાં રચના થાય છે તેના છેલ્લા સમયને ગુણશ્રેણિનું શિર તેટલા માટે કહ્યું છું કે તે ગુણઠાણે નીચે નીચેના સમયો ભોગવાઈ દૂર થાય તેમ તેમ ઉપર ઉપ૨ સમય વધે છે અને રચનાના સમયની સંખ્યા કાયમ રહે છે.
૨. મિથ્યાત્વ અને અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય મરણ પામીને મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર અથવા મરણ પામ્યા સિવાય મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર એ બંનેને ઉત્કૃષ્ટ પ્રદેશોદય સંભવે છે એમ જણાવવા અહીં ટીકામાં અપિ શબ્દ મૂક્યો હોય તેમ લાગે છે.