________________
પંચમત્કાર
૬૬૧
યોગીકેવળીને જે પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે તે અન્યતર વેદનીય, મનુષ્યગતિ, મનુષ્યાય, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થકર અને ઉચ્ચગોત્રરૂપ બાર પ્રકૃતિઓનો ગુણિતકર્માશ અયોગીકેવળીને ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ૧૧૧
पढमगुणसेढिसीसे निद्दापयलाण कुणइ उवसंतो । देवत्तं झत्ति गओ वेउव्वियसुरदुग स एव ॥११२॥ प्रथमगुणश्रेणिशिरसि निद्राप्रचलयोः करोत्युपशान्तः ।।
देवत्वं झटिति गतः वैक्रियसुरद्विकस्य स एव ॥११२॥
અર્થ–પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તમાન ઉપશાંત કષાય આત્મા નિદ્રા અને પ્રચલાનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે. તથા દેવપણાને શીધ્ર પ્રાપ્ત થયેલો તે જ આત્મા વૈક્રિયસપ્તક અને સુરઢિકનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે.
ટીકાનુ–પોતાની પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તતો ગુણિતકર્માશ ઉપશાંત કષાય આત્મા
૧. ગુણશ્રેણિ એટલે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયમાં અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે જે દળરચના થાય છે તે. તે રચના અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકોમાં થાય છે. પહેલે સમયે જે દલિકો ઉપરનાં સ્થાનકોમાંથી ઉતારે તેમાંના ઉદય સમયમાં થોડા, પછીના સ્થાનકમાં અસંખ્યાતગુણા, તેનાથી પછીના સ્થાનકમાં અસંખ્યાતગુણા, યાવતુ અંતર્મુહૂર્ત પ્રમાણ ગુણશ્રેણિના છેલ્લા સમયમાં અસંખ્યાતગુણા ગોઠવે છે. બીજે સમયે ઉપરનાં સ્થાનકોમાંથી પૂર્વ સમયથી અસંખ્યાતગુણા દલિક ઉતારે છે તેને પણ ઉદય સમયથી આરંભી અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે એમ ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ઉતારે છે અને ઉદય સમયથી આરંભી ઉત્તરોત્તર સ્થાનકમાં અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. અહીં એટલું સમજવાનું કે નીચે નીચેનાં સ્થાનકો ભોગવાઈને દૂર થાય એટલે શેષ શેષ સ્થાનકમાં રચના થાય પરંતુ ઉપર સ્થાનકો વધતાં નથી. દાખલા તરીકે પહેલે સમયે ઉતારેલાં દલિતોની ઉદય સમયથી આરંભી પાંચ હજાર સ્થાનકોમાં ગુણશ્રેણિ દ્વારા રચના થઈ તો બીજે સમયે ઓગણપચાસસો નવાણું સ્થાનકમાં રચના થાય. એ પ્રમાણે એક એક ન્યૂન ન્યૂન સ્થાનકમાં રચના થાય. લગભગ ઘણી ગુણશ્રેણિઓમાં દલિક ગોઠવવાનો આ ક્રમ છે. આની અંદર અંતર્મુહૂર્તનો છેલ્લો સમય અહીં અસત્કલ્પનાએ પાંચ હજારમો સમય એ ગુણશ્રેણિનું શિર કહેવાય છે. કારણ કે તે સ્થાનકમાં બીજાં કોઈપણ સ્થાનકોથી વધારેમાં વધારે દલિકો ગોઠવાયાં છે. આ સ્થાનકને જ્યારે અનુભવતો હોય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે.
અહીં અગિયારમે ગુણસ્થાનકે સ્થિર પરિણામ હોય છે એટલે કે અગિયારમાંના પહેલે સમયે જેવા પરિણામ તેવા જ બીજા સમયે યાવતુ તેવા જ છેલ્લા સમયે હોય છે. તેથી ઉપરનાં સ્થાનકોમાંથી પહેલા સમયે જેટલાં દલિતો ઉતારે તેટલાં જ બીજા સમયે ઉતારે યાવતું તેટલાં જ છેલ્લા સમયે ઉતારે છે. અગિયારમાંના પહેલે સમયે ઉતારેલા દલિકને અંતર્મુહૂર્ત પ્રમાણ સમયોમાં સ્થાનકોમાં ઉદય સમયથી આરંભી અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. બીજે સમયે જે ઉતારે છે તેને પણ તે જ ક્રમે ગોઠવે છે. માત્ર અહીં સરખાં જ દલિતો ઉતારતો હોવાથી રચના સરખા જ પ્રમાણમાં થાય છે. તેમ જ અહીં એક એક સમય દૂર થાય તેમ ઉપર ઉપર એક એક સમય વધે છે એટલું વિશેષ છે. દાખલા તરીકે અગિયારમાંના પહેલા સમયે ઊતરેલાં દલિકો તેના પહેલા સમયથી આરંભી સો સ્થાનકોમાં ગોઠવાયાં તેમ બીજે સમયે ઊતરેલો દલિકો ' પણ સોમાં જ ગોઠવાય, ત્રીજે સમયે ઊતરેલાં દલિકો પણ સોમાં જ ગોઠવાય. તથા પહેલે સમયે ઊતરેલાં